Sunday, October 26, 2014


ગાંધી જયંતિ- ઑક્ટોબર, ૨ ૨૦૧૪
                                                                                                                                                                          આ મહિનામા જ ગાંધીજયંતિ ગઈ અને ઍને ઉપચારિક રૂપે  ઉજવવામા આવી. ગાંધીવાદનુ પાલન કરવા કરતા આપણે ભારતીઓ ઍનો ઉપયોગ કરવાનુ શીખી લીધુ છે. આપણે ઍમજ માનવા માંડ્યા છેકે ગાંધીવાદ સમયને અનુરૂપ નથી અને ઍને અત્યારના અનૈતિક વાતાવરણમા ઉપયોગ થઈ શકે ઍમ નથી. ઍમા લોકોનો વાંક નથી ઍને જે રીતે રજૂ કરવામા આવ્યો છે તે પ્રસ્તુત કરનારાઓનો વાંક છે ઍમા કેટલાક વેદિયા ગાંધીવાદિઑ પણ સામેલ છે.

                                              ગાંધીજીની અહિંસાની પણ આ જગતમા ઠેકડી ઉડાડવામા આવે છે. પાકિસ્તાન અને ચીન જેવા દેશો સામે ગાંધીજીની અહિંસા હાસ્યજનક છે.  ગાંધીજી સ્પષ્ટ પણે માનતા હતા કે અહિંસા દૂષ્ટતાનિ આગળ પગવાળી બેસી જવાની સ્થિતિ નથી. જ્યા કેવળ કાયરતા અને હિંસા વચ્ચે જ પસંદગી કરવાની હોય ત્યા તેઓ હિંસાની સલાહ આપતા હતા. હિન્દુસ્તાન પોતાના અપમાનનુ લાચાર બનીને સાક્ષી બને અથવા રહે તેના કરતા તે પોતાની આબરૂ જાળવવા શસ્ત્રોના આશ્રય લેવો જ જોઈઍ.

                                                 ગાંધીજીના અર્થ વ્યવસ્થા માટેના  વિચારોં પણ સ્પષ્ટ છે.  ઍમની વિચારશક્તિ ત્રણ સીધ્ધાંતો પર આધારિત હતા. દરેકે પોતાની ફરજો દરેક ક્ષેત્રમા નીષ્ઠાપુર્વક બજાવવી જોઇઍ જેથી આર્થિક વિકાસ ત્વરિત થાય. દરેક કમાણીના તમે ટ્રસ્ટી છો ઍટલે સમાજ પ્રત્યે તમારી આર્થિક મદદ કરવાની ફરજ છે. ઍનાથિ સામાજીક ઘર્ષણને દૂર રાખી શકાય છે. ત્રીજુકે દરેક વસ્તૂમા ઑછામા ઑછા કંટ્રોલો હોવા જોઇઍ. ઍટલે માનવ વિકાસ માટે મુક્ત આર્થિક વ્યવસ્થાના તેઓ ટેકેદાર હતા. રાજ પર વધારે પડતા આધારને ઘાતક સમજતા. તેઓ મૂડી વાદ અને સામ્યવાદ ના મહાન સંયોજક હતા.
                                                  તેઓ ગીતાને જીવન માર્ગ  દર્શક સમજતા હતા અને રામરાજ્યને આધુનિક જમાનામા જડતા પૂર્વક અપનાવ્યા સિવાય તેમણે લૉક કલ્યાણનો માર્ગ સુચવ્યો હતો.  તેઓના સામાજીક વિચારો આધુનિક જમાનાને અનુરૂપ હતા. સ્ત્રી સ્વાતંત્ર,અને સ્ત્રી શિક્ષણના હિમાયતી હતા.

                                                       આખી દુનિયાઍ આજે વિકટ પ્રશ્નોના ઉકેલ માટે ઍમના વિચારોમાથી માર્ગદર્શન મેળવ્યુ છે ત્યારે આપણા દેશને માટે તેઓના વિચારો કેવી રીતે સમયને અનુકુળ નથી ઍ સમજવૂ મુશ્કેલ છે? નેલ્સન મૅંડેલા, ડૉક્ટર માર્ટિન લુથર કિંગ, ગાંધીના વિચારે સફળ નીવડ્યા છે. બરાક ઓબામા અમેરિકન પ્રમુખ ઍમના વિચારોની કદર કરે છે ત્યારે ઍટલૂ તો સમજવૂ જ રહયુ કે ગાંધીવાદ હજુ સારા વિશ્વમા જીવીત છે અને વિશ્વના વિકટ પ્રશ્નો માટે પથદર્શક છે.

                                                         અંતે ભારતીય શાંતિ નોબલ પ્રાઇસ વિજેતા કૈલાશ સત્યારથી ના શબ્દોમા કહિયેતો " હૂ મારી જાતને વધુ સન્માનિત અનુભવત જો મહાત્મા ગાંધીને પહેલા આ પુરસ્કાર અપાયો હોત." આનાથી વધુ સારી શ્રધ્ધાઅંજલી ગાંધી વિચાર અને ગાંધીવાદને હોય શકે?
                                                        ******************************

No comments:

Post a Comment