Tuesday, May 5, 2015


પરિવાર
                                                                                                                                                        પરિવાર પધ્ધતિ ઍશિયા ખંડમા ભારત અને ચીનમા ઍમની સંસ્કૃતિમા વિકસેલી છે. ભારતમાથી બુધ્ધ ધર્મ ચીન ગયેલો છે ઍટલે ચીનની સંસ્કૃતિમા પરિવાર પધ્ધતીનો સારો ઍવો વિકાસ થયેલો છે. ઍ પધ્ધતિ  રાષ્ટ્ર અને સમાજનો બોજો  ઘણે અંશે લઈ લે છે. પરિવાર જ વૃધ્ધ, વિકલાંગ, વિધવા, જેવા લોકોનો બોજો ઉપાડી લે છે. ઍ પણ સત્ય છેકે ઍ પધ્ધતીનો   હવે ધીમે ધીમે વિલય થઈ રહ્યો છે.  ઍ કારણે ઘરડા ઘર, વિધવા સહારા ઘરો અને વિકલાંગ માટેના સ્થળોની હાટ લાગી છે. અંતે નુકસાનતો સમાજ અને રાષ્ટ્રને જ થયુ છે.  પશ્ચિમમા પણ અમુક  જુનવાણી કુટુંબોમા આ પ્રથા પ્રચલીત છે, પરંતુ ઘણેખરે અંશે ઍ  ત્યા અસ્તિત્વમા નથી. આથી વૃધ્ધો અને વિકલાંગોનો બોજો સરકાર પર રહેલો છે. પરંતુ પ્રશ્ન ઍ છે કે ક્યા સુધી સમાજ અને સરકારો ઍનો બોજો ઉઠાવી શકશે?

                   અમેરીકામા નિરાધાર વૃધ્ધો, વિકલાંગો , અનાથ બાળકો, વગેરે ઍવા સમૂહોની સરકાર સારી ઍવી મદદ કરે છે. પરંતુ ઍનો બોજો વધતો જ  જાય છે ત્યારે પરીવાર પધ્ધતિની મહત્વતા સમજાય છે. ઍટલા માટે પશ્ચિમના દેશોમા આપણી પરિવાર પધ્ધતિંની પ્રસંસા કરવામા આવે છે.

                   પરિવાર પધ્ધતિના પાયામા શુ છે ઍ  જાણવુ જરૂરી છે?  પરિવારમા કોઈ લેખિત બંધારણ હોતુ નથી પણ દરેક સભ્યોમા સમજણ હોય છે. દરેક સભ્ય પોતાની જાતે જ પરિવારમા શિસ્ત જાળવે છે. દરેક સભ્યને ભરોસો હોય છે, ભય જેવી કોઈ ચીજ હોતી નથી. બીજાનુ શોષણ કરવાની વૃતિ હોતી નથી પણ સભ્યોને  ઍક બીજાને મદદ કરવાની દ્ર્ઢ લાગણી હોય છે. બધા આગ્રહ રાખવાને  બદલે ઍક્બીજાને માન આપે છે. પરિવારજનો ઍકબીજાથી દુર હોય તો પણ સબંધ ટકાવી રાખે છે. અને હંમેશા પરિવારજનોને આર્થિક, સામાજીક, તથા  શારીરિક સહાય આપતાજ રહે છે. આવી સાકારત્મક કુટુંબિક વૃત્તિ હોય તો સમાજ અને દેશને બોજો ક્યાથી રહે?  આથી  આપણી  સંસ્કૃતીઍ  આપેલી અણમોલ પરિવાર પધ્ધતિને  મજબૂત બનાવવાની સમયની માંગ છે.
                                          **************************************************

No comments:

Post a Comment