ધર્મ
ધર્મ ઍ માનવીઍ પોતે નક્કી કરેલી જીવનની શૈલી છે ઍમા બીજાની જીવનની શૈલીની ટીકા કરવાને અવકાશ જ નથી. દરેકનો આશય તો સુખ, શાંતિ અને આનંદથી જીવન વ્યતિત કરવાનો હોય છે. ટુંકમા રસ્તા ભલે જુદા હોય પરંતુ ધૈય ઍક જ હોય છે. નફરત, દ્વેષ, જેવી વસ્તુઓને ધર્મમા સ્થાન નથી. સ્થાપિત હિતો જ ધર્મો વચ્ચે દીવાલો ઉભી કરેલી છે.
- બુધ્ધ ધર્મમા ભગવાન બુધ્ધે ક્હ્યુ છેકે ' મે ધ્યાન દ્વારા મારામાથી ભય અને અભિમાનનો બંનેનો નાશ કરી નાખ્યો છે જે બધા દૂષણોના મુળમા છે.'
- મહાવીર સ્વામી કહે છેકે' તપ અપવાસ અન મૌન દ્વારા તૃષ્ણા, મોહ, અને મનની મલિનતાને મુળમાથી દૂર કરી નાખો'.
-કૃષ્ણ ઍ ગીતામા કહ્યુ છે કે 'સુકર્મો દ્વારા જ જીવનને સફળ બનાવી શકાય છે'
-ઈશુ ક્રાઇસ્ટ કહે છે કે 'બધાને પ્રેમ કરો અને જેઓ ખરાબ કરી રહયા છે ઍને ખબર નથી તૅઓ શુ કરી રહ્યા છે.' ઍટલેકે ઍ લોકો અજ્ઞાન છે.
-મુસ્લિમ ધર્મમા બીજા ધર્મના લોકોને તિરસ્કારવાનુ ક્યા પણ લખ્યુ નથી.
તો પછી ધર્મના નામે આખી દુનિયામા થતી હિંસા, દંગા ફસાદ શા માટે? ઍ માનવોઍ ઉભી કરેલા દૂષણો છે. જેમ મહાભારતમા દુર્યોધન કહે છેકે ' ધર્મ શુ છે અને અધર્મ શુ છે. ઍનુ મને જ્ઞાન છે. પણ હૂ ધર્મનુ આચરણ કરી શકતો નથી.' આજ ધર્મ યુધ્ધો પાછળનુ રહસ્ય છે.
***************************************
No comments:
Post a Comment