વશિષ્ટ જીવન કે પછી વયસ્થ જીવન
વશિષ્ટ નાગરિક અને વયસ્થ નાગરિકનો તફાવતમા બહુજ પાતળી રેખાઓ હોય છે. બધા વયસ્થ નાગરિક વશિષ્ટ નાગરિક બની શકતા નથી. લોકોનો નિવૃતિનો અર્થ જ કેવો સમજે છે, ઍના પર ઍનો આધાર રહેલો હોય છે.
નિવૃત્તિ ઍટલે વખતને વેડફતા રહેવુ. બધી ચાલુ પ્રવૃત્તિઓ બંધ કરી દેવી. ગપ્પાઑ મારતા રહેવુ ઍવો અર્થ કરો તો વશિષ્ટ નાગરિક બનવુ મુશ્કેલ છે. હા ઍવી શિથિલ જીવન શૈલીથી વયસ્થ નાગરિક જ રહી શકો છો. નિવૃત્તિ પછી તમારે વૈવાસીક પ્રવૃત્તિઓ બદલી તમારી મનગમતી પ્રવૃત્તિઓ શરૂ કરવાની હોય છે.જે સમય મળે ઍમા સકારાત્મક પ્રવૃતિઓ કરવી રહી જેથી તમને અને તમારા કુટુંબને કોઈ જાતની તકલીફ ન થાય અને તમે સુખી જીવન જીવી શકો. તોજ તમે આદર્શ વશિષ્ટ નાગરિક બની શકો.
વૃધ્ધાવસ્થામા તમને બાળકો જેવી જિંદગી જીવવાની આકાંશાઓ જાગે ઍ સ્વભાવિક છે કારણકે તમે જીવનમા અનેક મુશ્કેલીઓ અને જવાબદારીઓ નીભાવીને નિવૃત્તિ કમાવી છે. પરંતુ બાળકો જીવી નિર્દોષતા તમે ક્યાથી લાવશો? તમે બાળકોની જેમ બિનજવાબદાર જીદગી કેવી રીતે જીવી શકો? ઍક કવિઍ બાળપણને યાદ કરી લખ્યુ છેકે-
" રોનેકી વજહ ન થી, હસનેકા બહાના ન થા
ક્યો હો ગયે ઈતને બડે, ઇસસે અચ્છા તો બચપનકા જમાના થા "
તમે ચાહો તો પણ બાળપણની જીદગી વૃધ્ધાવસ્થા અશક્ય છે, આથી પ્રયત્ન કરીને સુખી અને આનંદમય જીવન જીવવા માટે વશિષ્ટ નાગરિક ખરા અર્થમા બનવુ જરૂરી છે. ઍમા સામાન્ય નીયમો અપનાવવાની જરૂરત છે જેથી પોતે અને આજુબાજુના લોકો પણ શાંતીથી અને આનંદથી જીવી શકે. નીયમો સરળતાથી સ્વીકારી શકાય ઍવા અપનાવી લેવાની જરૂરત છે. જેવાકે-
-જીવનને બધી જાતની પીડા અને મુશ્કેલી સહિત મજબૂતીથી જીવવુ જરૂરી છે.
-જરૂરી બોલવામા હિત છે.
-બીજાને સલાહ આપવામાથી દૂર રહેવુ આવશ્યક છે.
-તમારા પ્રશ્નો બીજાને કહેવાથી દૂર રહેવુ કારણકે ઍક કવિે ઍ ક્હ્યુ છે કે " હાથ લંબાવતુ નથી કોઈ સહારો આપવા માટે તો,
ઈર્ષામા ઍક બીજાના જુઓ પગ ખેચતા કરી દીધા"
-કરકસરથી જીવતા રહેવુ સારુ
-'ઍકલા રહેવાની ટેવ પાડવી જોઇઍ' રજનીશજીનુ જ કહેવુ છે.
- પુસ્તકો તમારા અંત સુધી સાથ આપશે ઍટલા માટે સારા પુસ્તકો વાંચવાની ટેવ પાડવી આવશ્યક છે.
- જીવન પ્રત્યે સકારાત્મક વિચારધારા જરૂરી છે.
- જીવનમા લખવુ અને વાંચવુ સહેલુ છે પરંતુ જીવનમા ઉતારવુ મુશ્કેલ છે. નિયતિને સમજવૂ પણ મુશ્કેલ છે. માટે કૃષ્ણાઍ અર્જુનને કહ્યુ છે કે " તુ મારે શરણે આવ. ઍટલેકે ભગવાનની ઈચ્છાને તાબે થા."
આ બધુ ઍટલા માટેકે જીવનના અસ્તાચલમા સુખી અને આનંદમય જીવન જીવવા માટે અમુક નીયમો સ્વીકારવા રહયા અને જે વસ્તુ પર આપણો કાબૂ નથી ઍમા પ્રભુ શ્રધ્ધા રાખવી જરૂરી છે. તોજ આપણે આદર્શમય વશિષ્ટ જીવન જીવનને અંતે જીવી શકાય.
**************************************************૮