આંતકવાદ
આંતકીઓની મૂળ જન્મભૂમિ પાકિસ્તાન બની ચુક્યુ છે. ઇંડિયાના ભાગલા અંગ્રેજોની કુટનીતિ હતી તો ધર્મને નામે દેશના ભાગલા કરી પોતાની મહત્વકાંક્ષા પુરી કરવી ઍ મહમદઅલી જીણાની રાજનીતિ હતી. જીણા સ્વભાવે કે આદતે ઇસ્લામી ન હતા. ઍના બધા મિત્રો હિન્દુઓ અને પારસી હતા. ઍમના બધા શોખો પશ્ચિમી હતા. ઈસ્લામના ઘણા નીયમો તેઓ પાડતા ન હતા. પાકિસ્તાન તો ઍમની રાજકીય મહત્વકાક્ષાની ઍક નિશાની છે. તેઓ કરાચીમા પાકિસ્તાનના ગવર્નર જનરલ તરીકે ઍમના મીત્રો વગર જુરતા હતા. ઍમણે કહી દીધુ હતુ કે હવે હિન્દુ મુસ્લીમનો ભેદ ભૂલી બધાઍ સાથે રહેવુ જોઇઍ. ટુંકમા ઍમને ઈસ્લામિક પાકિસ્તાન જોઈતૂ ન હતુ. ઍકવાર તો ઍમણે કબૂલી લીધુ હતુ કે પાકિસ્તાનની રચના ઍ ઍમની મોટી ભુલ હતી. ઍમને પાકિસ્તાનના ભાવી પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો હતો. તેઑઍ ઉભુ કરેલુ આંધળી ધાર્મિકતાનુ ભુત ઍમની હાજરીમા જ ધુણવા માંડ્યુ હતુ.
આજે ધર્મ જનુનિ ઈસ્લામિક લોકોઍ પાકિસ્તાનની હલાત મરુભુમી જેવી કરી નાખી છે. દરરોજના બોમ્બ ધડાકાઑ અને અસંખ્ય મોતોઍ પાકિસ્તાનની ધરતીને લોહોયાળ બનાવી દીધી છે. ઍનુ કારણ પાકિસ્તાનમા ઉછેરાઇ રહેલો આંતકવાદ છે. ટુંકમા આંતકવાદ અને કાશ્મીરનો પ્રશ્ન પાકિસ્તાન સરકાર અને સૈન્ય માટે ઍમના અસ્તિત્વનુ સાધન બની ગયુ છે.
પાકિસ્તાનની ભૂમિ કાશ્મીરના પ્રશ્નના બહાના હેઠળ આંતકવાદી સંઘઠનોનૂ અડ્ડો બની રહયુ છે. પાકિસ્તાનમા તાલિબાન, હિજ઼્બુલ, જમાત ઉદ્ દાવાને, લશ્કરે તોયેબાનો જેવા આંતકવાદી સંસ્થાઓ ફુલીફાલી છે. ઍના પડઘાઓ બીજા મુસ્લિમ જગતમા પડ્યા છે અને ઍમાથી પ્રેરણા રૂપ ભયંકર આંતકવાદી સંસ્થા આઈ ઍસ આઇ ઍ આખા વીશ્વમા હાહાકાર મચાવી દીધો છે.
પૂર્વ પાકિસ્તાની પ્રમુખ અને પૂર્વ સેના અધ્યક્ષ પરવિજ મુસર્રફે પાકિસ્તાની આંતકવાદીઓને દેશના હીરો તરીકે નવાજ્યા છે. આવા સંજોગોમા વિશ્વના રાષ્ટ્રોઍ સયુક્ત મૉર્ચો આંતકવાદ સામે માંડી ઍનો નાશ કરવો આવશ્યક છે. નહી તો પછી વીશ્વે આંતકવાદ રૂપી રાક્ષસનો ભોગ બનતા રહેવુ પડશે અને નિર્દોષ માણસો ઍના ભોગ બનતા રહેશે. આંતકવાદીઓના હાથમા જો અણુ શસ્ત્રો આવી ગયા તો વિશ્વનો નાશ ચોક્કસ છે.
******************************************
No comments:
Post a Comment