પાણી
પાણી ઍ માનવ જીવનની જીવન દોરી છે. પાણી વગરના જીવનની કલ્પના પણ ન થઈ શકે. પૃથ્વી પરનુ જીવન પાણીને આભારી છે. વિજ્ઞાનિકો ગ્રહો પર કે પછી બ્રમ્હાંડમા ક્યા પાણી છે ઍની શોધ ચલાવી રહ્યા છે. ભારતે અત્યારે ઍક યાન ચન્દ્ર પર મોકલ્યુ હતુ અને માહિતી મેળવી હતીકે ત્યા પણ અમુક ભાગમા પાણી છે. ઍ ઘણી મહત્વની માહિતી છે.
માનવીના શરીરમા કે પછી લોહીમા પણ ૭૦% પાણી છૅ, જે જીવન અર્પે છે. અનાજને પકાવવામા પાણીની જરૂર પડે છે. જીવનને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા માટે પાણી આવશ્યક છે. માનવી જીવનમા જીવવા માટે ઑક્ષિજનની જરૂર છે જે પાણીનો ઍક અંગ છે. ઍટલેકે પાણી હાઇડ્રૉજન અને ઑક્ષિજનથી બનેલુ છે. જ્યા પાણી હોય ત્યાજ બધી સંસ્કૃતિઓ વસેલી છે.
આથી પાણી માટે કહેવાય છેકે-
પાણી
પાણી આકાશમાથી જમીન પર આવે છે
ઍનો ના કોઈ આકાર, અને જમીન અંદર પણ વહે છે
ઍ તરસ્યાઓની તરસ મીટાવે અને ધરતીને સ્વચ્છ બનાવે
થાકેલાનો થાક ઉતારે અને ઍમના જીવનમા તાજગી લાવે
પાણી
પોચુ અને નિર્મળ છે સ્વભાવમા, અને જ્યા ત્યા સમાઇ જાય
પણ વિફરે તો વિનાશ લાવી મૂકે જ્યા ત્યા જીવનમા
આમ તો ગુણો ગણાય નહી છે ઍટલા ઍના
પણ અવગુણ ઍટલા ભયંકર કે પ્રલય ફેલાવી દે ઍવા
પાણી
પાણીથી જીવન અને જીવો છે અને પૃથ્વી પર સ્વર્ગ છે
પરંતુ ઍનામા ઍવી શક્તિ છે કે જગતને નરક બનાવી શકે પલકમા
પાણી
*****************************
No comments:
Post a Comment