રામ અને હિન્દુ સંસ્કૃતી
રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદમાથી ભારતના કેટલાક લોકો ઉપ્પર આવતા નથી. ઍવી પણ ચર્ચા ચાલે છેકે રામ પહેલાકે બાબરી મસ્જીદ પહેલી? આ બધી ચર્ચાઓ વ્યર્થ છે કારણકે વીષ્ણુ પુરાણમા કોશલ રાજવંશનો ઉલ્લેખ છે જેની રાજધાની સકેટા જે આજનુ અયોધ્યા હતી. આથી બાબરી મસ્જિદ ત્યારે ન હતી પરંતુ રામના વડદાદાઑ ત્યારે અયોધ્યા પર રાજ કરતા હતા.
રામના પૂર્વજોને જો તપાસિયે તો ઍમણે ભારતની સનાતન સંસ્કૃતીનો પાયો નાખ્યો હતો. રામનો વંશ સૂર્યવંશી કહેવાય છે જેને ભારતના ઘણા ક્ષત્રીયો પોતાને વંશજો માને છે. પરંતુ રામની વંશાવલી જોતા ઍટલો ખ્યાલ જરૂર આવે છેકે રામ મનુના વંશજ હતા જેમણે હિન્દુ સંસ્કૃતીને કાયદાઓ આપી ઍનુ ઘડતર કર્યુ હતુ. તે જમાનામા ભારતમા જ્ઞાતિ પ્રથા ન હતી પરંતુ સમાજમા લોકો પોતાની આવડત અને શક્તિ પ્રમાણે કામ કરતા. મનુઍ ફક્ત ઍ જુદા જુદા કામ કરતા વર્ગોને નામ આપવાનુ કામ કર્યુ હતુ. પરંતુ ઍ વર્ગોના નામોને તેમના જન્મ સાથે કોઈ લેવાદેવા હતી નહી. આતો હીત ધરાવતા લોકોઍ ત્યાર બાદ જ્ઞાતિ પ્રથામા ફેરવી નાખી હતી, ઍના માટે મનુને આજે જ્ઞાતિ પ્રથાથી પીડિત લોકો જવાબદાર માની ઍ પ્રથાને ટેકો આપનારાઓને મનુવાદી તરીકે ઓળખે છે. ઍમા મનૂનો શો વાંક?
આમ મનુ સૂર્ય વંશના સ્થાપક સૂર્યના પુત્ર હતા. ત્યારબાદ ઈક્ષ્વાકુ મનુના પુત્ર હતા. ઈક્ષ્વાકુના પુત્ર બીકુકષી નિમી રામના પૂર્વજ હતા. આથી રામના પૂર્વજોનો ઇતીહાસ જોતા ઍક વાત ચોક્કસ સામે આવેછેકે હિન્દુ ધર્મના મુળમા રામના પૂર્વજોનો મોટો ફાળો હતો. રામના પૂર્વજોમા રાજા ભગીરથનુ નામ અમર છે જેમણે ગંગાને ભારતમા વહેવડાવી અને ઍને કિનારે ભારતની હિન્દુ સંસ્કૃતિનો ઉદય થયો. રામે ભારતને ઍક પહેલુ સુત્ર આપેલુકે ' કોઈને આપેલુ વચન જીવને ભોગે પણ પાળવુ. ' સંત તુલસીદાસના શબ્દોમા 'રઘુ કૂલ નીતિ સદા ચલ આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય.' રામે ભારતને પ્રજા અને રાજા વચ્ચેની નીતિ પણ શીખવી છે. કદાચ આપણે ભૂલી ગયા હોય ઍમા આપણો વાક છે.
રામનુ નામ ભારતના જીવનમા ઍટલૂ સામાન્ય થઈ ગયુ છે કે મૃત્યુ યાત્રાનુ પણ ઍક ભાગ બની ગયુ છે, આથી રામનુ મહત્વ હિન્દુ સંસ્કૃતિમા કેટલુ છે ઍનો ખ્યાલ આવે છે.
*****************************************