Monday, January 15, 2018


સુખી અને નિરોગી જીવન
                                                                                                                  જીવનમા લોકો સુખી અને નિરોગી રહેવા માટે  ઈચ્છતા હોય છે  પરંતુ ઍના સરળ ઉપાયો વિષે માહિતી મેળવવા પ્રયત્નો કરતા નથી. જીવનમા ખોરાક, કસરત, અને માનસિક સકારાત્મકતા  સુખ અને સ્વાસ્થ્ય પર વધુ  અસર કરતા હોય છૅ. જોસ્વાસ્થ્ય સારુ હોય તો માનવનુ  માનસ આપોઆપ સીધુ ચાલે છે.

                                                       ખાવાનો ટેસ્ટ ઉંમરની સાથે વધતો જ જાય છે અને વધારે પડતુ મીઠુ અને મસાલેદાર ખોરાક ખાયને પોતાના સ્વાસ્થ્ય તરફ બેદરકાર રહે છે. લીલા  શાકભાજીઓને બદલે તળેલા  સ્વાદીસ્ષ્ટ  ફરસાણો પર મારો રાખે છે જે ઍમની તબિયત માટે હાનિકારક છે. ખાવાની ટેવોમા સવારનો નાસ્તો સારા પ્રમાણમા લેવો જોઇઍ, બપોરનુ ખાવાનુ  મૉડરેટ હોવુ જોઇઍ, અને રાતનુ ભોજન તદ્દન  ઓછુ લેવુ રહ્યુ.  આખા દિવસમા ૮  ગ્લાસ જેટલુ પાણી આવશ્યક છે. સોડા જેવા પીણાઑ પીપીને લોકો પોતાની પાચનશક્તિને નબળી બનાવી દે છે. ફાસ્ટ ફુડ પણ તંદુરસ્તીને હાનિકારક છે.  માણસને તંદુરસ્ત રાખવા માટે કસરત ઍક્દમ આવશ્યક છે. દિવસના ૩૦ મિનિટ ચાલવાનુ રાખવુ જોઇઍ. કોઈ પણ રમત દિવસમા રમવાનો નિયમ રાખવો જોઇઍ. તે ઉપરાંત ૩૦ મિનિટ દરરોજ શરીરને અનુરૂપ કસરત કરવી જોઇઍ.

                                                           સાકારત્મક જીવન જીવવુ સહેલુ નથી ઍના માટે દરેકે અથાગ પ્રયત્નો કરવા પડે છે. જીવનના પ્રશ્નો, આજુબાજુનુ વાતાવરણ, અને ઍમાથી ઉત્ત્પન થતા સંતાપો માણસને વીંધી નાખે છે, પરંતુ આખરે તો વાસ્તવિકતા સાથે સમાધાન કરી સકારાત્મક  બનવુ પડે છે તો જ જીવનમા સુખ અને શાંતિ મેળવી શકાય છે. ઍ બાબતમા પણ કેટલીક વાતો જીવનમા ઉતારવી જ રહી.
જીવનમા ભૂતકાળને ભૂલી અને ઈર્ષા જેવી ચિજોમાથી મુક્તિ મેળવવી જ રહી.  લોકીની બાબતમા નાની વાતોની ચર્ચા અને  છુગલિઑમા વખત  બગાડવામાથી દૂર રહેવુ જોઇઍ.  બીજાની સાથે પોતાની જાતને સરખાવવાથી પણ દૂર રહેવુ જોઇઍ કારણકે તેમના પ્રશ્નોથી આપણે માહિતગાત નથી. બીજા પ્રત્યે દ્વેષ રાખવાથી આપણી પોતાની શક્તિનો જ વ્યય થાય છે. બીજા તમારા વિષે શુ વિચારે છે ઍની ચિંતા ન કરવી જોઇઍ. ઍ સમજવૂ જરૂરી છેકે જીવનના ઘાઓને સમય જ રુજવિ દે છે. સમય સારો હોય કે  ખરાબ ઍનો બદલાવ નિશ્ચિત હોય છે. આથી જીવનમા તણાવ ઍ જીવનનો ભાગ રૂપ હોય છે. આ બધી ટેવોને કેળવવામા આવે તો ઍ માનવીને સાકરત્મક બનવામા મદદ રૂપ થાય છે જે સુખ તરફ દોરવી જાય છે.

                                                                  આ સાથે માનવી ઍ આધ્યાત્મિક બનવાની જરૂર છે. ઍ માટે નિયમિત પ્રાર્થના કરવી જોઇઍ. ધાર્મિક પુસ્તકોનૂ અધ્યયન કરવુ જોઇઍ. દિવસમા થોડો વખત મૌન પણ જાળવવુ આવશ્યક છે.
                         આ બધી વસ્તુઓ બતાવે છે કે આખરે   સુખ અને તંદુરસ્તી આપણા હાથમા જ છે.
                                       ********************************************

Thursday, January 11, 2018


ભારતની સ્વતંત્રતા
                                                                          ભારત ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭મા સ્વતંત્ર થયુ તે પણ અહિંસા દ્વારા. . ઍમાથી ઘણા  ખરા રાષ્ટ્રોઍ પ્રેરણા લીધી અને ભારત બાદ દુનિયાના આફ્રિકા  તથા ઍશિયાના ગુલામ દેશો પણ સ્વતંત્ર થયા. ગાંધીજી કહ્યુ હતુ કે ' અમારે સ્વતંત્રતા સાથે સૂરાજ્યની જરૂર છે'. ભલે ભારત  સ્વતંત્ર  થયુ છે અને બંધારણ ઘડી ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦મા પ્રજાસત્તાક પણ થયુ પરંતુ ગાંધીજીના સ્વપ્નનુ સુરાજ્ય ભારતમા લાવી શક્યા નથી. આજે ૭૦ વર્ષ બાદ પણ સૂરાજ્યના ચિંહો દેખાતા નથી.

                                                                         રાષ્ટપિતા મહાત્મા ગાંધીનુ સૂરાજ્ય પર લખેલુ પુસ્તક વાંચી જવા જેવુ છે. ભારતમા  ભ્રષ્ટાચાર ચરમ સીમા પર ફૂલોફાલયો છે.  મૂલ્યોનો  છ્ડેચોક લીરા ઉડાડવામા આવી રહયા છે.   અનીતીઍ સીમા વટાવી દીધી છે.  હક્કો માટે લડતો ચલાવવામા આવે છે, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનો ઉપહાસ કરવામા આવે છે. ગમે ત્યા કચરો ફેકવામા આવે છે અને રસ્તાઓ, મોહોલ્લાઓ, કચરાથી ઉભરાય છે. ભીતો પાનની  પિચકારીથી રંગીન બનાવવામા  ગર્વ અનુભવાય છે.  પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ અબુલ કલામે લખ્યુ છે કે' ભારતીયો પરદેશમા બધાજ નીયમો પાડે છે પરંતુ જેવા ભારતના ઍરપોર્ટ પર  ઉત્તરે ઍટલે પિચકારીઓ મારવાની શરૂ કરે છે'  ઍમની સારા નાગરિકતાની  ભાવનાછોડી દે છે.

                                                                          ટુંકમા હાજરો વર્ષનુ ગુલામી માનસમાથી ભારતીયો હજુ મુક્ત થયા નથી. ઍમને સીધા ચાલવા માટે હજુ દંડાની જરૂરીયાત છે.  દેશભક્તિ, અને નગર પ્રત્યેની ફરજો પ્રત્યે તૅઓ બેદરકાર છે. ઍમને સસ્તામા સ્વતંત્રતા મળી છે અને  સ્વાતંત્ર  સૈનેકોઍ આપેલા બલિદાનથી તેઓ માહિતગાર નથી. કેટલાઓ કુટુમ્બો,  યુવાનો, અને યુવતીઓેઍ બલિદાન આપી સ્વતંત્રતા મેળવી છે ઍનો આધુનિક  ભારતીયોને ખ્યાલ નથી. આથી તેમને જણાવવુ જરૂરી છે.-

કેવી રીતે મળી સ્વતંત્રતા ----
કેવી રીતે મળી સ્વત્તંત્રતા ઍનો ખ્યાલ ક્યાથી આવે
કેટલી માતાઓના ખોળા સૂના ઍનો  ખ્યાલ ન આવે
આજે જે મળી સમરુધ્ધિ, અને ઉંચે મસ્તકે ફરવાની ખુમારી
કેવી રીતે મળી ઍનો ખ્યાલ  ન આવે
કેવી રીતે મળી સ્વતંત્રતા----
પરતંત્રતામા ત્યારે નીચા મોંઢે અત્યાચારો સહન કરતા હતા
પરદેશોમા પણ ત્યારે પહેચાન  હતી નહી જ્યારે
તેમાથી બહાર આવ્યા શી રીતે ઍનો ખ્યાલ ક્યાથી આવે
કેવી રીતે મળી સ્વતંત્રતા ઍનો ખ્યાલ ક્યાથી આવે.
કેવી રીતે  મળી સ્વતંત્રતા ----
                                                                                  આજની ભારતની  પરિસ્થિતિ જોતા લાગે છેકે જેટલા બલિદાન સ્વતંત્રતા માટે આપવા પડ્યા ઍનાથી વધારે બલિદાનો સ્વતંત્રતાને પચાવવા માટે આપવા પડશે.
                                                              **************************************

Friday, January 5, 2018


બુધ્ધિમા પણ વિવિધતા
                                                                                 વિશ્વમા અનેક જાતની બુધ્ધિ ધરાવતા માનવીઓ હોય છે.  તેઓ સામાન્ય માણસોથી જુદા પડે છે. વિવિધ બુધ્ધિ ધરાવતા માણસો ઍમની શક્તિ પ્રમાણે  વિશ્વમા ઍમનુ પ્રદાન કરી જાય છે. સામાન્ય માણસોને ઍમની શક્તીથી લાભો પણ થાય છે.
                                                                                બુધ્ધિમા વિવિધતાને જુદી જુદી રીતે તારવી શકાય છે. હોશિયાર,  ચપળતા,  વિવેચક,  સામર્થ વગેરે વગેરે બુધ્ધિના પ્રકારો છે.

                                                                                હોશીયારી જન્મ સાથે આવે છે જેમા જલ્દીથી શીખવાની શક્તિ હોય છે.  હોશીયારીમા વધઘટનો સવાલ જ હોતો નથી.  ઈંગ્લીશમા ઍને' આઇક્યૂ' કહેવામા આવે છે. આવા  ઉંચ 'આઈક઼્યુ' વાળા લોકો માટે કદીક સામાન્ય માણસો કરતા જુદાજ વર્ગો ચલાવવા પડે  છે. તેઓ ઑછી મહેનતે જલ્દી શીખી જાય છે.

                                                                               ચપળ લોકો સમાજમા લોકો કેવી રીતે કામ કરે છૅ ઍ નિયમ પ્રમાણે કામ કરે છૅ. ટૂકમા ઍ લોકો વાસ્તવિકતાને ઓળખીને  ચાલે છે અને પોતાનુ કામ કરતા હોય છે આથી તેઓ ઘણીવાર સફળ નીવડે છે. ઍમની ઍ આવડતને લોકો સ્માર્ટનેસ તરીકે ઓળખતા હોય છે. તૅઓ સમાજને પોતાની પ્ર્તિભાથી પ્રભાવિત કરતા હોય છે.

 
                                                                       
                                                                               વીવેચક લોકો પોતાની બુધ્ધિનો  ઉપયોગ  કરી દરેક વિષય પર ઍની ગુણવત્તા પ્રમાણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હોય છે. ઍમના  વિચારોમા  સંશોધન, અને વિવેચના વધુ હોય છે.  તેમને સમાજમા ઉંચ દરજ્જો આપેલો હોય છે અને તેમના વિચારોને માનથી જોવામા આવે છે.
         
                                                             
                                                                              સામર્થ ધરાવતા લોકો જન્મથી  બુધ્ધિશક્તિ ધરાવતા નથી પણ ખૂબ મહેનત કરીને તૅઓ સિધ્ધિ મેળવે છે.  પરંતુ ઍમની અતૂટ મહેનતથી તેઓ સમાજમા અનોખુ પ્રદાન કરી જતા હોય છે.
                                                                             ટુંકમા બુધ્ધિમા વિવિધતા હોય છે પરન્તુ ઍ વિવિધતા સમાજની, રાષ્ટ્રની, કે  પછી  વિશ્વના વિવિધ ક્ષેત્રમા ઍમનુ પ્રદાન કરતી હોય  છે. જેનાથી વિશ્વમા પ્રગતીનુ ચક્ર ચાલુ રહેતુ હોય છે.
                                              **************************************