હ્યુ ઍન સાંગ,ચીની મુસાફર- ૭ મી સદીની ભારતની વર્ણ વ્યવસ્થા પર
હ્યુ ઍન સાંગા લખે છે કે ભારતમા તે વખતે ચાર જાતી વ્યવસ્થા હતી. ચાર આશ્રમઓમા જીવવાની વ્યવસ્થા હતી. કિશોર અવસ્થા, ગ્રહસ્થ અવસ્થા, વાનપ્રસ્થ અવસ્થા ( ૫૭ વર્ષે) અને સન્યાસ અવસ્થા (૭૫ વર્ષે). ઍના પ્રમાણે ઍ બધી અવસ્થાઓ વ્યહવારુ ન હતી. તે પહેલા ઋષિ વ્યવસ્થા હતી જે સર્વોપરી હતી. સન્યાસીઑ બહાર નજરે પડતા ન હતા.
ત્યાર બાદ મહાવીર અને બૌધ સમય શરૂ થયો જેના કારણે વર્ણ વ્યવસ્થા બંધ પડી ગઈ. વર્ણ વ્યવસ્થામા બે ભાગ થઈ ગયા. ગ્રહસ્થ અને સાધુ અવસ્થા. યુવાનીમા પણ લોકો સાધુ થઈ જતા ઍટલા માટે બૌધ સાધુઑઍ મઠઑ અને મોનેષ્ટ્રીઓ બનાવી. ઍમા યુવાન સાધુઓને શાશ્ત્રો વિષે અભ્યાસ કરાવવામા આવતો. નાલંદા બૌધ કાલની દેણ હતી. ત્રણ બાળકમાથી વચલાને સાધુ બનાવવો પડતો હતો. આથી બૌધ સાધુઓ વધી ગયા.
જ્યારે જૈનોમા સતત ભ્રમણ પ્રવૃતિઓ ચાલતીઍના પ્રમાણમા બૌધો ઘણા ઉદાર હતા. તેમણે જૈનો જેવા સખત નિયમો રાખ્યાં ન હ્તા. બૌધોઍ આહારમા બધી છૂટો આપી હતી તે જૈનોમા ન હતી. આથી બૌધ ધર્મ વીશ્વવ્યાપી બન્યો અને ઍને વધુને વધુ યુવાન સાધુઓ મળ્યા. આથી યુવાન બૌધ સાધુઓેઍ વધારે જ્ઞાન અને વિજ્ઞાનનો ફેલાવો કર્યો.
આમ બૌધ ધર્મનો ફેલાવો કેમ વધ્યો ઍનુ સચોટ કારણ હ્યુ ઍન સાંગે આપ્યુ. તે છતા આગળ જતા શંકરાચાર્યે હિન્દુ ધર્મનો પુનર્સ્થાન કર્યુ અને સ્થાપિત કર્યુ કે જે બૌધ ધર્મમા છે ઍના બધાજ મૂલ્યો હિન્દુ ધર્મમા છે. કાશીમા બૌધ સાધુઓ પર વિજય મેળવી ઍનુ પ્રતિપાદન કર્યુ.
****************************************