Monday, March 14, 2016

ગુજ્જુઓ શા માટે  ઈર્ષાના ભોગ બન્યા છે?
                                                                  ગુજરાતીઓને મજાકમા ગુજ્જુભાઇ કહીને બોલાવવામા આવે.  શા માટે? ઍના કારણો જાણવા માટે બહુ દૂર જવુ  પડે  જવુ પડે ઍમ નથી. ગુજરાતીઓ મુળથી જ વેપારી અને સાહસિક પ્રજા છે. પોતાનો રસ્તો પોતાની રીતે શોધી કાઢે છે.
૧) ૨૦૦૧ મા  ભયંકર ધરતીકંમ્પ કચ્છ અને ગુજરાતમા આવ્યો હતો અને લોકોને ઍમ કે ગુજરાત હવે બેઠુ નહી થઈ શકશે. પરંતુ થોડા સમયમા જ ગુજરાત રાજ્ય અને કચ્છ જીલ્લો  ઍકદમ વિકસીત બની ગયા. ૨૦૦૨ ના હૂલ્લડો બાદ ગુજરાતમા શાંતિનો ભંગ થયો. લોકોને હતુકે ગુજરાતમા અસલામતી વધી જશે પણ ૨૦૦૨ પછી કોઈ પણ હૂલ્લડો થયા નથી. સ્ત્રી સલામતીની બાબતમા દેશમા ઉંચ નંબર પર છે. અમદાવાદ ૨૦૧૦મા તો આખા  ઍશિયીયામા જડપથી વિકસતુ  શહેર બની ગયુ હતુ.  આ બધી ઈર્ષાની બાબત નથી?
૨) દુનિયાની કોઈ પણ ખૂણે તમને ગુજરાતી મળશે. તેમની કમાણીના કરોડો રૂપિયા ગુજરાતમા  થલવાઇ રહયા છે. દુનિયાને ખૂણે ખૂણે સ્વામીનારાયણ ના મંદિરો બાંધીને  ગુજરાતીઓે ઍ ભારતીય સંસ્કૃતી અને કલાનો પ્રચાર કર્યો છે. અમેરીકામા પટેલો ઍ પોતાની મોટેલ રૂમોમા શ્રીમદ્ ભગવદ ગીતાની કૉપીઑ  રાખવાની હિમ્મતો રાખી ચૂક્યા છે.
૩)  ગુજરાતીઓ  વિશ્વના ૯૦% હીરાના પૉલિશ કરવાના વેપાર પર  પ્રભુત્વ ધરાવે. આથી ઍ હિરાઓને સ્પર્શ કરનારા વિશ્વ નાગરિકો ઍની ચમક અને સુંદેરતા જોઈને ગુજરાતીઓને બિરદાવતા હશે. ઍ જોઈને  સ્વભાવિક રીતે ઈર્ષા થાય ઍમા કઈ આશ્ચર્ય પામવા જેવુ નથી.


૪) ગુજરાતમા દારુબન્ધી, અને રાજ્ય શાકાહારી પણ છે.  અમેરિકાના અશ્વેત નેતા માર્ટિન લુથેર કિંગ અને આફ્રિકાના નેલ્સન મંડેલાના ગુરુ મહાત્મા ગાંધીની ગુજરાત જન્મ અને કર્મભૂમિ છે.  તથા ભારતને બે પ્રધાન મંત્રીઓ મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદીની ગુજરાત જન્મ અને કર્મભૂમિ પણ છે.




૫)  ગુજરાતે  ધીરુભાઇ અંબાણી, આજીમ પ્રેમ જી, વિક્રમ સારાભાઈ. સામ પિત્રોદા. હોમી ભાભા,  ટાટા, સુનિતા વિલિયમ,વાડીયાસ, જેવી વિશ્વ વિખ્યાત વ્યક્તિી ઓની ભેટ પણ આપી છે.
                                                                  આથી જો  ગુજરાતીઓને ગુજ્જુભાઇ કહેવામા આવતા હોય અને કેટલાકને ઈર્ષા થતી હોય તો દરેક ગુજરાતીને ગર્વ  થવો  જોઈ ઍ.
                                      ***************************************
 

No comments:

Post a Comment