નેહરુ વંશાવળી અને લત્તે લત્તે નામાવલી
નરેન્દ્ર મોદી સત્તામા આવ્યા ત્યાર થી ઍક સુત્ર જોશમા અમલમા મુકવામા આવ્યુ છેકે કોંગ્રેસ વિહીન ભારત. આમતો કૉંગ્રેસ ઍટલે અત્યારે તો નહેરૂ કટૂંબ જ સામે આવે છે. આમ પણ જુઓતો કોંગ્રેસે નેતાગીરીમા તો દેવાળુ કાઢેલા જેવી સ્થિતિ છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને હવે પ્રિયંકા ગાંધી જેવી મૉટી માછલીઑને કોંગ્રેસ નામના તળાવ માથી કાઢીલો તો બધી સત્તા ભૂખી બાકીની માછલીઓ આપો આપ જ મરી જાય અને બીજા કોઈને કઈ કરવાનુ ન રહે. ઍટલા માટે કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ નહેરૂ વંશની જ ગુણ ગાથા ગાયા જ કરે છે.
મોદિજી માટે બે મુશ્કેલ વસ્તુઓઍ છેકે હજારો નેહરુવંશના નામો હટાવી દેશના બીજા યોગ્ય નેતાઓને પણ સ્થાનો, પુલો, રસ્તાઓ, ઍરપોર્ટ, પોર્ટ, અને શિક્ષણીક સંસ્થાઓમા નામ જોડાવી તેમને ન્યાય અપાવવો. અને બીજુ કાર્ય નહેરૂ વંશે વર્ષોના તેમના રાજ્ય દરમિયાન તેમના માણસોને અગત્યના સ્થાનો પર બેસાડી દીધા છે ઍની જગ્યાઍ પરિવર્તન માટે બીજા યોગ્ય માણસોને બેસાડવા. આ બંને વસ્તુઓનો અમલ કરવા જતા ઍમની સામે વિરોધ અને કોલાહલ નો સામનો કરવો પડે છે.
ગાંધી અને સરદારનુ નામો ગણાય ઍટલી જગ્યા ઍ હોઈ શકે પરંતુ નેહરુ વંશની નામાવલી ગણવી પણ મુશ્કેલ છે. મુળમા તો ભારતના ઇતિહાસના મોટા નામો જેવાકે શિવાજી, રાણા પ્રતાપ, લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્ણ ગોખલે, રવીન્દ્રનાથ ટાગૉર, કસ્તુરબા, આંબેડકર, રાની લક્ષ્મીબાઇ, મૌલાના આજાદ જેવાને પણ અન્યાય થયો હોય ઍવુ લાગે છે.
નહેરૂ ગાંધી વંશના નામ પર-
૧) ૬૦૦ સરકારી યોજનાઓ
૨) ૯૪ શિક્ષણિક સંસ્થાઓ અને વિશ્વ વિદ્યાલયો
૩) ૫૧ અવૉર્ડ ઑ
૪) ૩૯ આરોગ્ય કેન્દ્ર, અને હોસ્પિટલો
૫) ૧૫ સ્કૉલરશિપો
૬) ૧૫ રાષ્ટ્રીય, અન આંતર રાષ્ટ્રીય મ્યુસિયમો
૭) ૬૮૬ જિલ્લાઓમા, અને ૭૧૫૭ શહેરોમા ઑછામા ઑછી ઍક સોસાયટીઓ નહેરૂ/ ગાંધી વંશના નામ સાથે સંકળાયેલી છે.
આ આંકડાઓ પરથી નથી લાગતુ કે ક્યાક્ કેથે અતિરેક થઈ ગયો છે.
*****************************************
No comments:
Post a Comment