Thursday, November 2, 2017


ચીનની કૂટનીતિ   
                                                                                           ચીન અને ભારત વચ્ચે ઍશિયામા આર્થિક  નેતાગીરી માટે હરીફાઈ ચાલી રહી છે. તે ઉપરાંત  ભારત લોકશાહીને વરેલુ છે જ્યારે ચીનમા સરમુખત્યારી ચાલી રહી છે.   આથી બે  વિચારધારાઓનો સંઘર્ષ પણ ઍમા સમાયેલો છે.  આવા સંઘર્ષોની સાથે ચીન ઍની કુટનીતી પણ ચલાવી રહ્યુ છે. ભારતના પડોશી અને જાની દુશ્મન પાકિસ્તાન સાથે પણ  ચીનના સબંધો ઍક્દમ  નજદિક્ના છે. ચીને ભારતને રાજનીતિક  રીતે ઍના બીજા પડોસી રાજ્યો સાથે નજદીક્ સબંધો બાંધી ભારતને  ઘેરવા પ્રયત્નો કર્યા છૅ અને ઍ દિશામા આગળ  વધી રહયુ છે. ઍ પણ ઍની કુટનીતિનો ભાગ છે  જે દ્વારા ભારતને નીર્બળ બનાવવા અને પાછળ ધકેલવા પ્રયત્નશીલ છે.ભારતઍ નીતિનો સામનો કરવા પોતાની રીતે પ્રયત્નશીલ છે. આથી ચીનની ચાલને સમજવી જરૂરી છે.
                                                                                            ચીને ભારતના પડોસી રાષ્ટ્રોમા પોતાનો પગ પૈસાઓ વેરીને  મજબૂત કરી રહયુ છે.
૧) પાકિસ્તાનમા ચીન કરાચી ખાતે  અણુ રીઍક્ટર બનાવી રહ્યુ છે. ગેરકાયદેસર રીતે પાકિસ્તાનના કબ્જામા રહેલા કાશ્મીરના ભાગમા હાઇવે બંનાવી આર્થિક કોરિડર બનાવી રહ્યુ છે, જે ભારતના હિતની વિરૂધ્ધમા છે.  પાકિસ્તાનનુ ગવાદાર બંદર બનાવી ઍમા પોતાનુ  લશ્કરી  મથક બનાવી રહયુ છે. પાકિસ્તાનના  મોટા માથાના ત્રાસવાદીઓને ભારતની સામે યૂનાઈટેડ નેશન્સમા રક્ષણ આપી રહ્યુ છે. પાકિસ્તાનમાથી પસાર થતો અને ચીને બાંધેલો કારાકોરમ હાઈવે દુનિયાની ઍક અજાઇબી જેવો છે. ઍનો ઉપયોગ ચીન ઍના વેપારને વધારવા માટે જ કરશે.
૨) મૈનામારમા ( બર્મા)  ખાણ  ક્ષેત્રમા ચીને ડૉલર ૭.૩ બિલિયનનુ રોકાણ કરેલુ છે, અને કિયાંક પ્યુ  બંદર બાંધી આપી  રહ્યુ છે.  મિટ્સન બંધ બાંધવા ૩.૬ બિલિયનનુ  રોકાણ કરવા પણ તૈયાર છે.
૩) શ્રી લંકામા  હમ્બન્તિતા  બંદર ચીને ભાડે લીધુ છે અને શ્રી લંકાનુ  ચીનને આપવાનુ  ડૉલર ૮ બિલિયનનુ દેવુ છે.
૪)નેપાળને ચીને બ્રૉડ બૅંડ ઈન્ટેરનેટની સગવડ કરી આપી છે. અને ડૉલર ૮.૩ બિલિયનનુ  રોકાણ કરવા માંગે છે.
૫)  માલદિવ પાસે ચીને  તદ્દન નિર્જીવ ટાપુ ૫૦ વર્ષના પેટે ભાડે લીધો છે જેના પર ઍ  પોતાના ઍરફોર્સેનો  બેજ઼ બનાવવા માંગે છે.
૬) ભૂટાન સાથે ચીનને ત્રણ સીમા વિવાદ  છે જેમાનો  દોકલામ ઍક છે. ચીન દોક્લામ વિવાદ છોડી દેવા તૈયાર છે જો ભૂટાન બીજા બે વિવાદોમા નમતુ આપે. તે ઉપરાંત  મોટુ ઍવુ રોકાણ ભૂટાનના વિકાસ માટે કરવા તૈયાર છે.
૭) બાંગ્લાદેશને ચીને બે  સબમરીન આપી છે. ઍમના ૩૪ પ્રોજેક્ટો માટે ડૉલર  ૩૫  બિલિયન રોકાણ કરવા તૈયારી દાખવી  છૅ.
                                                                          આ બધા પ્રલોભન ભારતના પડોશી રાષ્ટ્રોને ભારત સામે ઉભા કરવા માટેની કુટનીતી છે. તે ઉપરાંત ભારત પર દબાણ વધારવા માટે દોક્લમ, અરુણાચલ જેવા પ્રદેશો પર દાવો કરી રહયુ છે. બ્રહ્મ્મ્પુત્રા નદી પર બંધ બાંધી ચીને ઍના પાણી પર કબજો જમાવ્યો છે. અને હવે ઍનુ પાણી ટનેલ મારફતે વાળવાની યોજના બનાવી રહ્યુ છે. આ પણ ભારતને ઍક કે બીજી રીતે હેરાન કરવાની કુટનીતિના ભાગરૂપ જ છે. મુળમા ચીન પોતાની સર્વોપરીતતાનુ  પ્રદર્શન કરી રહ્યુ છે.
                                                         ***********************************

No comments:

Post a Comment