Friday, January 9, 2015


પ્રવાસી ભારતીય દિવસ- ૭ જાન્યુઆરીથી ૯ જાન્યુઆરી ૨૦૧૫
                                                                        મહાત્મા ગાંધી ૧૫ મી જાન્યુઆરી ૧૯૧૫ ના દિવસે સાઉથ આફ્રિકાથી મુંબઇ ખાતે પરત આવ્યા હતા. આથી ઍ દિવસને દરેક વર્ષે ભારત સરકાર પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામા આવે છે. વિવિધ દેશો ના ભારતીય મૂળના લોકોને આમંત્રણ આપી ઍમની સાથે વિચારોની આપલે કરવામા આવે છે અને ભારતીય મૂળના લોકો કેવી રીતે ભારતના લોકોનુ જીવન સુધારવામા મદદ કરી શકે ઍના વિચારોની આપલે કરવામા આવે છે. ઍના પરિણામે ભારતના ઘણા વિસ્તારોનો કાયાપલટ થયો છે. ઘણા વિદેશી ભારતીયોઍ ઍમના પોતાના વતનના ગામડાઓને આદર્શ ગામો બનાવી દીધા છે. કેટલા ઍ વિદેશી ભારતીયો ઍ પોતાના જ્ઞાન અને ધનની મદદ ભારતની કાયા પલટ કરવામા લગાવી દીધી છે. તોકેટલાક મદદ કરવા તૈયાર છે. ઍ દેશ માટે હિતકારક છે.

                                                                      આ ૧૯૧૫નુવર્ષે ગાંધીજી ભારત પાછા આવ્યા તેનુ સતાબ્દી વર્ષ છે અને  ઍની ઉંજવણી ગાંધીનગર, ગુજરાત ખાતે રાખવામા આવ્યુ છે. જેમા વડા પ્રધાન,  ઉપરાષ્ટ્રપતિ, અને ૪૦ દેશોના પ્રતિનિધિઓ ઉપરાંત મોરીસ્યસ, ગીયાના, સાઉથઆફ્રિકા જેવા દેશોના મહાનુભાવો પણ હાજર રહ્યા છે. ૧૫ જેટલા પ્રવાસી ભારતીય મહાનુભાવોનુ સન્માન પણ કરવામા આવી રહ્યુ છે.

                                                                      સામ પીત્રોદા જેવા  પ્રવાસી ભારતીય નિષ્ણાતે તો ગામડાઓ સુધી ટેલિફોન સેવાઓ પહોચાડી દીધી છે ઍ જેવી તેવી સિધ્ધિઑ નથી. આમ ભલે ભારતીય મૂળના લોકો વર્ષોથી પરદેશમા રહેતા હોય પરંતુ પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ અન ઋણ ભુલ્યા નથી ઍવુ લાગે છે. ઍમની લાગણી અને દેશપ્રેમને આ રીતે જ રજૂ કરી શકાય.-

ક્યા છે?-
અહિઍ ડુંગરમાળાઑ છે
નદીઓના નિર્મળ.નીર પણ છે
પ્રભાત સમયે ઍજ સૂર્યોદય આ દેશમા
રાત્રી ઍ રૂપેરી ચાંદનીની છે મજા
પણ વતનની માટીની મહેક ક્યા?
ફળફૂલોથી લચકતા બગીચાઓ
અને પંખીઓના મીઠા ક્લરવો પણ છે
આલ્હાદક મૌસમ ચારેબાજુ છે
પણ વતનની સુગંધી પેલી લહેરો ક્યા?
બરફી ટોચો લાગે હીરજડીત માળા
લીલી છમ ખીણો લાગે પાથરેલી જાજમ
 પૃથ્વી પર જાણે સ્વર્ગ  ઉતર્યુ લાગે
પણ  ગંગા જમના પવિત્ર નીર ક્યા?
ભારત દેસાઈ
                                 *********************************

No comments:

Post a Comment