વલ્લભી વિદ્યાપીઠ
ગુજરાત પૂરાણિક સમયથી ધર્મ,સંસ્કૃતી, વેપાર ઉદ્યોગનુ કેંદ્ર રહયુ છે. ઍ આધ્યાત્મિક ગુરુઓ અને સંતોની ભૂમિ રહી છે. ભારતના ઍવા કોઈક જ સંત હશે જેણે ગુજરાતની પુણ્ય ભુમીની મુલાકાત ન લીધી હોય. ભગવાન કૃષ્ણે જ્યારથી દ્વારીકામા વાસ કર્યો ત્યારથી ગુજરાત પુણ્ય ભૂમિ બની ચૂકી છે. દયાનંદ સારસ્વતીથી માંડીને તે સહજાનંદ સ્વામી અને કબીરથી તે સ્વામી વિવેકાનંદે પણ ગુજરાતની ભૂમિને પાવન કરેલી છે. ઇતીહાસના પાના પર મોટા સમ્રાટો, શાહેનશાઓ અન રાજાઓ પણ ગુજરાતની સમૃધ્ધિ પર આફરીન હતા. ભૌતિક સમૃધ્ધિ સાથે પ્રાચીન કાળમા પણ ગુજરાત વિદ્યાનુ પણ ધામ હતુ. તક્ષશિલા અને નાલંદા કક્ષાની વલ્લભીપુર વીદ્યાપીઠ પણ હતી. ઍમા ૮૦૦ શિક્ષકો અને ૬૪૦૦ વિદ્યાર્થી શિક્ષણ લેતા હતા.
વલ્લભી વીદ્યાપીઠની સ્થાપના ત્રીજી સદીમા સમ્રાટસ્કંદગુપ્તના વખતમા વલ્લભીપુર ખાતે થઈ હતી. વલ્લભીપુર અમદાવાદથી ૧૬૦ કીલોમીટરના અંતરે ભાવનગર જીલ્લામા આવેલુ છે. વીદ્યાપીઠનો ઉલ્લેખ સ્કન્દ પુરાણ અને પાણીની ઍ ઍના પુસ્તકમા પણકરેલો છે. ચીની પ્રવાસી જિયાન જંગે ૬૪૭ મા વલ્લભીવિદ્યાપીઠની ભવ્યતા અને સમૃધ્ધિના પ્રસંસા કરી છે. તે વખતે વલ્લભીવિદ્યાપીઠ બૌધ્ધ ધર્મ નુ અગત્યનુ અભ્યાસી સ્થળ હતુ. ઍવુ કહેવાય છે કે રાજકર્તાના ધર્મ પ્રમાણે વીદ્યાપીઠમા તે ધર્મ નુ ચલણ રહેતુ. પરંતુ ઍ વીદ્યાપીઠ હિન્દુ જૈન અને બૌધ્ધ ધર્મના અભ્યાસનુ અગત્યનુ સ્થળ હતુ.
વલ્લભીપુર નામ સાથે વલ્લભ ઍટ લે કૃષ્ણ સાથે સબંધ હોય ઍવા કોઈ ઇતિહાસીક પુરાવા નથી પરંતુ ઍ સુતરનુ મોટુ વેપારિક કેન્દ્ર હતુ. આથી વલ્લભીપુર નામ વલહિ સુતર પરથી આવ્યુ હશે ઍમ માનવામા આવે છે. વલ્લભીપુરનો નાશ દરિયાના પાણી ફરી વરવાથી થયુ ઍમ માનવામા આવે છે. તે ઉપરાંત જમીનના પાણી પણ ખારા થઈ ગયા હશે. તેથી લોકો પણ સ્થળ છોડી ગયા હશે.
વલ્લભીપૂરને ફરીથી શિક્ષણનુ ક્ષેત્ર બનાવવા માટે ત્યાના સમૃધ્ધ હીરાના વેપારીઓ પ્રયત્ન કરી રહ્યા છે. વલ્લભીપુરમા ૧૦૦૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકે ઍવી સંસ્થા ઉભી કરવા માંગે છે. અને વલ્લભીપુર વીદ્યાપીઠની સમૃધ્ધિ પરત લાવવા માંગે છે.
****************************************
No comments:
Post a Comment