સ્વતંત્રતા
ભારતનો સ્વાતંત્ર દિવસ ૧૫ મી ઑગસ્ટના દિવસે આવે છે અને ઍ 70 મો સ્વાતંત્ર દિવસ હશે. આપણે સ્વતંત્રતો થયા છે પરંતુ માનસિક રીતે સ્વતંત્ર નથી થયા. આથી આપણે બાહ્ય રીતે દેશભક્તિ તો બતાવીઍ છીઍ પરંતુ આપણા રગેરગમા દેશભક્તિ કેટલી વહે છે ઍ શંકાની બાબત છે. શંકા ઍટલા માટે થાય છેકે ઍક દેશના નાગરિક તરીકે આપણે કેટલા જવાબદાર છે ઍ ચર્ચાનો વિષય છે.
બેજવાબદારીના ચિંહો આપણી સામાજીક જીવનમા દેખાઈ રહ્યા છે. ચારે બાજુ ગંદકી, અને પાનની પિચકારીઓના ચિતરામણ સામાન્ય વસ્તુ બની ગઈ છે. કાયદાઓ પાળવા પ્રત્યેનો અભાવ, અને કાયદાઓના ચુગાલમાથી કેવી રીતે ભ્રષ્ટાચાર દ્વારા નીકળી જવાની વૃતિ હવે સામાન્ય વસ્તુ બની ગઈ છે. ઍ ઉચ્ચ નાગરિકતાની નિશાની નથી, સામાજીક જીવનમા ચરિત્ર, અને નીતિમત્તાને મહત્વ કરતા પૈસા અને સત્તાને વધારે મહત્વ આપવામા આવે છે. આથી ભ્રષ્ટાચાર અને અનીતિ વધી ગઈ છે. આપણને સ્વતંત્રતા તો મળી ગઈ પરંતુ લોકો સૂરાજ્ય માટે વલખા મારી રહ્યા છે. જેવુ રાષ્ટ્રનુ ચરિત્ર ઍવુ રાજ્ય બની રહયુ છે. સારા માણસો પર રાષ્ટ્ર ચાલે છે પરંતુ ઍ અપવાદ ન હોવુ જોઇઍ.થોડા નહી પણ બહુમતી લોકો સારા બને ત્યારે જ રાષ્ટ્ર ઉપ્પરઆવે ઍવા દાખલાઓ પણ મોજુદ છે. આથીગાંધીજીનુ સૂરાજ્ય ભારતમા હજુ આવ્યુ નથી. ઍના અનુસંધાનમા સ્વાતંત્ર સૈનિકોની વેદના દર્શાવતી થોડી પંકતીઓ-
કેવી રીતે મળી સ્વતંત્રતા---
કેવી રીતે મળી સ્વતંત્રતા ઍનો આજ ખ્યાલ ન આવે
કેટલી માતાઓના ખોળા થયા સૂના ઍનો ખ્યાલ ન આવે
તમને મળી આબાદી, પુરી કરવાની બધી ખ્વાવિશ
ઉચા મસ્તકે ફરવાની ખુમારી ક્યાથી આવી તેનો ખ્યાલ ન આવે?
કેવી રીતે મળી સ્વતંત્રતા---
પરતંત્ર હતા તો મૂંગે મોઢે અન્યાય સહન કરતા હતા
સ્વતંત્રતાને કારણે અનાચારીઓ ખુલ્લા પડી રહયા આજે
દેશનુ નામ રૉશન કરવાની હોશ ક્યાથી આવી?
કેવી રીતે મળી સ્વતંત્રતા ઍનો ખ્યાલ ન આવે
કેવી રીતે મળી સ્વતંત્રતા ---
લાખો લોકોની નિશ્વાર્થ કુરબાનીઑ સાથે કેટલી જિંદગીઓ બરબાદ થઈ
જેલની કાળી કોટડીઓમા કેટલી જિંદગીઓ વીતી ગઈ
ત્યારે આ મહામૂલી સ્વતંત્રતા મળી
ઍનો આજે ખ્યાલ ન આવે
કેવી રીતે મળી સ્વતંત્રતા---
ભારત દેસાઈ
*************************************
No comments:
Post a Comment