Tuesday, January 6, 2015


આતતાયી
                                                                                                                                                   મનુશ્રુતિમા આતતાયીનો અર્થ સમજાવવામા આવ્યો છે જે આ હળહળતા કળીયોગમા ચારે બાજુ નજરે પડે છે. તે કદીક સ્વજનો, સગાઓમા, મિત્રોમા મળી આવે છે. આતતાયી લોકો કેવા હોય છે તેનુ  વિવરણ ગણુ રસપ્રદ છે. ગીતાના પહેલા અધ્ધાયમા ઍનો અર્જુને પોતાના પ્રિય કુટુંબી  અને સગાસ્નેહીઓ માટે ઉલ્લેખ કરેલો છે. ઍમા વિષાદ અને લાગણીઓ છલકાતી નજરે પડે છે પરંતુ ઍ શબ્દની અંદર ગૂઢ અર્થ છુપાયેલો છે. અર્જુન કૃષ્ણને કહે છે કે "આતતાયી' લોકોને મારીને મારે પાપમા નથી પડવુ. ત્યારે કૃષ્ણ મનમા ને મનમા હસતા વિચારતા હશે કે " ઍ લોકો સજા અને મોતને લાયક છે."

આતતાયી ઍટલે
 આગ લગાડી લોકોને રહેસી નાખનારા
 આક્રમણ દ્વારા લોકોની વસ્તુ ઉપાડી જાણનારા
 સંપતીને લૂંટી જનારા લુટારુઓ
 આતતાયી જ કહેવાય
 બીજાની જમીનો પડાવી લેનારા
 વિષ આપિને હત્યા કરનારા
 ટુંકમા બીજાની વસ્તુ પડાવી લેનારા
 આતતાયી જ કહેવાય

                                 આવા લોકોને મારવામા  પાપ ક્યા છે. આથી અર્જુનનો વિષાદ કૃષ્ણ માટે ઉચિત ન હતો. આથી આજના આ મહાભારતમા પણ આતતાયી લોકો  જ ઍજ સજાને લાયક છે ઍમ આપણો ધર્મ સ્પષ્ટતા પૂર્વક કહે છે. આમ અર્જુનના વિષાદ યોગમા પણ સંદેશ રહેલો છે. ઍને ફક્ત કૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપે ન લેવો જોઇઍ.
                                            **********************************

No comments:

Post a Comment