કાળુ નાણુ
અત્યારે કાળા નાણા વિષે પાનાઓ ભરી ભરીને મીડિયામા સમાચારો આવતા રહે છે. લોકોને પણ કહેવામા આવ્યુ છેકે જે કરોડો રૂપીયા ગેરકાયદા પૂર્વક પરદેશોમા પડેલા તે દેશમા લાવવામા આવેતો દેશની ગરીબી હટાવવામા મદદ રૂપ થાય ઍમ છે. ૧૪૫૦ અબજ ડોલરનુ કાળુ નાણુ પરદેશમા પડેલુ છે ઍવુ અનુમાન કરવામા આવે છે. ગયી ચૂંટણીમા ઍ પ્રશ્નને રાજનેતાઓે દ્વારા પણ ચગાવવામા આવ્યો હતો. આથી લોકોની અપેક્ષાઓ પણ વધી ગઈ છે.
સરકાર પાસે જે નામો આવ્યા છે તે અમુક પ્રક્રિયાઓ પુરી કર્યા સિવાય બહાર પાડી શકાય ઍમ નથી. બિજુ જેના નામો ઍમા છે તેઓે ઍ કદાચ પૈસા ઉપાડી પણ લીધા હોય તો ઍમા કઈ નવાઈ નહી કારણ કે સરકારે હજુ સુધી ઍ ગેરકાયદેસર ખાતાઓને સ્થગિત પણ કર્યા નથી.
રાજકારણીઓ આ પ્રશ્નને ઍક્બિજાને બ્લૅકમેલ કરવા માટે ઉપયોગ કરતા દેખાય છે. ઍમા મુખ્ય મુદ્દો તો બાજુ પર જ રહી જાય છે. વડા પ્રધાન કાળાનાંણા ને પરત લાવવાની બાહેદારી આપે છે પરંતુ ઍમની પાસે પણ કેટિલી ગેરકાયદેસર રકમ પરદેશમા પડેલી છે તેની માહિતી નથી.
સરકારે કાળા નાણા માટે ઍક કમિશન સુપ્રીમ કોર્ટની સૂચનાથી નિમેલુ છે જે સરકારે આપેલા નામોની પણ તપાસ કરી રહયુ છે. તે દરમ્યાન સામાજીક વેબ સાઇટ પર ઍક બિજુ લીસ્ટ પ્રગટ થયુ છે, જેમા રાજ઼ કરતી "બીજેપી" ના નેતાઓના નાંમ પણ કાળા નાણા ની બાબતમા પ્રસિધ્ધ થયા છે. આથી પ્રશ્ન ગુચવાતો જાય છે અને ઍમા નાટકીય તત્વ ઉમેરાતુ જાય છે.
આથી દેશમા અસંતોષનુ મોજુ પ્રસરતુ જાય છે. ભારતીય જનતા પાર્ટી ના નેતા સુબ્રમણિયમ સ્વામી ઍ વડા પ્રધાનને પત્ર લખી માગણી કરી છે કે પરદેશની બેન્કમા ગેરકાયદેસર રાખેલા પૈસાને દેશની સંપતી ગણી લેવાનો વટહુકમ સરકારે બહાર પાડવો જોઈ ઍ અને ઍ પૈસા પાછા લાવવાની ભારતીય નાગરિકોને ફરજ પાડવી જોઇઍ.લિસ્ટમા જેના નામો છે ઍ બધાની સામે યોગ્ય કારવાહી કરવી જોઇઍ. ઍમા પરદેશી દેશો સાથેની ગુપ્તતાનિ કોઈ સમજૂતી લાગુ પડતી નથી.
આખા પ્રશ્નનોના મુળમા દેશનો ચાલી રહેલો ભ્રષ્ટાચાર પણ છે. દેશમા સરકારી નોકરો, વેપારીઓ અને રાજકારણીઓજ ભ્રષ્ટાચાર, અને યોગ્ય કર ન ભરવાથી કાળુ નાણુ પેદા કરેછે. જે આખરે પરદેશી બેન્કોમા પહોચી જાય છે. આથી ભારતમા મિડ્લ સ્તરે જ મોઘવારી વરતાય છે. બહારનુ આર્થિક વાતાવરણ જોઈને ભારતમા મોંઘવારી છે ઍ સાંભળીને આશ્ચર્ય જ થાય ઍવી પરિસ્થિતિ છે. આથી દેશમા ઉત્પન્ન થતી કાળા નાણાની ટંકશાલને નાથવી ઍ વિકટ પ્રશ્ન છે.ઍક વાત ચોક્કસ છે કે કાળાનાંણા ને નાથવામા ભારત જો નિષ્ફળ જશે તો દેશ આર્થિક રીતે પાયમાલ થઈ જશે.
No comments:
Post a Comment