ભારતની જનતાની પરેશાની
આજે ભારતમા ગણી વિકટ પરિસ્થિતિ છે. જનતા ભ્રષ્ટાચાર, ફુગાવો, ગેરવહીવટ અને હિંસામા પીડાઈ રહી છે. ધીમે ધીમે બધી સંસ્થાઓ નબળી પડી રહી છે. અત્યારેતો ઍવુ લાગે છેકે ઉંચ ન્યાયાલય સિવાય કોઈ સંસ્થા બરાબર ચાલતી નથી. પૈસાદારો વધારે પૈસાદાર બની રહયા છે, અને ગરીબો વધારેને વધારે ગરીબ થઈ રહ્યા છે. વસ્તીના૧/૩ લોકો ૬૬વર્ષની સ્વતંત્રતા બાદ પણ ગરીબીમા સડી રહ્યા છે. લોકો પોતાના જીવન સંઘર્ષમાથી બહાર આવી શકતા નથી અને દૂષણો સામેની પ્રતિકાર શક્તિ ગુમાવી દીધી છે ત્યારે થાય છેકે શુ આવી પરિસ્થિતિ માટે આપણા સ્વતંત્રવીરો ઍ બલિદાન આપ્યા હતા?
હવે તો લોકો બ્રિટિશ અને મહારાજાઓના અમલ ને સારો ગણાવી યાદ કરી રહ્યા છે. ઍ જ આપણી કમનસીબી છે.
ઍનુ કારણ-
વતન તારા હાલ જોઈ પ્રભુને આવી ગઈ છે દયા
પણ આ ધરતી પર જન્મ લેનારાઓને ન આવી લજ્જા
સ્વતંત્રવીરો ઍ દેશને માટે પોતાનુ બધુ ગુમાવ્યુ હતુ
ઍમણે વિચાર્યુ પણ નહી હોય કે આવા દિવસો જોવાનુ
વતન તારા--
કરોડો પાસે રોટી, મકાન અને કામ નથી
ઍક્વાર ખાવાનુ, શુ ઍ કરોડોનો હક્ક નથી?
મંદિરો પર ધજા ચડે, અને દેવોને થાળ ચડે
બહાર ઉભા પેલા ભૂખ્યા, શુ ઍ માનવો નથી?
વતન તારા--
જનતા બિચારી મજબૂર છે ધીરજ રાખી બેઠી છે
આટલી યાતનાઓ છતા તૂફાન દબાવી બેઠી છે
બીજા દેશોમા શુ થયુ ઇતિહાસ ઍનો સાક્ષી છે
તોફાન હદથી વધી ગયુ તો પછી મારફાડ, મારફાડ જ્ છે.
ભારત દેસાઈ
*************************