(ઉપલા ચિત્રમા મોરારજીભાઇના જન્મ દીવસે અભયઘાટ પર લોકોની શ્રધ્ધા અંજલી)
ધુળેટીનો તહેવાર રંગીન હોય છે. ઍ દિવસે લોકો વેર, જેરને ભુલીને ઍક બીજાને ગળે વળગે છે. ઍવા પવિત્ર દિવસે ગુજરાતના ઍક પનોતા પુત્ર મોરારજી દેસાઇનો હિન્દુ તિથી પ્રમાણે જન્મદિવસ આવે છે. આમ તો ઈશુ વર્ષ પ્રમાણે તો ઍનો જન્મ દિવસ ૨૯ મી ફેબ્રુઆરી આવે છે. તેઓ પહેલા ગુજરાતી ભારતના વડાપ્રધાન હતા. ૮૨ વર્ષની વયે વડાપ્રધાન થવા માટેનો ઍમનો ગિનિસ બૂકમા રેકૉર્ડ છે. તે ઉપરાંત તેઓ પહેલા નોન કોંગ્રસી વડાપ્રધાન હતા. તેઓ પહેલા અને છેલ્લા ગાંધીવાદી વડા પ્રધાન હતા.
તેઓ સત્તાઍ લોકોની સેવા કરવાનુ સાધન માનતા હતા. મોરારજીભાઇ માનતા હતાકે રાજકારણમા પણ સીધ્ધાંતો, અને નીતિ સાથે ટૅકી શકાય છે અને ઍમણે ઍ સાબિત કરી બતાવ્યુ હતુ. મોરારજીભાઇ ઍ પોતાને મળેલી ભેટો, ચંદ્રકો( ભારત રત્ન, અનેનિશાને પાકિસ્તાન,) પુસ્તકો, અને ઍમની નાની બચત પણ ગુજરાત વીદ્યાપીઠને આપી દીધી હતી. તેઓ પોતાના નામના રસ્તાઑ, પુલો અને સંસ્થાઓ બનાવવાની પણ વિરીધી હતા. તૅઓ માનતા કે સેવા કરવાથીઆપણે લોકો પર ઉપકાર કરતા નથી પણ લોકોઍ તમને તક આપી ઍથી લોકોનો આભાર માનવો જોઇઍ.
૧૯૩૦મા સરકારી નોકરીમાથી રાજીનામુ આપ્યા બાદ સ્વતંત્રતાની લડાઈમા જોડાયા હતા, અને કેટલીવાર કારાવાસ ભોગવ્યો હતો. ૧૯૩૯ની મુંબઇ રાજ્યની પહેલા પ્રધાન મંડળથી ઍમની રાજકીય કારકિર્દી શરૂ થઈ અને તે ૧૯૭૭ મા વડાપ્રધાન પદ પર વિરમી. ઍ દરમ્યાન ઍમણે મુબઈ રાજ્યનુ મુખ્ય પ્રધાનપદ, ભારતના વાણિજ્ય પ્રધાન પદ, નાંણા પ્રધાન પદ અને નાયબ વડાપ્રધાન પદ પણ શોભાવ્યા હતા.
તેઓ કેટલો વખત અને ક્યા પદો પર રહ્યા કરતા ભારતની જનતાની કેટલી સેવા કરી ઍ વધારે અગત્યનુ છે. મોરારજીભાઈ ઍક સારા વહીવટ કરતા હતા આથી લૉક હિતના અનેક પગલા ભર્યા હતા. મુંબઈના મુખ્ય પ્રધાન વખતે તેમણે દારુબંધી, અને ફિલ્મો પર સેન્સર બૉર્ડ ની સ્થાપના કરી હતી. ખાનગી બસોનૂ રાષ્ટ્રીયકરણ કર્યુ હ્તુ જેથી બસો ગ્રામ વિસ્તારો સુધી પહોચી શકે. ખેતીમા સુધારા લાવી જેજમીન પર વર્ષોથી ખેતી કરતા હતા ઍવા નાના ખેત મજૂરોને ઍ જમીનના હક્કો અપાવ્યા હતા. આથી ઍ ખેડૂતો આજે ઘણા સમરુધ્ધ બન્યા છે. પોલીસ મા ઘણા સુધારા લાવી, હોમગાર્ડ ની સ્થાપના કરી હ્તી. ઍક પત્નિત્વનો કાયદો લાવી નિર્બળ મહિલાઓને મદદ કરી હતી. ઍમાના વખતમા મુંબઇ રાજ્ય સારાભારતમા વહીવટી દ્રષ્ટિે ઍ ઉત્તમ રાજ્ય બન્યુ હતુ.
ગુજરાતના નાના ટેક્સટાઇલ વણકરો ને નાણા પ્રધાન તરીકે સારી ઍવી મદદ પુરી પાડી હતી. નર્મદા યોજનાનો જલ્દી ઉકેલ માટે ઍમણે ટ્રિબ્યૂનલને સોંપી હતી. ગુજરાતમા મોટા ઉદ્યોગો લાવવામા ઍમનો મોટો ફાળો હતો. ગુજરાતના પાટનગર તરીકે ગાંધીનગરની પસંદગીમા ઍમનો મહત્વનો ફાળો હતો.
મોરારજીભાઇ વડા પ્રધાન બન્યા બાદ ઍમણે બંધારણમા સુધારા લાવી લોકસભાની મંજુરી વગર કોઈ વ્યક્તિ આપાતકાલની સ્થિતિ દાખલ ન કરી શકે ઍવી વ્યવસ્થા કરી. જેથી ભવિષ્યમા લોકશાહી સાથે ચેડા ન થાય.
મોરારજીભાઇના વડા પ્રધાન દરમ્યાન ભાવો અત્યાર સુધીના ભારતના ઇતિહાસમા નીચામા નીચા હતા. દરેક વસ્તુઓ બજારમા મળતી હતી. અમેરિકા ચીન, પાકિસ્તાન, ઈસરાયલ, અને બધા દેશો સાથે ભારતના સબંધો ઘણા ગાઢ હતા. પાકિસ્તાને તો ઍમને પાકિસ્તાનનો ઉંચ ખિતાબ 'નિશાને પાકિસ્તાન' આપ્યો હતો.
મોરારજીભાઇ ઍ વડાપ્રધાન દરમ્યાન બધા દેશો સાથે સારા સબંધો દેશના આત્મ સન્માન સાથે જાળવ્યા હતા. પ્રેસીડેન્ટ જિમ્મી કારટરે ઍમના વખતે ભારતની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે અણુ શશ્ત્રોપ્રતિબંધ કરાર કરવા માટે ના પાડી દીધી હતી કારણકે ભારત માટે ઍ કરાર અન્યાય કર્તા હતા. પાકિસ્તાનના પ્રેસીડેન્ટ જિયા સાથે ઍમના સબંધો સારા હતા અને તેઓતેમને મોટાભાઇ માનતા હતા. ઍક્વાર વાત વાતમા ઍમને કહી દીધુ હતુ કે 'નાના ભાઈની વર્તનૂક બરાબર નહી હોય તો મોટાભાઈને ઍને સીધો કરતા આવડે છે.' ઈજરાયેલને પાકિસ્તાનના અણુ મથકો પર બૉમબાર્ડમેંટ કરવુ હતુ અને ઍમના વિમાનોને ફ્યુયેલ ભરવા માટે જામનગર ઍર બૈજનો ઉપયોગ કરવો હતો. ઍમણે ચોખ્ખી ના ફરમાવી હતી. અને જણાવી દીધુ હતુ કે ' પાકિસ્તાનને સીધુ કરવાની અમારામા શક્તિ છે. તમારે માથુ મારવાની જરૂર નથી. ઍક્વાર રશિયન ઍલચિઍ પાકિસ્તાનની બાબતમા ઍમને સલાહ આપવાની ગુસ્તા ફી કરી હતી તો ઍને અપમાનિત કરી દરવાજો બતાવી દીધો હતો. તેઉપરાંત ઈસરાયેલ સાથે પ્રથમ વાર રાજદ્વારી સબંધો બાંધવાની ઍમણે હિમ્મત બતાવી હતી. આથી દેશનો ઘણો લાભ થયોછે ઍ બધા જાણે છે
મોરારજીભાઇ સત્યને પૂંજનારાઅને નિર્ભય હતા. બધા વડા પ્રધાનોની સમાધી દિલ્હીમા છે જ્યારે ઍમની સમાધી, 'અભયઘાટ' ઍમની કર્મ ભૂમિ અમદાવાદમા સાબરમતીને કિનારે ગાંધી આશ્રમને અડીને આવેલી છે. ગાંધીજી, અને સરદારની વિરાસતને જાળવનારા ગુજરાતના ઍક મહાન વિભૂતિ હતા ઍમા શંકા નથી.
********************************************
No comments:
Post a Comment