'ભારત માતાકી જય'
જે ધરતી પર જન્મ લીધો હોય, અને જ્યા આપણામા સંસ્કારોનુ સિંચન થયુ હોય, ઍવી ધરતી કે જેના ઉદરમા ઉગેલા અનાજે પોષણ કર્યુ હોય ઍવી ધરતી માતા કે ભારત માતાની જય બોલાવવામા શુ વાંધો હોય શકે? ભલે પછી ઍને તમે તમારી રીતે જય બોલાવો જેમકે' જય હિંદ', 'જય હિન્દુસ્તાન', 'જય ભારત', ઍમા શુ ફર્ક પડે છે.
આવી નાની બાબતમા કેટલાક લોકોઍ ઉપાહોહ મચાવી મૂક્યો છે. ઍક મુસ્લિમ નેતાઍ તો 'ભારત માતાકી જય 'બોલવાનો નન્નો પારખાવી દીધો છે. ઍક હિન્દુ નેતાઍ નહી બોલનારાઓના માથા વાઢી નાખવા સુધીની વાત કરી નાખી છે. કેટલાક ધર્માન્ધોઍ તો નહી બોલનારાઓને દેશની બહાર ફેકી દેવાની વાત કર્રી છે. આ બધી વ્યર્થ નારાબાજી છે.
મહત્વની વાત ઍ છે કે દેશભક્તિના નારાઓ લગાવવાથી દેશ ભક્તિ આવી જતી નથી. ઘણીવાર દેશભક્તિના નારાઓ લોકોને ઉશ્કેરવા માટે અને પોતાનુ હીત સાધવામાટે હોય છે. નારા બાજીથી દેશમા દેશભક્તિ ઉત્પન થતી નથી.
દુનિયામા અમેરિકા. જાપાન, જર્મની, જેવા દેશોમા નારા લગાવવા કરતા તેમના આચરણ દ્વારા દેશને મહાન બનાવે છે. આથી નારાબાજી કરતા દેશના, નાગરિકોમા, ઉચ્ચ ચરિત્ર, નાગરિકતાની ઉચ્ચ ભાવનાઓ, અને દેશ પ્રત્યેની ફરજની સભાનતા જ દેશમા દેશભક્તિ લાવી અને દેશને મહાન બનાવે છે.
ભારતમા આપણે વર્તમાન કરતા ભૂતકાળને વાગોળીઍ છીઍ. જેમકે' ભારત મહાન છે'. બધાને ખબરછે કે ભારત અત્યારે મહાન નથી કારણકે ભારતમા આદર્શ નાગરિકતા નથી. આપણા દેશના ચરીત્રનુ અધપતન થયુ છે. પ્રામાણિકતાનો અભાવ અને ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યો છે. તે ઉપરાંત ૭૦% લોકો હજુ ગરીબીમા સ ડી રહ્યા છે.
આ બધી વસ્તુઓની દૂરસ્તી કરવાની જરૂર છે. આ બધુ બરાબર થઈ જશે તો દેશભક્તિ આપોઆપ આવી જશે. લોકો પાસે 'ભારત માતા કી જ્ય 'બોલાવવાની જરૂર નહી પડે ઍ અંદરથી બહાર આવશે. જે દેશમા બધુ બરાબર હોય તે દેશના લોકો ઍમના દેશ માટે ગર્વ અનુભવે છે.અમેરિકનો આજે ગર્વથી કહે છે ' અમારુ અમેરિકા મહાન છે'. ટૂકમા ભારતમા લોકો ઍમની આશક્તિઓને દૂર કરવાને બદલે ઍમની શક્તિ ખોટી દિશામા વાપરી રહ્યા છે.
***************************************************