Sunday, November 6, 2016


ધનવાન અને શ્રીમંત
                                                                                                                                                           ભારતીય સંસ્કૃતીઍ  ધનવાન અને શ્રીમંત વચ્ચે બરાબર અંતર જાળવી રાખ્યુ છે. ઍટલેકે બધા ધનવાન શ્રીમંત હોતા નથી અને શ્રીમંતોને તમે ધનવાન સાથે સરખાવી ન  શકો. ઍમની  ઓળખાણ જ તદ્દન જુદી છે,
                                      ધનવાનો પૈસાને માટે તડપતા હોય છે અને તેઓ બધી રીતે સુખી હોતા નથી. ઘણીવાર ધન ધનવાનો માટે સજા રૂપ બૅની રહે છે. કેટલાક ધનવાનોની ધન પ્રાપ્તિમા શોષણ, દગા, લુચ્છાઈ અને લોકોના નિશાશાઓ  પણ હોય છે. ધનવાનોંમા લોભ, મોહ, ઈર્ષા, અહંકાર પણ સામેલ હોઈ શકે છે. તે ઉપરાંત ધનવાનો જલ્દીથી ધનનો ત્યાગ પણ કરી શકતા નથી. આથી ટૂકમા ધનવાનોમા સાત્વિકતા અને અધ્યામિકતા જેવા ગુણોનો અભાવ હોય છે.


                                      જ્યારે શ્રીમંતો સાથે  અધ્યામિકતા. સાત્ત્વિકતા, અને  જ્ઞાન ધનની સાથે જોડાયેલુ છે. તેઓ સાક્ષર, વિચારક, ચિંતક, પંડિત અને ધનવાન પણ હોય છે. તેઓ ઉજળા, અમીર, ઉમદા દિલવાળા, ઠરેલ અને અન્યોને મદદરૂપ થનારા હોય છે. શ્રીમંતોની શ્રીમંતાઈ સમરુધ્ધિ બનીને રહે છે. શ્રીમંતો ધન પ્રાપ્તિ  ઍકાગ્ર ચિત્તથી પ્રાપ્ત કરે છે. લક્ષ્મીના  ગુણો  જેવાકે  ધાન્ય, ધૈર્ય, ગજ, સંતાન, વિજય, વિદ્યા,ધન, સુખ, અનેશુભ નસીબ  શ્રીમંતોમા હોય છે.  રુગવેદમા શ્રીમંતોને શુભ સૌભાગ્ય માનવામા આવ્યા છે. અથર્વવેદમા શ્રીમંતોને શુભ નસીબ,  સંપતી, સમૃધ્ધિ, સફળતા અન સુખનો સમનવય માનવામા આવે છે.


                                    આવો તફાવત ધનવાનોઅને શ્રીમંતો વચ્ચે રહેલો છે. તમે સહેલાઈથી ધનવાન તો બની શકો છો પરંતુ શ્રીમંત બનવુ મુશ્કેલ કામ છે.
                                              ******************************************** 

No comments:

Post a Comment