કલીયુગ
મહાભારતના યુધ્ધ બાદ યુધિષ્ઠીરે ભિસ્મપિતાને પુછ્યુ હતુકે" અમારે તો યુધ્ધ જોઇતુ જ ન હતુ. અમારાપર યુધ્ધ લાદવામા આવ્યુ હતુ. આવુ શા માટે બને છે? જ્યારે નિર્દોષ અને ભલા માણસોં હેરાન થાય છે. ભિસ્મપિતાને ત્યારે ખબર ન હતી કે ઍ કલીયુગના પડછાયા હતા. આજની પરિસ્થિતિથી કોઈ પણ સદ્દ્ગ્રહસ્થ વ્યક્તિ ખુશ ન હશે ઍનુ કારણ આપણે કલીયુગમા જીવી રહ્યા છે
આપણા ઋષીમુનિઑ વીદ્વાન અને પ્રખર ભવિષ્યવેતા હતા કે ઍમણે સતયુગમા જ આવનારા ખરાબ સમયના ઍંધાન ભાખી નાખ્યા હતા. તેમણે આપણે અત્યારે જે કલીયુગમા રહિઍ છિઍ ઍનુ વર્ણન આપણા પુરાણોમા કરી નાખ્યુ હતુ. ઍમણે શ્રીમદ્ ભગવદમા જે કઈ કલીયુગ વિષે લખ્યુ છે તેમાથી આપણે પસાર થઈ રહ્યા છે. અત્યારે ઘણુ કરીને અસત્યનો અને દૃષ્ટોનો જ વિજય પ્રવર્તે છે.
શ્રીમદ્ ભાગવદમા કલીયુગના લક્ષણો સ્પષ્ટરીતે વર્ણવામા આવ્યા છે જે આજની પરિસ્થિતિ પ્રમાણે જ છે.
૧) કલીયુગમા ધર્મ, સત્ય,સ્વચ્છતા, સહનશીલતા,દયા, સ્મૃતિ,શારીરિક શક્તિ, વગેરેનો લય થશે.
૨) ઘનથી જ માણસ ઓળખાશે. ન્યાય, અને કાયદા સત્તાને આધીન હશે.
૩) ફક્ત બનાવટ અને આકર્ષણને લીધે સ્ત્રી પુરુષો સાથે રહેશે. લુચ્છાઈથી જ વેપારમા સફળતા મળશે. સ્ત્રી પુરુષની શક્તિ તેમની કામનાની નિપુણતામા જ ગણાશે. બ્રાહ્મણો ફ્ક્ત જનોઈ પહેરવાથી જ ઓળખાશે.
૪) બહારના દેખાવ પરથી માણસની આધ્યાત્મિક શક્તીનુ મૂલ્યાકન થશે. જે શબ્દોમા રમી શકશે ઍને જ .વીદ્વાન માનવામા આવશે.
૫)પૈસા વગરના માણસને અપવિત્ર માનવામાઆવશે. બાહ્ય દેખાવને ગુણ માનવામા આવશે. મૌખિક વચનો પર લગ્ન નક્કી થશે. ફ્ક્ત સ્નાન કરવાથી મનુષ્ય પવિત્ર થઈ જશે.
૬) પવિત્ર સ્થળો જળ સંગ્રાલયની નજીક લઇ જવાશે. વાળ ઓળવાની શૈલી પરથી સુંદરતા નક્કી થશે. પેટ ભરીને ખાવાનુ જ જીવનનુ ધૈય બની જશે. જે કુટુંબનુ ભરણપોષણ કરી શકે ઍને જ સશક્ત મનાશે. ધાર્મિક સીધ્ધાંતોનો ફક્ત આબરૂ જાળવવાં માટે જ ઉપયોગ કરવામા આવશે.
૭) દુનિયા ભ્રષ્ટાચારી ઓથી ભરપુર રહેશે. સત્તા ફક્ત આવા શક્તિશાળી લોકોના હાથમા ચાલી જશે.
૮) દુકાળ, આકરા કરો ને લીધે લોકો પાંદળા, કન્દમૂળ, માંસ, ફળ અને ફૂલો ખાવા પડશે. લોકોનુ જીવન બરબાદ થશે.
૯)લોકો શરદી,હવા, ગરમી, વરસાદ, અને સ્નોથી પીડાશે. લોકો ભૂખ, તરસ, વગેરેથી દુખી થશે.
૧૦) મનુષ્યનુ આયુષ્ય ૫૦ ની આજુબાજુ રહેશે.
૧૧) પોતાના વડીલોનુ રક્ષણ કરવામા લોકો નિષ્ફળ રહેશે.
૧૨) માણસો પૈસા ખાતર ઍક બીજાને નફરત કરશે, અને પૈસા માટે મિત્રો, સ્નેહીઓ, પોતાની જાતનુ બલિદાન આપવા તૈયાર હશે. ભગવાનના નામથી લોકો પૈસા ઉઘારાવશે. પોતાનુ જીવન ચલાવવા સાધુંના વસ્ત્રો ધારણ કરશે. આવા માણસો ઉચ્ચસ્થાન પર બેસી ધર્મના સીધ્ધાંતો પર પ્રવચનો આપશે.
આજે કયો યુગ ચાલે છે ઍ તો આપણે સહેલાઈથી નક્કી કરી શકિઍ ઍમ છે. તે છતા કળીયુગનો ઍક મહત્વનો ગુણ છે ઍ પણ ભૂલવો ન જોઇઍ કે " કળીયુગમા ભગવાનનુ નામ શ્રધ્ધાથી લેવાથી ભૌતિક લોકમાથી નિર્વાંણ મેળવી શકાય છે. ઍવુ પણ આપણા શાસ્ત્રઑ કહી ગયા છે.
*******************************************
No comments:
Post a Comment