ધર્મ
===
ધર્મઍ મનુષ્યની પોતાની પસંદગીનો વિષય છૅ. ધર્મ ભલે જુદા હોઈ શકે પરંતુ માનવીને સંસ્કૃતિમય બનાવી સમાજને ઉપયોગી બનાવવાનુ દરેક ધર્મનુ ધ્યેય હોય છે. ધર્મ યુધ્ધ તો ઘણા થયા પરંતુ દરેક ધર્મના ઉપદેશોનુ મનન બહુ ઑછુ થયુ છે. સમજ્યા વગર પોતાના હિતો માટે ઍનો ઉપયોગ કરી માનવીઓઍ ધર્મોને ક્લુશિત કર્યા છે. આથી સામાન્ય શબ્દોમા ઍને સમજવા પ્રયત્નો કરવા જોઇઍ.
સીધ્ધાંતો વિનાંની રાજનીતિ ઍ ધર્મ નથી
દયા વિનાની સમૃધ્ધિનો શૉ અર્થ છે?
જ્ઞાન સાથે નમ્રતાની જરૂર છે
ભય સાથે બકરીની જેમ જીવવુ ઍતો કઈ જીવન છે?
સમજ વીનાની પ્રભુ ભક્તિની કોઈ નિપજ નથી
માનવી બની જાનવરનુ જીવન ઍ શરમજનક છે!
પ્રેમ, સેવા અને બલિદાન ઍ માનવતાના પ્રતીક છૅ
ધર્મોના ભલે નામ હો જૂદા પણ ઉપદેશોતો સરખા છે
ભારત દેસાઈ
**********************************