જીવન જીવવુ ઍ પણ કળા છે
જીવનમા સુખ સાયબી અન સમૃધ્ધિ પ્રાપ્ત કરવી ઍ પુરતુ નથી પરંતુ ઍની સાથે સારુ સ્વાસ્થ અને આંતરિક આનદ પણ જરૂરી છે. તમે ઘરમા દિવસો સુધી બધી સાયબી સાથે જીવો અને કોઈ સકારાત્મક પ્રવૃત્તિ ન કરો તો થોડાજ દિવસોમામા તમને બેચેનીનો અનુભવ થશે અને ઍવુ લાગશેકે તમે જાણે મૃત્યુની રાહ જોઈ રહ્યા છો. તમને ઍમ પણ લાગવા માંડસે કે તમે કોઈ લાંબી બિમારીથી પીડાતા હો. આવી પરિસ્થિતિમા સમજવૂ જરૂરી છેકે તમારી જીવન જીવવાની પધ્ધતિમા કઈક ખામી છે.
આવા સંજોગો અને માનસિક સ્થિતિમા આયાશીભરી અને આળસુ જિંદગી જ માનવીનો મોટી દુશ્મન બની જાય છે. આથી મનુષ્યે હંમેશા સક્રિય અને સકારાત્મક જીવન તરફ જ વળવુ જોઇઍ. સક્રિય અને સકારત્મક શબ્દોને સમજવુ સરળ છે પરંતુ ગીતાને સમજવૂ અને ઍને જીવનમા ઉતારવાની જેમ મુશ્કેલ છે.
આ બાબતમા સ્પેનીશ કવિ પાબ્લો નેરુદાની ઍક સરળ કવિતાને જીવનમા ઉતારવી આવશ્યક છે. ઍ કવિતા માટે ઍ કવિને નોબલ પ્રાઇજ઼ મળ્યુ છે. ઍ કવિતામા કવિ નેરુદા કહે છે કે જે માનવી અમુક પક્રિયાઑ નથી કરતો ઍ મરવા માટે જ જીવતો હોય છે.
માનવી ઍ ગમતા પ્રવાસો કરવા અને સારા પુસ્તકો વાંચવા જોઇઍ. પોતાનુ આત્મસન્માન જાળવી બને ત્યા સુધી લોકોના સારા ગુણોના વખાણ કરવા જોઇઍ. તે ઉપરાંત બીજાઓને મદદ કરવાની પ્રવૃત્તિઓ કરવી રહી. પોતાની આદતોના ગુલામ બન્યા વગર દૈનિક વહેવાર બદલીને રસ્તાઓ બદલતા રહેવુ જોઇઍ. અજાણ્યા માણસો સાથે પરિચય કેળવતા રહેવુ. તમે તમારા કામઓથી સંતુષ્ટ હોવુ જરૂરી છે. જીવનમા અનિશ્ચતા હોય છે ઍટલા માટે નિશ્ચિતતાને તજી દેવી ન જોઇઍ. ટૂકમા સ્વપ્નોનો પિછો કરી ઍને હાંસલ કરવા જોઇઍ. કોઈ સમજદારની સલાહને અવગણવી ન જોઇઍ. ટૂંક મા આબધી વસ્તુઓનુ પાલન કરવાથી સફળ, સુખી અને આનંદમય જીવન વિતાવી શકાય છે. ઍજ જીવન જીવવાની કલા છે.
**************************************
No comments:
Post a Comment