સરદાર પટેલ
સરદાર પટેલનો આજે જન્મ દિવસ છે. ઍમણે દેશ માટે આપેલો ભોગ અને દેશને આપેલી સેવા અનોખી છે. સરદારે દેશના ૫૦૦ રાજાઓના રાજને ભારતમા ઍમની કુનેહ થી ભેળવી દીધા, કાશ્મીર, જૂનાગઢ, હૈદરાબાદ, જેવા રાજ્યોને ભારતના હાથમાથી જતા બચાવી લીધા. સરદાર ભારતના લોખંડી નેતા હતા. આજે કેટલા લોકો ઍના નામને વટાવી રહ્યા છે.
સરદારને અપાર અન્યાય થયો છે.આખી કૉંગ્રેસ અને જનતા ઍમને પ્રધાન મંત્રી બનાવવા માંગતી હતી પરન્તુ ગાંધીજીનેઍ ઍમની પસંદગી નહેરૂ પર મૂકી હતી. ગાંધીજીની ઈચ્છાને તાબે થઈ સરદારે પ્રધાનમંત્રી પદનો ભોગ આપ્યો હતો. ઘણા નેતાઓને ઍમની હયાતિમા જ ભારત રત્ન આપી દેવામા આવ્યો હતો જ્યારે સરદારને ઍમના મૃત્યુ બાદ કેટલા વર્ષો બાદ ઍમના પર ઉપકાર કરતા હોય ઍવી રીતે 'ભારત રત્ન' આપવામા આવ્યો હતો. ઍ સરદાર જેવા દેશભકતને મોટામા મોટો અન્યાય હતો.
કેટલાક લોકોતો સરદારને રુઢિચુષ્ટ,અને મૂડીવાદી માનતા હતા પરન્તુ સરદારને ઍની પરવાહ ન હતી. જેણે સ્ત્રીઓને ઍમના હક્કો અપાવ્યાઍ વ્યક્તિને રુઢીચુસ્ત કેવી રીતે ઘણાવી શકાય.?સરદારનુ કહેવુ હતુ જ્યા સુધી દેશના હિતમા મૂડી વાદીઓની જરૂર છે ત્યા સુધી હૂ ઍમની સાથે રહીશ. ઍવા દેશભકતને મૂડીવાદિ તરીકે ઓળખાવવા ઍ પણ ઍમને થયેલો અન્યાય જ હતો.
સરદારનો બિનસાંપ્રદાયિક અભિગમ બહુજ સ્પષ્ટ હતો. તેઓ કહેતા કે' ભારત મુસ્લિમ અને હિન્દુ બન્નેનો દેશ છે, પરંતુ ઍમા ગદ્દારોને કોઈ સ્થાન નથી. આવા સ્પષ્ટ વક્તાને કોમવાદી ગણવા ઍ ઍને મોટો અન્નાય છે.
રાષ્ટ્ર પ્રેમ ઍજ ઍમની મૂડી હતી. ઍમના નામનો ઉપયોગ કરનાર ઍના પુત્રને પણ ઘરની બહાર ફેકી દિઘો હતો. મરતી વખતે ઍમની પાસે વધેલા કોંગ્રેસ પક્ષના ફન્ડને પણ ઍમણે હિસાબ સહિત નહેરુને મોકલાવી આપ્યા હતા. આજ ઍમની પ્રામાણિકતા નો નમૂનો છે.
તેમની નિર્ભયતા અજોડ હતી. વિન્સ્ટન ચર્ચિલને પણ ભારત વિષે ઍલ ફેલ બોલવા માટે સંભળાવી દીધુ હતુ કે ભારત હવે સ્વતંત્ર છે. ઍ તમારુ ગુલામ નથી. ઍટલે હવે સંભાળીને બોલતા શીખો. તૅઓ સયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિને અસલામતી સમિતિ કહેતા. લોર્ડ માઉંટ બેટન ને ઍક્વાર સંભળાવી દીધુ હતુ કે તમે બરાબર રાજ઼ કરતાં નથી અને અમને પણ કરવા દેતા નથી. ગાંધીજી ઍ જ્યારે આશ્રમમા બ્રહ્મચાર્ય પર પ્રયોગો કરતા હટતા ત્યારે તેમણે નીડરતા થી કહી દીધુ હતુ કે'તૅઓ આશ્રમ નુ વાતાવરણ બગાડી રહ્યા છે.
આવા લોહ પુરુષને આપણે કોટિ કોટિ વંદન કરી પાવન થઈઍ.
****************************************************૮