સાઈકલિંગ
મોટરકારના આગમન પહેલા આપણા પૂર્વજો સાઈકલનો વાહન તરીકે વ્યહવારમા ઉપયોગ કરતા હતા. માઈલોનુ અંતર કાપવામા સાઇકલો બહુજ ઉપયોગી સાધન હતુ. જેમ વખત પસાર થયો તેમ તેમ થોડા વિદ્યાર્થીઓ પણ ઍનો ઉપયોગ શાળા જ્વા માટે પણ કરવા માંડ્યા. હવે તો વિદ્યાર્થીઓ સ્કૂટર જેવા કીમતી સાધનો વાપરવા માંડ્યા છે. પરતુ ઍનાથી વિદ્યાર્થીઓની તબિયત અને શાળાની આજુબાજુનુ વાતતવરણ અને ઘોંઘાટનુ સ્તર પણ વધી ગયુ છે.
પશ્ચિમના દેશોમા હવે હવામાનના આવેલા બદલાઍ સાઈકલનુ મહત્વ વધારી દોધુ છે. મોટરકાર દ્વારા થતુ પરદુષણ હવે માનવીના જીવન અને હવામાન પર ઘણી વિપરીત અસર પાડી રહ્યુ છે. ઍટલે પશ્ચિમમા હવે સાઈકાલને નિર્દોષ વાહન તરીકે સ્વીકારી લીધુ છે. વધુ કરીને હવે સાઈકાલને તંદુરસ્તી જાળવવા અને કસરતના સાધન તરીકે ઉપયોગ કરવા માંડ્યા છે. લાંબુ સાઈકલિંગ અથવા તો પર્વત પર બાઈકઈંગ ઍક કસરતનુ સાધન બની ચુકયુછે અને ઍનો ઉપયોગ હવે પૈસાદારથી માંડીને સામાન્ય નાગરિકો પણ કરવા માંડ્યા છે. હવે તો રાજમાર્ગો પર સાઈકલ માટે જુદા રસ્તાની પણ વ્યવસ્થા કરવામા આવે છે જેથી સાઈકલિંગ સલામત રહે છે.
સાઈકલના આર્થિક ફાયદાઓ પણ છે. દાખલા તરીકે-
૧) ઍના માટે વિમાની જરૂરીયાત નથી.
૨) કોઈ જાતના ઈંધણની ઍને જરૂરીયાત નથી.
૩) ઍને સર્વિસિંગ કરવાની જરૂરત પડતી નથી કે પછી મોટર કારની જેમ દરરોજ સાફ કરવાની જરૂરીયાત રહેતી નથી.
૪) ઍને પાર્કિંગની વધુ જગ્યા પણ જોઇતી નથી.
૫) લાંબો વખત ચાલે છે.
૬) સાઈકલિંગ કરનારાઓ બહુ બીમાર નથી પડતા અન ડૉક્ટર પાસે ઘણુ ખરુ જવુ પડતુ નથી.
તે ઉપરાંત સાઈકલિંગ આર્થિક વિકાસમા કોઈ મોટો ભાગ ભજવતુ નથી. જેમકે હોટેલોમા જનારા લોકો ઓછામા ઑછા ૧૦ દાંતના ડોક્ટરોને, ૧૦ કાર્ડીઓલોજિસ્ટને કે પછી વજ્ન ઉતારનાર નિષ્ણાતોને રોજગારી પુરી પાડે છે. ટુંકમા સાઈકલિંગ વાતાવરણને શુધ્ધ રાખે છે અને લોકોની તંદુરસ્તી વધારવામા મદદરૂપ થાય છૅ. આજના આધુનિક યુગમા ઍક નિર્દોષ વાહન છે.
*****************************************
No comments:
Post a Comment