અભિમાન
દુનિયામા લોકોને પોતાના ધન,સત્તા, અને પોતાના સૌદર્યનુ પણ અભિમાન હોય છે. આથી સામાન્ય રીતે લોકો આવા દૂષણોથી ઘેરાયેલા હોય ચ્હે છે. તેઓ ઍવુ માનતા હોય છેકે ઍ બધી વસ્તુ નાશવંત નથી પરંતુ અમર હોય છે. રાજા રાવણનુ પણ અભિમાન નહોતુ રહ્યુ. વિશાળ સેના સાથે પણ દુર્યોધન નો પરાજય થયો હતો. સૌદર્યવાન ક્લેઓપેટરા બુરહાલઍ મરી હતી. છેલ્લે આ બધી વસ્તુઓનો નાશ કરનારુ કુદરત નિમિત માત્ર બને છે. આથી કોઈ પણ જાતનો અહમ્ નાશને પાત્ર હોય છે. સૌદર્ય માટે આ સુંદર કાવ્ય છે.
તારા રૂપને--
તારા રૂપને જોઈને ચાંદો પણ શરમાતો હતો
તારા તેજથી દુભાયેલો સૂર્ય વાદળઓમા છુપાતો હતો
તારા ગુલાબી ગાલોને ચૂમવા ભમરાઓ ગુંજન કરતાતા
તારા લાંબા કેશો ઉડી ફોરમો ફેલાવતા હતા.
તારા રૂપને---
તારા હાસ્યોમાથી ફૂલડાઓ વેરાતા હતા
નિર્દોષ તારી આંખોમા થી અમી જરણા વહેતા હતા
જ્યાથી તૂ પસાર થતી ત્યા લોકો થંભી જતા હતા
સમય પણ ત્યા જ જાણે થંભી જતો હતો
તારા રૂપને---
હવે તારુ રૂપ ન રહ્યુ અને મસ્તી પણ ગાયબ થઈ
સમય સમયની વાત છે તારા મા જોવા જેવુ કઈ ન રહયુ.
તારા રૂપને ---
ભારત દેસાઈ
_______________________________________________________
No comments:
Post a Comment