દિપાવલી
દિવાળીનો મહીમા અનોખો છે. અંધારામાથી પ્રકાશ તરફ દોરી જનારુ પર્વ, ગંદકીમાથી સ્વચ્છતામા લઇ જનારુ પર્વ, દુઃખમાથી ઉલ્લાસમા દોરી જનારુ પર્વ, બાહ્ય અને આંતરિક મેલોને સાફ કરનારુ પર્વ છે. કુદરત પણ પુરબહાર મા ખીલવા માંડે છે. લોકોની આંખોમા ચમક આવી જાય ઍવો ઍ તહેવાર છે જેથી લોકો દીપા વલીની આતુરતાથી રાહ જુઍ છે અને ઍને નવા નવા કપડાઓ, અને આભુષણો પહેરી ઍને ઉજવે છે. જાત જાતની મિઠાઈઓ ખાઈને ઉજવે છે. આથી દિવાળીનો મહિમા આવો પણ છે.
આવી દિવાળી---
આવી દીવાળીને લાવી છે દીવા
નાવરચનાના દ્વારો ખુલ્લા કરવા
ધનવાનો માટે લાવી નવ સંદેશા
દરિદ્રો માટે થોડો થોડો ત્યાગ કરવા
આવી દિવાળી---
મજદુરો માટે લાવી નવ આશા
વધુ પસીનો વહાવી વધુ સમરુધ્ધિ મેળવવા
લોકસેવકો માટે લાવી નવી પ્રેરણા
ત્યાગની ભાવનાથી વધુ સેવા કરવા
આવી દિવાળી---
આવોસાથે મળી ઍક અવાજે વાતો કરિયે
ઍકતા અને પરિશ્રમ દ્વારા દેશને આગળ લઈ જઈ ઍ
આવી દિવાળી---
ભારત દેસાઈ
**********************************
No comments:
Post a Comment