Saturday, March 10, 2018


હિન્દુ માન્યતાઓના વિજ્ઞાનિક કારણો
                                                                                હિન્દુઓની કેટલીક માન્યતાઓ  પુરાણિક કાળથી ચાલી આવે છે ઍની પાછ ળ ના વિજ્ઞાનિક કારણો ભૂલાઇ ગયા છે ઍ હિન્દુ ધર્મની કમનસીબી  છે.   પશ્ચિમના લોકો અજ્ઞાનતથી ઍની મજાક પણ ઉડાવે છે. ઍમને ખ્યાલ નથી કે હિન્દુ ઋષીઓ આજના વિજ્ઞાનિકો કરતા પણ વધારે જ્ઞાન ધરાવતા હતા. આજના વિજ્ઞાનિકો તો ઍમણે કરેલી વાતોને વાસ્તવિકતાજ આપી રહ્યા ચ્હે.

                                                                      હિન્દુઓ મંદિરમામા  દાખલ થતા જ  ઘંટ  વગાડે છે. ઘંટ નો રણકો  માણસના આત્માને પવિત્રતાથી ભરી દે છે અને  મનમાથી રાક્ષશી વિચારોનો નાશ કરે છે. તે ઉપરાંત મંદિરમા જવાથી સકારાત્મક શક્તિનો સંચય થાય છૅ જે મન અન આત્માને નવી શક્તિ આપે છે.
                                                                      ધાર્મિક વિધિઓમા અને મંદિરમા રેશમી કપડાઓ પહેરવામા આવે છે કારણકે રેશમી કપડામા ઍલેક્ટ્રો મેગ્નેટીક કિરણોને ચૂસી લેવાની  શક્તિ હાય છે જે ધારણ કરાનારને પૂંજા અને ધાર્મિક વિધિ કરવા માટે પરમ શાંતિ આપે છે.

                                                                       હિન્દુ   પરણીત સ્ત્રીઓ  વાળમા  કપાળ પર  સિંદુર  નાખે છે. સિંદુરમા પારો હોય છે જે લોહીના દબાણને ઑછુ કરે છે અને કામને  ઉત્તેજીત કરે છે.  આથી વિધવાઓને કપાળમા સિંદુર લગાડવા પર પ્રતિબંધ છે.  સિંદુરમા રહેલો હવેજ સોજાઓને દૂર કરે છે અને રોગોનો સામનો કરવામા સહાય રૂપ બને ચ્હે,
                                                                        સ્ત્રીઓની બંગ ડીઓનો   રણકાર નકારાત્માક  શક્તિઓને દૂર કરે છે.  જ્યારે કાનમા પહેરેલા ઍરિન્ગો વિચારોમા સ્પષ્ટ તા લાવે છે.

                                                                        ઑમ મંત્ર પણ બોલવાથી  મનને પરમ શાંતિ મળે છે. યોગાથી માનસિક અને શારીરિક તંદુરસ્તી બની રહે છે ઍ હવે વિશ્વે પણ સ્વીકારી લીધુ છે.
                          ટુંકમા હિન્દુ ધર્મ વિજ્ઞનાનીક ઢાંચા પર રચાયેલો ધર્મ ઍમ કોઈ પણ જાતની અંધ શ્રધાને સ્થાન નથી.
                                                          **********************************

Monday, March 5, 2018


બચપણ
                                                                                                 જીવનમા માનવીની જેમ ઉંમર વધે છે તેમ તેમ તેને ભૂતકાળની મીઠી યાદો આવવા માંડે છે. જ્યારે ઍ બચપણ મા હોય છે ત્યારે ઍનુ જીવન નિર્દોષ મય હોય છે પરંતુ ત્યારની અમુક  ઍમની મર્યાદાઓને કારણે ઍને ઍમ થાય છે કે ક્યારે હૂ બાળપણ છોડી મોટો થઈ જાઉ અને બધી મર્યાદાઓ ઓળંગીને મારી રીતે જિંદગી  જીવવા માંડુ. પરંતુ ઍ ભૂલી જાય છે કે બાળપણને ઓળંગવાથી ઍનો નિર્દોષ આનંદ, પ્રેમ, લાગણીઓને ભુલીને આ દુનિયાના બહુજ મુશ્કેલ, ક્રુર, અને કપટી વાતાવરણમા દાખલ થવાનો છે જ્યા ઍના ભાઈઑ ભગિનિઑ, સ્વજનો, મિત્રો,  અને બધા સબંધોમા સફળતા માટે ઍક જાતની વણથંભી હરીફાઈમા ઉતરવાનુ છે. જીવનમા જીવન આનંદ અને ખુશીથી જીવવા માટે ઍક સંઘર્ષ કરવાનો છે. ઍમા  આઘાતો, ઉજરડાઓ પણ સહેવાના છે.  આમ જીવન  સંઘર્ષ  કરતા કરતા પેલા બચપણ ની નીર્દોષતા પણ ગુમાવી દીધી હોય છે.
                                આમતો દરેક સારી  અને ખરાબ વસ્તુઓનો અંત તો આવે જ છે અને સંઘર્ષો  કરતા કરતા ઍને ઍક દિવસે ભાન થાય છે કે ઍ હવે વૃધાવસ્થામા પહોચી ગયો હોય છે.   ઍના જીવનની સફળતા અનેનિષ્ફળતાનુ અવલોકન કરવા જતા ઍને . ઍનુ  બચપણ જે નિર્દોષ અને લાગણીશીલ હોય છે તેની યાદ આવવા માંડે છે. પરંતુ ત્યારે બધુ બદલાઈ ગયુ હોય છે અને ઍ ભૂતકાળને વાગોળવા માંડે છે. અને બદલાવને સ્વીકારવા તૈયાર હોતો નથી અને કહે છે-
હવે ઍ  શહેર ન  રહ્યુ-
હવે પેલો બરફનો ગોળો ક્યા છે
ચટકાદાર ચના પણ ચાલી ગયા
પૈસોમા મળવા  વાળી મગફલિયા ક્યા છે
આ  સિમેન્ટના જંગલોમા રમવાની જગ્યા નથી
હવે ઍ શહેર ન રહ્યુ-
સડકપર ચાલવાની  જગ્યા નથી
જ્યા લહેરથી સાઇકલો ફેરવતા  હતા
 રેલવે સ્ટેશન જે કદી વેરાન રહેતુ હતુ
ત્યા  ઉભા રહેવાની જગ્યા નથી.
હવે .ઍ શહેર ન રહ્યુ-
ઍક  સિનેમા ઘર હ્તુ ત્યા  સિનિમા જોયા કરતા
 ઍ આજે ખંડેર  બનીને ઉભુ છે
  હૂ  પાગલની જેમ મારુ બચપણ  શોધું છુ
  જેને વર્તમાને મિટાવી દીધુ છે.
  હવે ઍ શહેર ન રહયુ-
  બધુ મારી પાસે છે પણ મારૂ બચપણ નથી રહ્યુ
   શહેર તો ઍજ છૅ પણ હવે ઍ . શહેર ન રહ્યુ
   હવે ઍ  શહેર ન  રહ્યુ-
                                                        **************************************

Saturday, March 3, 2018


સાઈકલિંગ
                                                                                                            મોટરકારના આગમન પહેલા આપણા પૂર્વજો સાઈકલનો વાહન  તરીકે  વ્યહવારમા ઉપયોગ કરતા હતા. માઈલોનુ અંતર કાપવામા સાઇકલો બહુજ ઉપયોગી સાધન હતુ. જેમ વખત પસાર થયો તેમ તેમ થોડા વિદ્યાર્થીઓ પણ ઍનો ઉપયોગ શાળા જ્વા માટે પણ કરવા માંડ્યા. હવે તો વિદ્યાર્થીઓ સ્કૂટર  જેવા કીમતી સાધનો વાપરવા માંડ્યા છે. પરતુ ઍનાથી વિદ્યાર્થીઓની તબિયત અને શાળાની આજુબાજુનુ વાતતવરણ અને ઘોંઘાટનુ સ્તર પણ વધી ગયુ છે.
             
                                                                                           
 પશ્ચિમના દેશોમા હવે હવામાનના આવેલા બદલાઍ  સાઈકલનુ મહત્વ વધારી દોધુ છે. મોટરકાર દ્વારા થતુ પરદુષણ હવે માનવીના જીવન અને હવામાન પર ઘણી વિપરીત અસર પાડી રહ્યુ છે. ઍટલે  પશ્ચિમમા હવે સાઈકાલને  નિર્દોષ વાહન તરીકે સ્વીકારી લીધુ છે. વધુ કરીને હવે સાઈકાલને તંદુરસ્તી  જાળવવા અને કસરતના સાધન તરીકે ઉપયોગ કરવા માંડ્યા છે.  લાંબુ સાઈકલિંગ અથવા તો  પર્વત પર  બાઈકઈંગ ઍક કસરતનુ સાધન બની ચુકયુછે અને ઍનો ઉપયોગ હવે પૈસાદારથી માંડીને સામાન્ય નાગરિકો પણ કરવા માંડ્યા છે. હવે તો રાજમાર્ગો પર સાઈકલ માટે જુદા રસ્તાની પણ વ્યવસ્થા કરવામા આવે છે જેથી સાઈકલિંગ સલામત  રહે છે.

                                                                                                              સાઈકલના આર્થિક ફાયદાઓ પણ છે. દાખલા તરીકે-
૧) ઍના માટે વિમાની જરૂરીયાત નથી.
૨)  કોઈ જાતના ઈંધણની ઍને જરૂરીયાત નથી.
૩) ઍને સર્વિસિંગ કરવાની જરૂરત પડતી નથી કે પછી  મોટર કારની જેમ દરરોજ સાફ કરવાની  જરૂરીયાત રહેતી નથી.
૪) ઍને  પાર્કિંગની વધુ જગ્યા પણ જોઇતી નથી.
૫) લાંબો વખત ચાલે છે.
૬)  સાઈકલિંગ કરનારાઓ બહુ બીમાર નથી પડતા અન ડૉક્ટર પાસે  ઘણુ ખરુ જવુ પડતુ નથી.
                                                                                                              તે ઉપરાંત  સાઈકલિંગ આર્થિક વિકાસમા કોઈ મોટો ભાગ ભજવતુ  નથી. જેમકે હોટેલોમા  જનારા લોકો  ઓછામા ઑછા ૧૦   દાંતના ડોક્ટરોને, ૧૦ કાર્ડીઓલોજિસ્ટને  કે પછી વજ્ન ઉતારનાર નિષ્ણાતોને રોજગારી પુરી પાડે છે. ટુંકમા સાઈકલિંગ વાતાવરણને શુધ્ધ રાખે છે અને લોકોની તંદુરસ્તી વધારવામા મદદરૂપ થાય છૅ. આજના આધુનિક યુગમા ઍક નિર્દોષ વાહન છે.
                                                         *****************************************