ઉનાળો અને પાણીનો ત્રાસ
અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે, અને ગામડાઓમા પાણીની શોધમા પનિહારીઑ ભટકી રહી છે. પક્ષીઓ વરસાદની રાહમા આકાશ તરફ તાંકીને બેસી રહેતા હોય છે. જગતનો તાત ખેડૂતો માથે હાથ દઈને બેઠા છે. ત્યારે ફક્ત મેઘને વરસવા માટે પ્રાર્થના કરવી રહી.
મેઘ-
મેઘ મન મૂકીને વરસી લે
ગરમીથી ત્રાસેલી ધરાને ઠંડક દઈ દે
તળાવો સૂકા છે ને નદીઓ છે વેરાન
તારા નિર્મળ જળથી ઍના ઉરને ભરી દે
મેઘ-
લીલી ધરતી તારી રાહે લાગી છે સુકાવા
ઍ ને તારા અમૃત જળથી નવજીવન દઈ દે
આગ જરતી ગરમીથી ધરા ગઈ છે ત્રાસી
ઍ પણ ધીરજ ગુમાવી લાગી ગઈ છે ધુણવા
મેઘ-
માનવોના પાપોથી તૂ રૂઠી ગયો છે આજે
ગરીબ બિચારી ધરાને ત્રાસ દઈ રહ્યો શા કાજે?
મેધ-
માનવ ભલે ઍની ફરજમા ચૂકતો હશે પરંતુ કુદરત મેધ વરસાવીને અચૂક ઍની ફરજ બજાવે જ છે.
***********************************************
No comments:
Post a Comment