જાસુસીનુ મહા નાટક
કુલભુષણ જાદવ જે નેવીના નિવૃત્ત ઑફીસર છે. જેમનુ ઈરાનથી અપહરણ કરી પાકિસ્તાન લાવવામા આવ્યા, અને .ઍનાપર જાસૂસીનો આરોપ લગાવી પાકિસ્તાની સેનાની અદાલતે ફાંસીની સજા ત્વરિત ફરમાવી દીધી છે. પરંતુ જે ગતિથી સજા પૂરાવા પ્રસિધ્ધ કર્યા વગર કરવામા આવી છે ઍ શંકા જનક છે. ભારત સરકાર અને ભારતની જનતા ઍ ઍક અવાજે ઍનો વિરોધ કર્યો છે. પાકિસ્તાની મેડિયાઍ પણ ઍ બાબતમા શંકાઓ જગાવી છે. આમતો કુલભુષણ ધંધા અંગે ભારતના પાસસપોર્ટ પરઈરાન ગયેલા હતા પરંતુ પાકિસ્તાને ઍમને ભારતની જાસુસી સંસ્થા' રો' ના જાસૂસ ઠેરવી દીધા છે.
વાત પરથી લાગે છેકે આની પાછ ળ પાકિસ્તાનની ઉંડી ચાલ છે. થોડા વખત પહેલા જ પાકિસ્તાની નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ મોહમદ હબીબ નેપાળ સરહદ પરથી ગુમ થયા છે. અહેવાલ પ્રમાણે જે ટીમે કુલભુષણ નુ અપહરણ ઈરાનથી કર્યુ હતુ ઍ ટીમના હબીબ પણ સભ્ય હતા. તે ઉપરાંત હબીબ પણ પાકિસ્તાની જાસુસી સંસ્થા 'આઇ ઍસ આઈ' ના સભ્ય છે ઍમ માનવામા આવે છે.આથી પાકિસ્તાનને હબીબની ચિંતા છે અને પાકિસ્તાન માનેછેકે હબીબ ભારતના હાથમા પડી ચૂક્યા છે.
આથી કુલભુષણને કરવામા આવેલી ફાંસીની સાથે હબીબની ઘટનાની સાથે સબંધ છે. પાકિસ્તાન કદાચ મોહમદ હબીબને છોડાવા માટે કદાચ કુલભુષણનો પણ ઉપયોગ કરે. આખરે તો આઍક પાકિસ્તાની સરકાર દ્વારા રચાવામા આવેલા નાટકનો ભાગરુપ લાગે છે. પરંતુ મુદ્દાની વાતતો ગમે તેવા સંજોગોમા કુલભુષણ જાદવના જીવનને બચાવવાની છે. ભારત સરકારને માટે ઍ મુશ્કેલ કામ કેવી રીતે પૂરુ પાડવુ ઍ ઍક કોયડો છે?
***********************************