દિલ્હીમાચૂટણી સુનામી
આમ આદમી પાર્ટી ઍ દિલ્હી ચૂંટણી મા ૭૦ માથી ૬૭ સીટો પર ઍનો સપાટો બતાવી આપ્યો છે. આમ આદમી પાર્ટીની આ ભવ્ય જીતને ઉધ્ધવ ઠાકરે ઍ સુનામી ગણી છે તો ઘણા ઍને બીજેપીની કેન્દ્રિય સરકારના નબળા દેખાવને જવાબદાર ગણે છે. પરંતુ મુળમા તો લોકોનો રોષ મતો દ્વારા બહાર આવ્યો છે.
બધા પક્ષો ઍ લોકોને જાત જાતની લાણીઓ ચૂટણી પૂર્વે ઍમના ચૂટણી ઢંઢેરામા કરી હતી. ઍમા આમ આદમી પાર્ટી પણ પાછળ ન હતી. પરંતુ ઍ પણ હકીકત છેકે કે લૉકૉ ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસને અજમાવી ચુક્યા છે. ઍમા ઍમને ઘોર નિરાશા મળેલી છે. કારણકે આજે દિલ્હીની હાલત સારી નથી. ગંદકી, અસલામતી, પ્રદુષણથી દિલ્હી પીડાઈ રહ્યુ છે. વીજળી અને પાણીની અછત અને મોંઘાઈ દિલ્હીને સતાવી રહી છે. ઠેર ઠેર ગંદી વસાહતો ઉભી થઈ ગઈ છે. યમુના તદ્દન પ્રદુષિત અને ગંદી વહે છે અને ઍને કિનારે રાજકીય વ્યક્તિઓનુ ક્બ્રસ્તાનો ઉભા કરવામા આવ્યા છે. આવી કરુણ સ્થિતિમા દિલ્હી છે. આથી લોકો ત્રાસી જાય ઍમા આશ્ચર્ય પામવા જેવુ કાઇ નથી. આથી લોકોેઍ હવે દિલ્હીનુ ભાવી આમ આદમી પાર્ટીના હાથમા સોપ્યુ છે. આમ આદમી પાર્ટીની પરિસ્થિતિ વિકટ છે.
આમ આદમી પાર્ટી ઍ ઍમના ચૂટણી ઢંઢેરામા ઘણા વચનો આપેલા છે ઍ પૂરા કરવામા ઘણી મુશ્કેલીઓ આવવાની છે. વચનો આપવા અને ઍને પૂરા કરવા ઍ ભગીરથ કાર્ય છે. આથી આમ આદમી પાર્ટીના વચનો નુ પૃથકરણ કરવુ જરૂરી છે. કારણકે કેટલીક વસ્તુઓ ઍમની સત્તાની બહારની છે.
૧) લોકપાલ બિલ લાવવુ.
૨) દિલ્હીને રાજ્યનો દરજ્જો અપાવવો.
૩) સ્વરાજ માટેનુ બિલ પસાર કરવુ.
૪) વીજળી બીલમા ૫૦% રાહત આપવી
૫) બીજીવીજળી કંપનીઑનો વિકલ્પ ઉભો કરવો
૬) ૨૦૦૦૦ લીટર પાણી મહિને દીલ્હીવાસીઓને મફત પૂરુ પાડવુ
૭) બે લાખ ટોયલેટ્સ પૂરા પાડવા.
૮) યમુનાને શુધ્ધ કરવી
૯) ૫૦૦ નવી સ્કૂલો અને ૨૦ નવી કોલેજો ખોલવી
૧૦) મફત ' વાઈ ફાઇ' દિલ્હીમા પૂરુ પાડવુ.
૧૧) દરેક બસ મા મહિલા સલામતી માટે ઍક ગાર્ડ રાખવા.
૧૨) ૧૫ લાખ સીસીટીવી કેમેરા લગાવવા અને મોબાઇલ ફોનનુ બટન દબાવતા જ પોલીસ સહાયની ખાતરી આપી છે.
આ બધામા ઍક વસ્તુ ધ્યાનમા રાખવા જેવી છેકે પોલીસ અને બીજી ઘણી બાબતો દિલ્હી સરકારની સત્તાની બહાર છે. આથી આપ સરકારને કેન્દ્ર સરકારના સહયોગની આવશક્યતાની જરૂર પડશે. આવા સંજોગોમા કેજરીવાલ સરકાર જે કાઇ કરી શકશે તો ઍમની કાબેલીયત ગણાશે. ઍમને આપણી શુભેચ્છાઓની પણ જરૂરીયાત છે.
***************************************
No comments:
Post a Comment