સ્થિતપ્રજ્ઞતા
માનવી ઈન્દ્રીઓની વિષય વાસનાને લીધે માયુષ થઈ જાઇ છે અને દુઃખી દુઃખી થઈ જાય છે. બધા દૂષણોના મુળમા પણ વાસનાઑ જ છે. ગીતામા કૃષ્ણ અર્જુનને કહે છેકે તારી વાસના અને માયાઍ તને નીર્બળ બંનાવી દીધો છે. આથી તૂ તારા કર્મમાથી વિચલિત થઈ ગયો છે. અર્જુન બહુ જ દુઃખી હતો કારણકે તેણે ઍની ઈન્દ્રીયો પર કાબૂ ગુમાવી દીધો હતો. તારી ઈન્દ્રીઓજ તને મિથ્યા અભિમાન કરાવે છે કે તુ સામે ઉભેલા બધા શત્રુઓને મારી નાખવાનો છે. સત્ય તો ઍ છેકે ઍ મરેલા જ છે અને ઍમનુ મૃત્યુ નિસ્ચીત છે. તુ તો ફક્ત નિમિત માત્ર છે. આખરે કહે છે તુ સ્થિતપ્રજ્ઞ થઈ જા જેથી તારા બધા દુઃખો દૂર થઈ જશે.
સ્થિતપ્રજ્ઞતા સાગરની શાંતિમા છે કારણકે કેટલીેઓ નદીઓ ઍનામા આવી પડે છે પરંતુ ઍ સાગરને અશાંત કરી શકતી નથી. જેમ કેટલીઓ મુશીબતો યોગિની શાંતીને હણી શકતી નથી. સ્થિતપ્રજ્ઞતામા માનવી તોફાની નદીમા સ્થિર નાવ જેવી સ્થિતિ અનુભવે છે. જેવી રીતે વિચારોના વંટોળમા બુધ્ધિ સ્થિર રહે ઍ પણ સ્થિતપ્રજ્ઞતાનો ઍક દાખલો છે. જે અહંકાર, મમતા, વિકારને ત્યાગે ઍજ પરમ શાંતિ અને સુઃખ પામે છે.
બધા જ દુઃખો અને સંતાપોના મુળમા માયા, જે ઈન્દ્રીઓને કાબુની બહાર દોરવી જાય છે. આથી નિરમોહિતા જ સ્થિતપ્રજ્ઞતાનુ ઍક સ્વરુપ છે. માનવીઓ ઍ દિશામા પ્રયત્નો કરતા રહે ઍમા જ ઍમનુ હિત છે. ઍજ ગીતાનો સાર છે.
*******************************************.
No comments:
Post a Comment