પંજાબ, પંજાબી સુબા, અને ગુરુનાનક
ભારતનો ઇતીહાસ પોતાના સ્વાર્થ, અહમ્ અને જાતીવાદથી ખરડાયેલો છે. અંગ્રેજોેઍ પોતાના સ્વાર્થ માટે આજનુ ભારતનુ નિર્માણ કર્યુ. મહાભારતના કાળમા પણ ભારતવર્ષની સરહદો આટલી પથરાયેલી હશે ઍ પણ શંકાજનક બાબત છે. મુળમાતો ભારત નાના રાજ્યોમા છવાયેલુ હતુ. આથી પરદેશીઓને આપણા પર રાજ કરવાનુ સહેલુ પડતુ હતુ. ઍક બીજાને અંદર અંદર લડાવી પરદેશીઓ ફાવી જતા હતા.
૧૯૪૭મા પણ હિન્દુ મુસ્લીમને લડાવી અંગ્રેજો ભારત અનેપાકિસ્તાન બનાવ્યુ. અંગ્રેજોની ઈચ્છા તો દલિસ્તાન બનાવી ભારતના ત્રણ ટુકડા કરવાની હતી. પરંતુ ડોક્ટર આંબેડકર જેવા નેતાઓને લીધે ઍ ત્રીજો ભાગ થતા અટકી ગયો. તે છતા ભાષવાદ, જાતિવાદના નામે ભારતમા કેટલા ઍ રાજ્યો ઉભા થઈ ગયા છે. લોકોની આકાંશાઓને પુરી કરવી ઍમા કઈ ખોટુ નથી પરંતુ ઍમાથી દેશની ઍકતાને હાની પહુચવા લાગી છે. અને પરદેશી તત્વો ઍને ઉશ્કેરી રહ્યા છે.
અકાલીઓને ખતમ કરાવા ઇંદિરા અને જૈલસિંગ દ્વારા ઉભી કરવામા આવેલી ખાલિસ્તાનની યોજનાઍ શીખો, પંજાબને અને ભારતની ઍકતાને ઘણુ નુકશાન પહોચાડ્યુ છે. ઍના અનુસંધાનમા શિખ ધર્મની રચનાનો ઇતીહાસ જોવો જરૂરી છે. શિખ ધર્મની રચના જ હિન્દુ મુસ્લિમ ઍકતા પર રચાયેલી છે. આજે પણ શિખોના કુટુંબમા ઍક પુત્રને હિન્દુ રાખવાની પ્રથા ચાલુ છે. આથી હિન્દુઓને શિખથી અલગ પાડવા મુશ્કેલ છે.
શિખ ધર્મના સ્થાપક ગુરુ નાનક શુ કહે છે ઍ જાણવુ બહુ જરૂરી છે.
૧) ઈશ્વર ઍક જ છે.
૨) સ્ત્રી અને પુરુષ સમાન છે.
૩)જંગલમા ભાગી જવાથી નિર્વાણ મળવાનો નથી.
૪) તમેજ તમારા ગુરુને શોધો.
૫) નિસ્વાર્થ રહો અને અંધશ્રધ્ધાથી દૂર રહો
૬) સાદગીમા જ સૌદર્ય છે.
૭) પ્રવાસ કરતા રહો.
૮) પાંચ દૂષણો જ જીવન ચલાવે છે. - અભિમાન, ક્રોધ,
લોભ, મોહ અને લાગણી.
હિંદૂની ગીતા ઍનાથી ક્યા જુદી બોલી બોલે છે! સત્ય તો ઍ છે કે સ્વાર્થી લોકો પોતાની ખિચડી પકાવવા માટે ભાગલા પડાવતા રહેતા હોય છે.
*****************************************
No comments:
Post a Comment