ભારતનુ બંધારણ અને ઍની નિસ્ફળતા
ડૉક્ટર આંબેડકર ભારતના બંધારણના પિતામહ હતા. ઍમણે બંધારણ સભામા ક્હ્યુ હતુ કે' કોઈ પણ બંધારણની સફળતા ઍના અમલ કરતા લોકો પર હોય છે.' આજે રાજકીય લોકોઍ બંધારણના ચિંથરા ઉડાડી દીધા છે.
આપણા બંધારણની ત્રણ શાખાઓ છે. વહીવટી, સંસદીય, અને ન્યાયી. રાજકીય વહીવટી શાખા ભ્રષ્ટાચારમા ખદબદી રહી છે. ઍક બાદ ઍક કોભાંડઓ બહાર આવી રહ્યા છે. ક્યાતો મંત્રીઓ સંડોવાયેલા હોય છૅ ક્યાતો ઍમનો વહીવટી અધિકારીઓ પર કાબૂ નથી. આમાથી પ્રધાન મંત્રી પણ બાકાત નથી.
સંસદીય શાખાઓ રાજકીય રમતનો અખાડો બની ગઈ છે. લૉકહિતના કાયદાઓ ઘડવાને બદલે ટાઇમ વેડફીને મચ્છી બજારના તમાસા જેવી હાલત છે.
ન્યાય શાખામા નીચે સ્તરે શિથિલતા છે જેથી ન્યાય આપવામા ઍટલો વખત બગાડવામા આવે છે કે વર્ષો બાદ મળતા ન્યાયની કોઈ કીમત રહેતી નથી. ફક્ત ઉચ્ચ ન્યાયલાય બધો કચરો સાફ કરવાનુ કામ કરી રહી છે. અપરાધીઓને જેલમા બેસાડવાનુ, ભ્રષ્ટાચારીઓને ઉંઘાડા પાડવાનુ, અને કાયદાઓનુ પાલન કરાવવાનુ કામ વહીવટી પાંખનુ પણ છે તે ઉંચ ન્યાયાલય કરી રહી છે. ઘણીવાર તો ન્યાયલયના આદેશોને કેવી રીતે નિસ્ફળ બનાવવાનુ કામ વહીવટી પાંખ કરી રહી હોય છે. આજ બતાવે છે રાજકીય, અને નેતાકીય ક્ષેત્રે આપણે દેવાળુ કાઢ્યુ છે.
આવી સ્થિતિમા બંધારણનો કે લોકશાહીનો દોષ કાઢવાથી શો અર્થ? હવે તો બધા અનર્થો પર બુલ ડોજર ફેરવવાનો સમય આવી ગયો છે. દેશને અરાજાગતામાથી કાઢવા માટે અનિષ્ટોનો નાશ કરવાનો સમય આવી ગયો હોય ઍમ લાગે છે.
*************************************************
No comments:
Post a Comment