દેશ ચલાવવા માટે ઉત્તમ નેતાગિરીની જરૂર હોય છે. ઉત્તમ લોકો હોય શ્રેષ્ટ બંધારણ હોય પરંતુ નેતા જો નીર્બળ હોય તો દેશની અધોગતિ થાય છે. ઍટલે ઍક વાત બહુ જ પ્રચલિત બની છેકે ' જ્યારે રોમ બળતુ હતુ ત્યારે રોમન સમ્રાટ નિરો ફ્યૂડલ વગાડતો હતો.' ઍટલે કે દેશનો નાશ થઈ રહ્યો હતો ત્યારે રાજા બેદરકારી પૂર્વક આયાશીમા મશગૂલ હતો આ વાત નેતાગીરીને પણ લાગુ પડે છે.
કૃષ્ણની નેતાગીરીઍ પાન્ડવોને જીત અપાવી. સિજ઼રને લીધે રોમનો વિશ્વ વિજેતા બન્યા. નેપોલીયનની નેતાગીરી નીચે ફ્રાન્સે મહાનતા પ્રાપ્ત કરી.આધુનિક યુગમા પણ લેનિન અને માત્સે તુન્ગ ની સફળ આગેવાની ને લીધે રશિયન અને ચીનની ક્રાંતિ સફળ રહી. અબ્રાહમ લિંકનના નેતૃત્વ નીચે ગુલામી પ્રથા અમેરીકામાથી નાબૂદ થઈ શકી. ગાંધીજીની મજબૂત આગેવાની નીચે ભારત સ્વતંત્રતા મેળવી શક્યુ. આ બતાવે છૅ કે સબળ નેતૃત્વ જ કોઇ પણ દેશની સફળતાના મુળમા હોય છે.

સબળ નેતા માટે અમુક ગુણોની પણ આવશક્યતા હોય છે. જેવાકે-
૧) તેઓ સમય વેડફતા નથી અને પોતાના નિર્ણયો માટે ખેદ અનુભવતા નથી.
૨)પોતાને મળેલી સત્તાને વેડફી નાખતા નથી.
૩) તેઓ સમયને ઓળખીને ચાલે છે.
૪) તેઓ પોતાની સત્તા બહારની વસ્તુઓ પર ધ્યાન આપતા નથી.
૫) બધાને ખુશ કરવા માટે ચિંતા કરતા નથી
૬) ગણતરી પૂર્વકના નિર્ણયો લેવામા માને છે.
૭) ભૂતકાળને વાગોળવા કરતા ભૂતકાળમાથી શીખવા પ્રયત્ન કરે છે.
૮) ઍકની ઍક ભુલ વારે ઘડી કરતા નથી.
૯)બીજાની સફળતાને સરળતાથી સ્વીકારી લે છે.
૧૦) નીડર હોય છે. ડર જેવો શબ્દ ઍમની ડીક્ષનરી મા હોતો નથી.
૧૧) ઍમને દુનિયા પાસે કોઈ અપેક્ષા નથી.
આવા ચરિત્રવાળા નેતાઓ જ સફળતાને વરતા હોય છે અને દરેક રાષ્ટ્રો આવા વિચિક્ષણ નેતાની તેમના ઉધ્ધાર માટે રાહ જોતા હોય છે.
****************************************
No comments:
Post a Comment