સંસારનો સાર
ઍક્વાર સ્વામી ચિન્મયાનન્દે ઍમના પ્રવચનમા ક્હ્યુ કે આજીવનમા દરેકે બની શકે ઍટ લી મદદ જરૂરીયાત જનોને કરવી જોઇઍ. ત્યારે ઍમને ઍક શ્રોતાઍ પુછ્યુ ' જે લોકો અમારી પ્રગતિની વચમા આવ્યા હોય ઍમને મદદ શા માટે કરવી?' સ્વામીજી ઍ તર્ત ક્હ્યુ' ઍ લોકો છે તો તમારી સફળતાની કીમત છે. માટે તમારે ઍમને મદદ કરવી જોઇઍ.' ટૂકમા સફળ માનવીઓઍ જરૂરીયાત મન્દો ને સહાય કરવી જોઇઍ.
કબીરતો અભણ પણ જ્ઞાની હતા. મોટા માણસનો શુ અર્થ છે જે બીજાને મદદ ન કરે? ઍમણે ઍમના દોહામા કહ્યુ છે કે 'બડા હુઆતો ક્યા હુઆ, જૈસે પેડ ખજુર, પંથી કો છાયા નહી, ફળ લાગે અતી દુર.'
જીવનમા ઘણા લોકો દુખમા જભગવાનને યાદ કરે છે. સુખમા પ્રભુને ભૂલી જાય છે. આથી દુખ અસહ્ય થઈ જાય છે. કબીર ઍટલા માટે કહે છે ' દુઃખમે સુમરન સબ કરે, સુખમે કરે ન કોય. જો સુઃખમે સુંમરીન કરે, તો દુઃખ કાહે હોય?
બીજુ જીવનમા જેવી દ્રષ્ટી તેવી દુનિયા તમને નજરે આવે છે. ઍટલે આપણી દ્રષ્ટિને સકારાત્મક રાખવી ઉચિત છે. ઍ બાબતમા કબીરનુ કહેવુ છે કે 'બુરા જો દેખન મે ચલા, બુરા ન મિલિયા કોઈ. જો દિલ ખોજા અપના, મુજાસા બુરા ન કોઈ.
સારા અને ખરાબ દિવસો તો જીવનમા આવ્યા જ કરે, પરંતુ દરેક પીડિત પર કરુણા અને દયા રાખવી જરૂરી છે. આપણે પણ ક્યારે બુરી દશામા આવી પડીઍ ઍ વિષે આપણ ને પણ ખબર નથી. ઍ બાબતમા કબીર સચો ડ શબ્દોમા કહ્યુ છે ' માટી કહે કુંભારકો તૂ કાયે રોંધે મોય,, ઍક દિન ઐસા આયેગા, મે રોંધે તુય. 'આવુ અસામાન્ય જ્ઞાન અભણ વણકરમા હતા.
ઍટલે જ્ઞાન બાબતમા પ્રકાશ પાડતા ઍ આગળ કહે છે ' પોથી પઢકર જગ મુઆ, પંડિત ભયા ન કોય. ઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોય.' વાંચવાથી ફક્ત જ્ઞાન આવતુ નથી સાથે સાથે પ્રેમ પૂર્વક સમજીને વાંચવુ જરૂરી છે.
કબીર હિન્દુ હતા કે મુસલમાન હતા. કોઈ ને ખબર નથી. પરંતુ ઍમને ઉછેરવામા મુસ્લિમ ગરીબ વણકર હતો. તેઓ હિન્દુ શાશ્ત્રઓની ભાષા બોલતા હતા. સાઇ બાબા નૉ પણ ઉછેર પણ ઍક મુસ્લિમે કર્યો હતો પણ ઍમની ઉપદેશિક ભાષા હિન્દુ ફિલોસોફી પર આધારિત હતી. આજ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે.
***********************************************