Thursday, May 22, 2014


ધર્માન્ધતા
                                                                                                                                             કોઈ પણ ધર્મને નીચો માનવો અને પોતાના ધર્મને શ્રેષ્ટ માનવો  ઍ પણ ધર્માન્ધતાનો ઍક પ્રકાર છે. ઇતિહાસમા ઔરંગજેબ જેવા બાદશાહઓઍ ધર્માંધતાના મદમા કેટલાઍના ધર્મ પરિવર્તન કરાવ્યા અને કેટલાઍ પવિત્ર મંદિરોના નાશ કરાવ્યા.  આખરે તો તેઓ ભોય ભેગા થઈ ગયા અને ઍમના સામ્રાજ્યનો પણ વિનાશ નોત્રર્યો.  ઍજ બતાવે છેકે ધર્મ પર દેશ અને રાજ્ય ન બનાવી શકાય. ઇતીહાસ ઍનો સાક્ષી છે. મોગલ બાદશાહ ઔરંગજેબઍ ઍના પુત્રોને લખેલા પત્રમા ઍનો ઍકરાર છે ઍ વાંચવા જેવો છે. ઔરંગજેબ રખડી રખડીને દક્ષિણમા દોલાતાબાદના કિલ્લાની બાજુમા મૃત્યુ પામ્યો હતો. મરતા પહેલા ઍણે ઍના પુત્રોને દર્દમય અને પ્રાયશ્ચિત ભર્યા પત્રો લખ્યા હતા.


                       ઍના  મોટા પુત્ર  આજમખાન ને લખ્યુ ' હુ  ઘણો ઘરડો અને  નીર્બળ થઈ ગયો છુ. મારા પગો હવે ધ્રુજવા માંડ્યા છે. હવે હુ ઍકલો પડી ગયો છુ. મારા હદયમા શાંતિ નથી. લોકોને ઍ પણ ખબર નથી કે હૂ ઍમનો રાજા છુ. '
                         બીજા શાહજાદા કામબક્ષને લખે છેકે ' હવે હૂ ઍકલો  છુ. મે જે પાપાચાર, અને અત્યાચાર  આચર્યા,અને જે ખોટા કામો કર્યા  છે. ઍના પરિણામો  હૂ ભોગવી રહયો છુ.  આશ્ચર્યની વાત તો છેકે' હૂ આ દુનિયામા કઈ પણ લીધા વગર આવ્યો હતો અને હવે મૂરખની જેમ પાપોનો ભારો લઈને જઈ રહ્યો છુ. મે ઍટલા પાપો કર્યા છેકે મારા માટે આગળ શુ પડ્યુ છે તે ખબર નથી.'
                          આ કરુણા રૂદન છે  મોગલ બાદશાહનુ જેણે હિન્દુઓના મંદિરોંનો  નાશ કર્યો હતો અને  તેમનેધર્મ પરિવર્તન કરાવવા માટે અત્યાચારો ગુજાર્યા હતા. આજ બતાવે છે કે ધર્મ અને રાજકારણને મિક્સ કરવામા નરી મૂર્ખતા છે. ઍને ઍક બીજા સાથે મેળવવાથી નાશ જ નોતરે છે. ઇતીહાસ શીખવે છે પણ મનુષ્યો શીખવા તૈયાર નથી.
                            *************************************

Sunday, May 11, 2014


મા-માતૃ દિવસે ઍક અંજલી
                                                                                                                              ઍક ચીંતકે કહ્યુ છે કે " ઍક ઍવો માનવી બતાવો જે પોતાની માને ચાહતો ન હોય?" ડાકુઓ અને લૂંટારાઓ પણ પોતાની માતાને બેહદ ચાહતા હોય છે. મા પણ પોતાના સારા કે નરસા છોકરાને પણ સરખા પ્રેમથી જ ચાહતી હોય છે.  અબ્રાહમ લિકન અમેરિકન પ્રમુખના ચૂંટણી યુધ્ધમા અવટાયેલા હોય છે ત્યારે માતાની માંદગીના સમાચાર સાંભળી ચૂટણી મેદાન છોડી દોડી જાય છે કારણકે  ઍ માનતા હતા કે "ઍ આજે  જે કોઈ છે અને જે કોઈ ભવિષ્યમા બની શકશે ઍ  ઍની માતાને જ આભારી હશે." મહાન વિજેતા નેપોલિયન પણ ઍની કર્તવ્યનિસ્ટા અને ધ્યેય માટે ઍની માતાને જ આભારી હતો.માનો પોતાના બાળકો પ્રત્યેનો પ્રેમ  અમર હોય છે. માતાનુ છત્ર જવાથી માનવી નિરાધારતાની લાગણીઓ અનુભવે છે.આથી માના વિષે આમ જ કહેવુ રહ્યુ.
મા તુજ પ્રેમને ---
મા તુજ પ્રેમને શી રીતે વાળુ?
તુજ ઋણ ને શી રીતે કરુ અદા?
તે પ્રથમ પગલા ભરતા શીખવ્યૂ
ચાલતા પડ્યો ત્યારે ઉભા થતા શીખવ્યૂ
બુરાઈઓ થી દૂર રાખી
જીવન જીવતા શીખવ્યૂ
મા તુજ પ્રેમને---
ભલે તૂ ન લે કદી તુજ શિશુ પાસેથી
ફક્ત સ્વીકારી લે આ અંજલી તુજ ગરીબ બાળક પાસેથી
મા તુજ પ્રેમને---
ભારત દેસાઈ
                            ******************************************************************  

Friday, May 9, 2014


બંધારણીય સંસ્થાઓની મજાક- ભારતની સમસ્યા
                                                                                                                               આપણા રાજનેતાઓે બંધારણીય સંસ્થાઓને  નુકસાન કરવામા કોઈ કચાસ રાખી નથી. ઍના કારણે રાજકારણનુ સ્તર ઘણુ નીચુ ચાલી ગયુ છે.  ઘણીવાર રાજકારણ અને નેતાગીરીના અનુભવ વગરના માણસને પોતાનો સ્વાર્થ સાધવા માટે રાજકારણીઓ પ્રધાનમંત્રી બનાવવા સુધી પહોચી ગયા છે. ઍક કુટુંબની વફાદારીની કદર કરી કોઈને પણ ઍનિ લાયકાત જોયા વગર રાષ્ટપતિ બનાવવા સુધી ગયા છે. રાષ્ટ્ર પર ધ્યાન રાખનારી સંસ્થા 'સી ઍ જી' ના પણ લીરા ઉડાવી દીધા છૅ. 'સી બાઇ આઇ ' જેવી ગૂનાહોનુ તપાસ કરનાર સંસ્થાને પણ મચડી નાખી છે. લોકસભા, રાજ્યસભા, અને રાજ્યોની વિધાનસભાઓમા મચ્છી બજાર જેવા દ્રશ્યો જોવા મળે છૅ.
                                            માનવ અધિકારનુ ઘણીવાર ભંગ થતો જોવામા આવે છે. ન્યાય તંત્રમા ક્યાક્ ક્યાક્ ભ્રષ્ટાચાર ઉપર આવી જાય છે. અત્યારે ચૂટણીનુ વાતાવરણ જામેલુ ત્યારે ચૂંટણી પંચને પણ હવે  લલકારવામા આવી  રહ્યુ છે. ચૂટણીના નીયમોનુ  પણ પાલન કરવામા આવતુ  નથી.  અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરતા અચકાતા નથી.  આમ ખુલ્લમ ખુલ્લા બંધારણીય સંસ્થાઓનુ  હનન કરવામા આવે ત્યારે રાષ્ટ્રની પ્રગતી  અને ઉધ્ધારની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? આથી આવા અસામાજીક તત્વોને સામાજીક અને રાજકીય ક્ષેત્રોમાથી  નાબૂદ કરવા પડશે ત્યારે જ  ભારતનો ઉધ્ધાર થશે.
                                          *************************************