ગુજરાતની અસ્મિતા
ગુજરાતની અસ્મિતા નામનો ઉલ્લેખ કનૈઈયાલાલ મુન્શીઍ પોતાની નવલકથામા કરેલો. ગુજરાતના નાથમા ઍમણે સિધ્ધરાજ જયસીંહના વખતમા ગુજરાતના પ્રધાન મંત્રી મુંજાળની ભારતમા ફેલાયેલો પ્રભાવ વિષે વાત કરેલી છે. કર્ણાટકની રાજકુમારી અને ગુજરાતની રાજમાતા મીનળદેવીના ગુણગાન ગાયેલા છે. ટુંકમા ગુજરાતની સમૃધ્ધિ અને પ્રભાવના વર્ણન કરેલા છે. ઍમાજ ગુજરાતની અસ્મિતાનુ રહસ્ય છુપાયેલૂ છે. ગુજરાતની અસ્મીતામા ગુજરાતની સમૃધ્ધિ અને ગુજરાતનો ભારત પરનો પ્રભાવ સમાયેલો છે.
ગુજરાતની અસ્મિતાતો ઍજ દિવસે પ્રજવલિત થઈ જ્યારે ભગવાન કૃષ્ણે મથુરાથી દ્વારકા તરફ પ્રસ્થાન કર્યુ હતુ અને દ્વારકાને સુવર્ણમય બનાવી હતી. ઍમના પગલા ઍ ગુજરાતની ભૂમિને અસ્મિતા અર્પી હતી. તેદિવસથી જ ગુજરાતની ભૂમિ પર મહાન રાજાવીઓ, અનેસંતોના પગલા પડવા માંડ્યા હતા. અને ગુજરાતનો પ્રભાવ ભારત વર્ષ પર વધી ગયો હતો. ત્યાર પછી પ્રભુઍ ગુજરાત પર કૃપા કરવામા પાછુ વળીને જોયુ નથી.
દયાનંદ સરસ્વતી, સહજાનંદ સ્વામી, અને સ્વામી વિવેકાનંદ જેવા ક્રાંતિકારી સન્તોઍ પણ ગુજરાતની ભૂમિને પાવન કરેલી છે. હૂ ઍન સૅન અને થોમસ જેવા પ્રવાસીઓ પણ ગુજરાતની સમરુધ્ધિથી પ્રભાવિત થયેલ હતા. ગુજરાતના સૂરત, ખંભાત, જેવા બંદરો પર આખા વિશ્વના વાવટાઑ ફરકતા હતા. મહમ્મદ ગજની જેવા રાજાઓ પણ ગુજરાતની સમરુધ્ધિ લુટવા ચઢી આવ્યા હતા. મોગલ વખતમા ગુજરાત ભારતનુ રત્ન રાજ્ય હતુ. અકબરે ગુજરાત જીતીને ઍનિ રાજધાની ફતેહપુર સિકરીમા બુલંદ દરવાજો બનાવ્યો હતો. મોગલ બાદશાહ સૂરત બંદરથી જ હજ પર જતા. સુરતનુ મુગલે સરાહી ઍનો પુરાવો છે. ટૂકમા ગુજરાતની અસ્મિતાનો લાંબો ઇતીહાસ છે જેની પરંપરા હજુ પણ જળવાઈ રહી છે.
સ્વામી વિવેકાનંદને હિન્દુ સંદેશ પરદેશમા ફેલાવવાની પ્રેરણા ભૂમિ પણ ગુજરાત છે. હિન્દુસ્તાનની સ્વતંત્રતાની લડતની શરૂઆત કરનાર મહાત્મા ગાંધીઍ પણ ગુજરાતને પોતાની કર્મ ભૂમિ બનાવી હતી. હિન્દુસ્તાનમાથી રાજાશાહી નાબૂદ કરનાર સરદાર પણ ગુજરાતના સપૂત હતા. ભલે સંજોગો ઍ ઍમને ભારતના વડા પ્રધાન ન બનવા દીધા પરંતુ બીજા ઍક ગુજરાતી સપૂત મોરારજીભાઈઍ ભારતના વડા પ્રધાન બની ગુજરાતનુ નામ રૉશન કર્યુ હતુ.
હજુ પણ ગુજરાતની અસ્મિતા ભારતમા ધૂમ મચાવી રહી છે. ગુજરાત આજે પણ ભારતનુ સમરુધ્ધ અને વિકાસ અને વિકાસશીલ રાજ્ય છે. આજે પણ ઍક ગુજરાતી નેતા ભારતના વડા પ્રધાન થવાની હોડમા છે. ઍટલે દરેક ગુજરાતીનુ દિલ થનગની રહ્યુ છે. ઍજ ગુજરાતની અસ્મિતાનો પુરાવો છે.
ઍવુ રૂપાળુ ગુજરાત-
===============
પશ્ચીમે ઘુંઘવતો સાગર, પૂર્વે ગીરીમાળાઑ છે
ઍવુ રૂપાળુ ગુજરાત, જ્યા સ્વર્ગમય દિન રાત છે
બનાસ, સાબરમતી વહે ઉત્તરે, મધ્યે નર્મદા અને મહી
દક્ષીણે તાપી અને અંબિકા, લીલી જાજમો પાથરી અહી
ઍવુ રૂપાળુ ગુજરાત જ્યા સ્વર્ગમય દિન રાત ચ્હે.
નરસિહના પ્રભાતિયાઓથી, જ્યા સૂર્યોદય થાય છે
કૃષ્ણ અને ગાંધીની ગાથાઓ જ્યા ગવાય છે
ઍવુ રૂપાળુ ગુજરાત જ્યા સ્વર્ગમય દિન રાત છે
ભારત દેસાઈ
No comments:
Post a Comment