કવિઓના અદભૂત વિચારો
'જ્યા ન પહોચે રવિ ત્યા પહોચે કવિ' ઍવી કવિઓની કલ્પનાઓ હોય છે પરંતુ ઍમની રચનાઓમા અદ્ભુતતા હોય છે અને ઍમા ગુઢતા પણ હોય છે. ઍમા સંદેશની સાથે મધુરતા પણ હોય છે. જીવનમા દરેક મનુષ્યે પોતાની શક્તિ પ્રમાણે સદ્કાર્યો કરવા જોઇઍ. ઍવા બધા સદકાર્યો પર જ સંસાર ચાલી રહ્યો છે.
ઍક કવિ કહે છેકે-
"ઉપાડશે કોણ કામ મારુ ઍવુ અસ્ત થતા સૂરજે પુછ્યુ?
સાંભળી જગત આખુ નિરુત્તર રહયુ."
પણ માટીનુ કોડીયુ બોલ્યુ
'મારાથી બનતુ હૂ કરી છ્ટીશ'
ઍમા સંદેશ છેકે સામાન્ય માનવી પણ સાકારત્મક હોય તો દુનિયામા સારુ ઍવુ કામ કરી શકે છે.
ઘણા લોકો નફરતમા પણ પ્રેમ જુઍ છે. આથી બહુ સંતાપ થતો નથી. ઍથી ઍક કવિઍ રમુજમા કહ્યુ છેકે -
"નફરત કરવાવાળા પણ ગજબ પ્રેમ કરે છે મને
જ્યારે પણ મળે છે ત્યારે મને કહે છે"- ' છોડીશ નહી તને '
તે ઉપરાંત જીવનમા ઘણા જ ટકરાવ આવેલા જે માનવીને મુશ્કેલીમા મૂકે છે. અને રસ્તો કાઢવો પણ મુશ્કેલ બને છે. આનો ઍક દાખલો કવિઍ આપ્યો છે.
" સમજાતી નથી જિંદગીની રીત ઍકબાજુ કહે છે કે ' ધીરજના ફળ મીઠા હોય છે.'
અને બીજીબાજુ કહે છેકે સમય કોઈની રાહ જોતો નથી."
આવા સંજોગોમા માનવીઍ પોતાની સામાન્ય બુધ્ધિનો જ ઉપયોગ કરવો રહ્યો.
*************************************
No comments:
Post a Comment