Tuesday, April 12, 2016


સ્વર્ગ અને નર્ક
                                 કૃષ્ણે અર્જુનને ગીતામા કહ્યુ છે કે 'પ્રારબ્ધ માનવીના જીવનમા અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ કર્મો જ માનવીનુ પ્રારબ્ધ ઘડે છે.'સારા કર્મો સારુ પ્રારબ્ધ અર્પે છે અને ખરાબ કર્મો ખરાબ નસીબનુ નિર્માણ કરે છે. આથી આત્માનીશાંતિ અને અનંત સુખ જ જીવનને સ્વર્ગમય બનાવે છે, જ્યારે માનસિક  અને શારીરિક સંતાપ જ માનવીના જીવનને નર્કમય બનાવી મૂકે છે. ઍમા સકારત્મક જીવન દ્રષ્ટી જ સ્વર્ગનો આભાસ કરાવી શકે છે.
                                                                       ઘણા માને છે કે મૃત્યુ બાદ માનવીના કર્મ પ્રમાણે સ્વર્ગ કે નરક મળે છે પરંતુ મૃત્યુ બાદ માનવીના આત્માનુ શુ થાય છે ઍ કોઈ છાતી ઠોકીને કહી શકે ઍમ નથી. પરંતુ તમે માનવીને જે રીતે માનસિક અને શારીરિક રીતે મજા કરતા કે દુખી અન સંતાપ અનુભવતા જુઓ છો ત્યારે ઍવુ લાગે છે કે સ્વર્ગ અને નરક અહિઍ જ છે. ઍના માટે મૃત્યુ સુધી રાહ જોવાની જરુર નથી.

                                                                       વિજ્ઞાન પણ કહે છે કે તમારા કૃત્યના પ્રત્યાઘાત ઍટલી જ ગતિથી સામી દિશામા પડે છે. આથી ખરાબ માનસિક કે શારીરિક કર્મોના ફળો ભવિષ્યમા માનસિક કે શારીરિક રીતે ઍક કે બીજા સ્વરૂપે ભોગવવા જ પડે છે. શારીરિક વ્યાધીઓ તો જોઈ શકાય પરંતુ માનસિક સંતાપ તો જોઈ શકતુ નથી. અને ઍ માનસિક સંતાપો માનવીના જીવનને નર્કમય બનાવી શકે છે. જીવનના બધી જાતના સુખો જો સ્વર્ગ હોય તો સંતાપો અને વ્યાધીઓ નર્ક સમાન  ગણાય.
                                                                        પૃથ્વી પરનુ સ્વર્ગ સંસારી સુખો અને કુદરતમા માણી શકાય છે જ્યારે કુદરતી આફતો અને સંસારી આફતોમા ઘણીવાર નર્કની બદબૂ આવે છે. આથી સ્વર્ગ અને નર્ક  અહી જ છે.   તમારી પાસે કુદરતને જોવાની દ્રષ્ટી હશે તો ઍમા પણ તમને સ્વર્ગ દેખાશે .

  પૃથ્વીનુ સ્વર્ગ
ઉંચા ઉંચા પર્વતો પર સફેદ ચાદર  છાયેલી હતી
ઍમાથી પાણીની ધારાઓ  નીચે પટકાતી હતી
ચારે બાજુ પાણી પાણી થઈ ગયુ અને તળાવ રચાઈ ગયુ
ઍ દ્રશ્ય જોઈને મને પળભર થયુ, જાણે સ્વર્ગ પૃથ્વી આવી ગયુ.

 અને પછી-
પેલા તૂટેલા ઝુપડાઓ જોયા, ઍમા ફરતા હાડપિંજારો જોયા
પેલા ઉકરડાઑમાથી સ્વાન, ઉંદરડા અને બેહાલ બાળકોને ખાતા જોયા
હુદય મારુ ફફડી ઉઠ્યુ કે આતે  કેવુ મે દ્રશ્ય જોયુ
જાણે  નર્ક પૃથ્વી પર ઉતરી આવ્યુ.


                                                              **************************************

No comments:

Post a Comment