બચપણ અને વૃધ્ધાવસ્થા
માનવીનુ શરીર જ્યારે ઘસાવા માંડે છે અને વૃધ્ધઅવસ્થામા પ્રવેશે છે ત્યારે ઍ નીર્બળ થવા માડે છે. ઍના કેટલાઍ અંગો નબળા પડી ગયા હોય છે પરંતુ ઘણીવાર ઍની યાદશક્તિ અને દિલના ભાવો પહેલા જેટલા જ શક્તિસાળી રહ્યા હોય છે. ઍ બચપણમા સરી પડે છે અને ઍની મધુરી યાદો જાગૃત થાય છે. ઍનાથી કોઈ પણ વ્યક્તિ મુક્ત નથી હોતી.
જાણીતા લેખક ગુલ્જારે લખ્યુ છે કે ' વૃધ્ધાવસ્થા તુ મારુ બચપણ લઈ શકે છે પરંતુ મારૂ બચપનુ નહી છીનવી શકે. '
આમા કુદરતના ક્રમ સામે માનવીની લડાઈ છે. બદલાવ ઍ આ જગતનો નિયમ છે. તમે વર્તમાનમા રહી શકો છો ભવિષ્યના ઘડતર વિષે વિચારી શકો છો પરંતુ ભૂતકાળને પાછા ખેચવાની લડાઈ ન કરી શકો. તમે ફક્ત ઍની મધુર યાદોનેજ માણી શકો છો. આવી યાદોમા કવિ કહે છે ' બચપણ તારી યાદો સતાવે, મીઠા મીઠા સંભારણાઓ લાવે'
તમે ભૂતકાળની બધી વસ્તુઓ શોધતા રહો છો જેમ કે કવિ ભૂતકાળ ને યાદ કરી કહે છે.
" મુસાના બરફના ગોળા ક્યા?
ચણાની ચાટાકેદાર લારી ક્યા?
રમવાની જગા પણ રહી નથી
ત્યા મોટા મોટા મકાનો ઉભા છે
જાણે મારુ શહેર બચપણ સાથે ચાલી ગયુ.
સડકો પર ચાલવાની જગ્યા નથી
જ્યા અમે સાઇકલો ફેરવતા હતા
રેલવે સ્ટેશન જે વેરાન રહેતુ
તે ગિરદીથી ભરપુર છે
જાણે મારુ શહેર બચપણ સાથે ચાલી ગયુ
શહેરમા જૂનુ સિનેમા હતુ
તે ખંડેર બની ચુક્યુ છે હવે
હૂ પાગલની જેમ શોધુ મારુ બચપણ
સમજ કે, વર્તમાન ભૂતકાળને ગળી ગયુ.
જાણે મારુ શહેર બચપણ સાથે ચાલી ગયુ.
આમા ભૂતકાળને વાગોળતા વાગોળતા વેદનાનો અનુભવ થાય છે. પરંતુ ઍમા પણ મધુરતા છે. શરૂઆત હમેશા સારી લાગે પરંતુ અંતમા ઘણીવાર દુખદતા અનુભવાય છે. આવુજ કાઇક બચપણ અને વૃધ્ધાવસ્થા વચ્ચે છે. સમયના સંદેશને સમજીને દરેક ચાલે તો દરેક અવસ્થાને મધુર બનાવી શકાય છે. સમજવા અને ઍને જીવનમા ઉતારવુ મુશ્કેલ છે. કારણકે વૃધ્ધાવસ્થામા આનંદથી જીવવુ બચપણ કરતા મુશ્કેલ છે.
***********************************
No comments:
Post a Comment