આકરા આર્થિક પગલા
કાળા નાણાઍ ૮૦% ભારતીય આર્થિક નાણાકિય સ્થિતિ પર કબજો જમાવી દીધેલો છે. ઍનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃતીઓમા, ગુનાખોરીમા અને મોજમજાહમા કરવામા આવે છે. આથી અર્થતંત્ર નબળુ બનતુ જાય છે. તે ઉપરાંત સરકાર અબજો રૂપિયાની આવક ગુમાવીરહી છે જેનો ઉપયોગ લૉક ઉપયોગી કાર્યમા થઈ શકે. કાળા નાંણા ગુનાઓનો પણ વધારો કરતુ રહે છે. ભાવોના પર કાબૂ રાખવાનુ પણ સરકાર માટે મુશ્કેલ બની રહ્યુ છે.
આથી સરકારે ૮ મી નવેમ્બરે મધ્ય રાત્રીથી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોને રદ કરવાનો આકરો નીર્ણ ય લીધો હતો જેમા લોકોઍ બહુત્તર કાળા નાણા સંઘરેલા હોય છે. ભારત ઘણો વિશાળ દેશ છે અને ૧૨૦કરોડની વસ્તીને કારણે તદ્દન સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવી મુશ્કેલ છે. ઍનો લાભ ખરાબ તત્ત્વો લઇ રહ્યા છે. નવી નોટો અને અન્ય રૉકળ રકમોની અછતનો અસામાજીક તત્વો અને વિરોધી રાજકીય પક્ષો લાભ લઈ રહ્યા છે. સામાન્ય જનતાને કેશની અછતને કારણે હાડમારીઓ લાંબી લાંબી લાઈનોમા ઉભા રહીને ભોગવવી પડી છે. પરન્તુ સારા પરીણામો માટે ઍ પીડા ભોગવવી જ રહી.
ભારતીય બંધારણની રચના વખતે ડૉક્ટર આંબેડકરે કહ્યુ હતુ કે ' બંધારણની સફળતા, ઍનો ઉપયોગ કરનારા પર જ રહેશે.' આથી કોઈ પણ દેશહિતના પગલાની સફળતા ઍમના લોકો પર જ હોય છે. આથી સામાન્ય જનતાનો સાથ મળી રહેતા પગલા સફળ થવાની પુરી શક્યતા છે. તે છતા પગલાને નિષ્ફળ બનાવવા જે ચાલી રહયુ છે ઍનુ અવલોકન કરવુ જરૂરી છે. કાળા નાણાંને સફેદ કરવા માટે કેટલાક લોકો
૧) ગામડાઓના લોકોના બૅંક ખાતામા પોતાના કાળા પૈસા જમા કરાવી રહયા છે. સરકારની ગરીબ લોકો માટેની 'લોકધન' ખાતાઑનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.
૨) ઉધ્યોગપતિઓ પોતાના નોકરિયાતના ખાતાઓનો પણ ઉપયોગ કરી રહયા છે.
૩) કેટલાકે કાળા નાણા કાળાબજારને ભાવે સોનૂ. હીરા અને સોનાના ઘરેણાઓમા રોકાણ કરી લીધુ છે.
૪) સામાન્ય માણસના ખાતાઓમા પણ કમિશન આપીને કાળાનાણા કાયદાકિય રીતે જે જમા કરાવ્યા છે.
આતો દાખલાઓ છે જેના પર પણ સરકારની કડી નજર છે. આવા આર્થિક કડક પગલાની અસર રુપે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાઓની નોટો કચરા પેટી અને નદીઓમા દેખાવા માંડી છે. આ પગલાઓથી નકલી નોટોનો પણ નાશ નિશ્ચિત બન્યો છે. રાષ્ટ્રવિરોધી અને અસામાજીક તત્વોના ગુનાઓ પર પણ અંકુશ આવશે. બૅંકોની ડિપૉજ઼િટો વધશે. સરકારની આવક વધશે.
આ યોજના કેટલા અંશે સફળ થશે ઍનુ પરિણામ આવવાને હજુ વાર લાગશે. પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીઍ માંગેલા ૫0 દિવસો સુધી રાહ જોવી પડશે.
********************************************
No comments:
Post a Comment