હિન્દુ સંસ્કૃતિનો પ્રભાવ
હિન્દુ ધર્મનુ નામ સીંધુ નદી પરથી આવ્યુ છે. સીંધુ નદીના .પશ્ચિમ તરફ હિન્દુ સંસ્કૃતિનો જબરજસ્ત પ્રભાવ વધતો રહ્યો હતો. હિન્દુ ઍક ધર્મ કરતા જીવન જીવવાની પધ્ધતિ બની રહી. ઍમા વિવિધ કળાઓના અને વિચારોના વિકાસને પણ મહત્વ આપવામા આવ્યુ છે. આથી હિન્દુ સંસ્કૃતી ઍ કેટલા ચીંતકો, વીદ્વાનોના પ્રદાનથી બનેલી સંસ્કૃતી છે.
બુધ્ધ, જૈન, શિખ ધર્મોના પાયામા હિન્દુ વિચારધારાના મૂળિયા છે. હિન્દુ ધર્મનો કોઈ સ્થાપક છે કે પછી ન કોઈ ઍનો સંચાર કરનાર સંસ્થા છે. ઍટલા માટે જ ઍને સનાતન ધર્મ માનવામા આવે છે.
હિન્દુસ્તાન ઍ વધારેમા વધારે હિન્દુ વસ્તીવાળો દેશ દુનિયામા નથી કારણ કે હિન્દુઓની વસ્તી ૮૦.૫% છે જ્યારે નેપાળમા હિન્દુઓની વસ્તી ૮૩.૩%. છે. તે છતા ભારતમા આશરે ૮૦ કરોડ હિન્દુઓ વસે છે. ભારત ઉપરાંત હિન્દુ ધર્મનો પ્રભાવ નેપાળ, બંગલા દેશ, માઇયૂનમાર,(બર્મા), માલાયા, કોમ્બાડિયા, થાઇલૅંડ. ઈંડોનેશિયા અને બીજા દક્ષિણ ઍશિયન દેશોમા છે.
ભારતમા ૧૦૮૦૦ જાણીતા મંદિરો છે પરન્તુ ઍ જાણીને આશ્ચર્ય થાઇ છે કે મોટામા મોટુ હિન્દુ મંદિર કોંબોડિયામા છે. તાજેતરમા જ દરિયામા ડૂબી ગયેલુ હિન્દુ મંદિર ઈંડોનેશિયામા મળી આવ્યુ છે. માલાયામા સુબ્રમણિયામ સ્વામી નુ ઉંચામા ઉંચુ સ્ટૅચ્યૂ છે. સમુદ્રમંથનનુ સ્ટૅચ્યૂ થાઇલૅંડના સુવર્ણભૂમિ ઍરપોર્ટની બહાર ઉભેલુ છે.
ચીનને માર્શલ આર્ટ ઍ ભારતની ભેટ છે. યોગા, ડેસિમલ સિસ્ટમ, જીરો, (૦), લગ્ન વ્યવસ્થા, વાસ્તુ શાશ્ત્ર, આર્યુવેદ, નક્ષત્ર શાશ્ત્ર, કૉસમિક ઍનર્જી, ઍ હિન્દુ સંસ્કૃતિની દેણ છે.
અમેરિકન પ્રમુખ ઓબામા હનુમાનનુ નાનુ પ્રતીક ઍમના ખીસામા લઈને ફરે છે, કારણકે ઍને ઍ શક્તીનુ પ્રતીક સમજે છે ઍપલના સ્થાપક સ્ટીવ જોબને પણ હિન્દુ સંસ્કૃતિમા ઘણી શ્રધ્ધા હતી ઍટલા માટે ઍમણે ભારતની મુલાકાત લીધી હતી અને ફેસ બૂકના સ્થાપક માર્કને આધ્યામિકતા અને શાંતિ માટે કૈન્ચીધામ મંદિર, ઉત્તરાખંડની મુલાકાત લેવા સલાહ આપી હતી. આજ બતાવે છે કે આદિકાળથી તે આજ સુધી હિન્દુ સંસ્કૃતિનો પ્રભાવ વિશ્વ વ્યાપી રહ્યો છે.
**************************************
No comments:
Post a Comment