ફાંસીવાદ
કોઈ પણ રાષ્ટમા જ્યારે બધી જ બંધારણીય પ્રક્રિયા નિષ્ફળ નીવડે છે ત્યારે ફાંસીવાદનુ કરુપ સ્વરુપ બહાર આવે છે. લોકશાહીની તદ્દન ધીમી ગતિ, ઍ અસંતોષમા ઘણીવાર અગ્નીમા ઘી નાખવા જેવી સ્થિતિ ઉભી કરે છે. જ્યારે કોઈ પણ અસંતોષ કે અન્યાયનો કોઈ ઉકેલ નથી ત્યારે પણ ફાંસીવાદના બીજ રોપાઈ જાય છે. જ્યારે ૬૬ વર્ષની સ્વતંત્રતા બાદપણ સરકારસામાન્ય માણસને મકાન, રોટી, વ્યવસાય, શિક્ષણ, પાણી, ઉર્જા, અને પાયખાના જેવી સગવડો ૫૮% લોકોને ન આપી શકતી હોય ત્યારે જનતા ટૂંકા રસ્તાઓ શોધવા માંડે છે. ઍમા કદાચ ફાંસીવાદજેવો ઍક રસ્તો સ્વીકારી લે તો ઍમા આશ્ચર્ય પામવા કરતા ઍના ઉપાયો શોધવા માંડવા જરૂરી છે.
હજુ પણ ૩૦ %લોકો ભારતમા ગરીબી રેખા નીચે જાનવરની જેમ જીવતા હોય છે. ઍ ફાંસીવાદના પાકને ઉગાડવામા ઍક ખાતર બની ગયુ છે. તેના પર કેટલાઍ રાજકીય તત્વો પોતાના રોટલાઑ શેકી રહ્યા છે. ફાંસીવાદને રાજકીય નેતાઓ, સિધ્ધાંત અને રાષ્ટ્રના હીત માટે અથવાતો ધર્મને નામે લોકો પર ઠોકી બેસાડેછે. ફાંસીવાદ જેટલો જલ્દી આવે છે ઍટલો જલ્દી જતો નથી.
મહાભારતમા દુર્યોધનનો ફાંસીવાદ વ્યક્તિગત હતો પરંતુ ઍમા હજારો માનવીઓનો નાશ થઈ ગયો હતો. રશિયા અને ચીનનો ફાસીવાદ વિચારકીય હતો પરંતુ લોકોના આત્મા, વીચાર અને સ્વાતંત્રને કચડી નાખવામાઆવ્યા હતા. હિટલર લોકશાહીથી આવ્યો હતો અને દેશભક્તિનો પાનો ચઢાવી દુનિયાને વર્ષો સુધી બાનમા રાખી હતી. માઓટસે તુંગે સીધ્ધાંતો નામે ફાંસીવાદ ચીનમા દાખલ કર્યો. જેનાથી અત્યારે પણ ચાઇનાની પ્રજા પીડાઈ રહી છે.
ભારતમા ફાંસીવાદના ચીન્હ બહુજ સામાન્ય રીતે નજર પડવા માંડ્યા છે. ઈંદિરા ગાંધી ઍ સત્તાને ટકાવવા ઈમરજન્સી દાખલ કરી બધા લોકશાહી હક્કોને બાજુ પર મૂકી સરમુખત્યારી દાખલ કરી હતી. ઍને કાઢતા કેટલા દેશ નેતાઓને જેલ ભોગવવી પડી હતી. ઍ પણ ફાંસીવાદનો ઍક પ્રકાર જ હતો. ધારાસભાઓમા ઍક બીજાના કોલરો પકડવા, ઍક બીજા સાથે મુક્કબાજી કરવી, ચપ્પુ અન હથિયારો લોકસભામા બીજા સભ્યોને બતાવવા, મરચા જેવો પાવડર લોકસભામા વરસાવવો. તે પણ પોતાના મંતવ્યોને બીજા પર બળજબરીથી લાદવા માટે! ઍ પણ ફાંસીવાદનો ઍક પ્રયોગ જ છે કે પછિ ફાંસીવાદના આગમનની નિશાનીઑ છે.
આજે રાજકારણમા પણ વિરોધી મંતવ્ય, આલોચકો ને સહન કરવાની વૃત્તિ નથી. આથી વિરોધીઓને નાબૂદ કરવાની પ્રવૃતિઓ ચાલી રહી છે. ભવિષ્યના વિરોધીઓને પણ છોડવામા આવતા નથી. આ બધા ફાંસીવાદના સંકેતો જ છે. ઍમા સામ, દંડ, ભેદના સર્વ પ્રયોગો કરવામા આવી રહ્યો છે. સર્વ ભયનુ વાતાવરણ હોય તો દરેક વીચારે છે કે મારે શુ? ઍ સહન કરનારાઓનો પ્રશ્ન છે. પરંતુ ઍમનો વારો ફાંસીવાદી વૃતિમા ક્યારે આવશે ઍનો ઍમને ખ્યાલ નથી હોતો. આથી લોકશાહીમા ફાંસીવાદી તત્વોનો સામનો સહયોગથી કરવાથી બધાનુ હિત સમાયેલુ છે. આથી દેશનાદરેક નાગરિકે ઍ વીચારવાનો સમય આવી ગયો છે કે ફાંસીવાદનો કેવી રીતે સામનો કરવો? નહીતો નક્શલવાદ જેવાફાંસીવાદી તત્વો ભારતની લોકશાહીને ગળી જવા તૈયાર બેઠા છૅ.
******************************************