Friday, January 16, 2015

ગુજરાત અને સૂર્ય ઉર્જા

                                                                                                                                                     
ગુજરાતમા સૂર્યઉર્જામાથી ઈલેક્ટ્રીક સિટી ઉત્પન કરવાના મોટા પ્રોજેક્ટો ઉભા કરવામા આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતમા સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવાનો ઍશિયામા મોટામા મોટો પ્લાન્ટ ઉભો કરવામા આવ્યો છે.
                             
                             હવે નર્મદા નદીની નહેરો પર ઍવા ઉર્જા પનલો મુકવામા આવશે જેથી જમીનનો પણ બચાવ થશે. નહેરના પાણીને સૂર્યની ગરમીથી ઉડી જતુ બચાવવામા આવશે અને સૂર્ય ઉર્જાથી ઉત્પન થનારી ઈલેક્ટ્રીક સિટી નહેરના પાણીને પમ્પોથી ઉલેચવામા મદદરૂપ થશે. તથા વધારેની ઈલેક્ટ્રીક સિટી નો ઉપયોગ ઈલેક્ટ્રીક ગ્રેડોને પણ આપવામા આવશે.
                                 ઍના અનુસંધાનમા  સરદાર નિગમ કૉર્પોરેશન દ્વારા વડોદરા નહેરો પર  ૧૦ મેગા વૉલ્ટ નો  સૂર્ય ઉર્જા  દ્વારા ઈલેક્ટ્રીક સિટી ઉત્પન કરવાની સોલર પેનાલો નાખવાંમા  આવી છે. ઍનો કુલ ખરચો ૧૮.૩ મિલિયન ડૉલર્સ અંદાજવામા આવ્યો  છે. મુદ્દરા ખાતે અદાણી પણ  ૨૫૦૦૦ કરોડનુ  સૂર્ય ઉર્જામા રોકાણ કરશે. આમ ગુજરાત  સૂર્ય ઉર્જામા આગળ વધી રહ્યુ  છે.
                                    સયુક્ત રાષ્ટ્રોના જનરલ સેક્રેટરી બાન કી  મૂને ભારતને   ૨૦૨૦ સુધીમા વિશ્વની  સૂર્ય ઉજા  શક્તિમા ૧૦% નો ફાળો નોધાવવાની અપીલ કરી છે.
                                        **********************************

Friday, January 9, 2015


પ્રવાસી ભારતીય દિવસ- ૭ જાન્યુઆરીથી ૯ જાન્યુઆરી ૨૦૧૫
                                                                        મહાત્મા ગાંધી ૧૫ મી જાન્યુઆરી ૧૯૧૫ ના દિવસે સાઉથ આફ્રિકાથી મુંબઇ ખાતે પરત આવ્યા હતા. આથી ઍ દિવસને દરેક વર્ષે ભારત સરકાર પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામા આવે છે. વિવિધ દેશો ના ભારતીય મૂળના લોકોને આમંત્રણ આપી ઍમની સાથે વિચારોની આપલે કરવામા આવે છે અને ભારતીય મૂળના લોકો કેવી રીતે ભારતના લોકોનુ જીવન સુધારવામા મદદ કરી શકે ઍના વિચારોની આપલે કરવામા આવે છે. ઍના પરિણામે ભારતના ઘણા વિસ્તારોનો કાયાપલટ થયો છે. ઘણા વિદેશી ભારતીયોઍ ઍમના પોતાના વતનના ગામડાઓને આદર્શ ગામો બનાવી દીધા છે. કેટલા ઍ વિદેશી ભારતીયો ઍ પોતાના જ્ઞાન અને ધનની મદદ ભારતની કાયા પલટ કરવામા લગાવી દીધી છે. તોકેટલાક મદદ કરવા તૈયાર છે. ઍ દેશ માટે હિતકારક છે.

                                                                      આ ૧૯૧૫નુવર્ષે ગાંધીજી ભારત પાછા આવ્યા તેનુ સતાબ્દી વર્ષ છે અને  ઍની ઉંજવણી ગાંધીનગર, ગુજરાત ખાતે રાખવામા આવ્યુ છે. જેમા વડા પ્રધાન,  ઉપરાષ્ટ્રપતિ, અને ૪૦ દેશોના પ્રતિનિધિઓ ઉપરાંત મોરીસ્યસ, ગીયાના, સાઉથઆફ્રિકા જેવા દેશોના મહાનુભાવો પણ હાજર રહ્યા છે. ૧૫ જેટલા પ્રવાસી ભારતીય મહાનુભાવોનુ સન્માન પણ કરવામા આવી રહ્યુ છે.

                                                                      સામ પીત્રોદા જેવા  પ્રવાસી ભારતીય નિષ્ણાતે તો ગામડાઓ સુધી ટેલિફોન સેવાઓ પહોચાડી દીધી છે ઍ જેવી તેવી સિધ્ધિઑ નથી. આમ ભલે ભારતીય મૂળના લોકો વર્ષોથી પરદેશમા રહેતા હોય પરંતુ પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ અન ઋણ ભુલ્યા નથી ઍવુ લાગે છે. ઍમની લાગણી અને દેશપ્રેમને આ રીતે જ રજૂ કરી શકાય.-

ક્યા છે?-
અહિઍ ડુંગરમાળાઑ છે
નદીઓના નિર્મળ.નીર પણ છે
પ્રભાત સમયે ઍજ સૂર્યોદય આ દેશમા
રાત્રી ઍ રૂપેરી ચાંદનીની છે મજા
પણ વતનની માટીની મહેક ક્યા?
ફળફૂલોથી લચકતા બગીચાઓ
અને પંખીઓના મીઠા ક્લરવો પણ છે
આલ્હાદક મૌસમ ચારેબાજુ છે
પણ વતનની સુગંધી પેલી લહેરો ક્યા?
બરફી ટોચો લાગે હીરજડીત માળા
લીલી છમ ખીણો લાગે પાથરેલી જાજમ
 પૃથ્વી પર જાણે સ્વર્ગ  ઉતર્યુ લાગે
પણ  ગંગા જમના પવિત્ર નીર ક્યા?
ભારત દેસાઈ
                                 *********************************

Tuesday, January 6, 2015


આતતાયી
                                                                                                                                                   મનુશ્રુતિમા આતતાયીનો અર્થ સમજાવવામા આવ્યો છે જે આ હળહળતા કળીયોગમા ચારે બાજુ નજરે પડે છે. તે કદીક સ્વજનો, સગાઓમા, મિત્રોમા મળી આવે છે. આતતાયી લોકો કેવા હોય છે તેનુ  વિવરણ ગણુ રસપ્રદ છે. ગીતાના પહેલા અધ્ધાયમા ઍનો અર્જુને પોતાના પ્રિય કુટુંબી  અને સગાસ્નેહીઓ માટે ઉલ્લેખ કરેલો છે. ઍમા વિષાદ અને લાગણીઓ છલકાતી નજરે પડે છે પરંતુ ઍ શબ્દની અંદર ગૂઢ અર્થ છુપાયેલો છે. અર્જુન કૃષ્ણને કહે છે કે "આતતાયી' લોકોને મારીને મારે પાપમા નથી પડવુ. ત્યારે કૃષ્ણ મનમા ને મનમા હસતા વિચારતા હશે કે " ઍ લોકો સજા અને મોતને લાયક છે."

આતતાયી ઍટલે
 આગ લગાડી લોકોને રહેસી નાખનારા
 આક્રમણ દ્વારા લોકોની વસ્તુ ઉપાડી જાણનારા
 સંપતીને લૂંટી જનારા લુટારુઓ
 આતતાયી જ કહેવાય
 બીજાની જમીનો પડાવી લેનારા
 વિષ આપિને હત્યા કરનારા
 ટુંકમા બીજાની વસ્તુ પડાવી લેનારા
 આતતાયી જ કહેવાય

                                 આવા લોકોને મારવામા  પાપ ક્યા છે. આથી અર્જુનનો વિષાદ કૃષ્ણ માટે ઉચિત ન હતો. આથી આજના આ મહાભારતમા પણ આતતાયી લોકો  જ ઍજ સજાને લાયક છે ઍમ આપણો ધર્મ સ્પષ્ટતા પૂર્વક કહે છે. આમ અર્જુનના વિષાદ યોગમા પણ સંદેશ રહેલો છે. ઍને ફક્ત કૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપે ન લેવો જોઇઍ.
                                            **********************************