Monday, March 5, 2018


બચપણ
                                                                                                 જીવનમા માનવીની જેમ ઉંમર વધે છે તેમ તેમ તેને ભૂતકાળની મીઠી યાદો આવવા માંડે છે. જ્યારે ઍ બચપણ મા હોય છે ત્યારે ઍનુ જીવન નિર્દોષ મય હોય છે પરંતુ ત્યારની અમુક  ઍમની મર્યાદાઓને કારણે ઍને ઍમ થાય છે કે ક્યારે હૂ બાળપણ છોડી મોટો થઈ જાઉ અને બધી મર્યાદાઓ ઓળંગીને મારી રીતે જિંદગી  જીવવા માંડુ. પરંતુ ઍ ભૂલી જાય છે કે બાળપણને ઓળંગવાથી ઍનો નિર્દોષ આનંદ, પ્રેમ, લાગણીઓને ભુલીને આ દુનિયાના બહુજ મુશ્કેલ, ક્રુર, અને કપટી વાતાવરણમા દાખલ થવાનો છે જ્યા ઍના ભાઈઑ ભગિનિઑ, સ્વજનો, મિત્રો,  અને બધા સબંધોમા સફળતા માટે ઍક જાતની વણથંભી હરીફાઈમા ઉતરવાનુ છે. જીવનમા જીવન આનંદ અને ખુશીથી જીવવા માટે ઍક સંઘર્ષ કરવાનો છે. ઍમા  આઘાતો, ઉજરડાઓ પણ સહેવાના છે.  આમ જીવન  સંઘર્ષ  કરતા કરતા પેલા બચપણ ની નીર્દોષતા પણ ગુમાવી દીધી હોય છે.
                                આમતો દરેક સારી  અને ખરાબ વસ્તુઓનો અંત તો આવે જ છે અને સંઘર્ષો  કરતા કરતા ઍને ઍક દિવસે ભાન થાય છે કે ઍ હવે વૃધાવસ્થામા પહોચી ગયો હોય છે.   ઍના જીવનની સફળતા અનેનિષ્ફળતાનુ અવલોકન કરવા જતા ઍને . ઍનુ  બચપણ જે નિર્દોષ અને લાગણીશીલ હોય છે તેની યાદ આવવા માંડે છે. પરંતુ ત્યારે બધુ બદલાઈ ગયુ હોય છે અને ઍ ભૂતકાળને વાગોળવા માંડે છે. અને બદલાવને સ્વીકારવા તૈયાર હોતો નથી અને કહે છે-
હવે ઍ  શહેર ન  રહ્યુ-
હવે પેલો બરફનો ગોળો ક્યા છે
ચટકાદાર ચના પણ ચાલી ગયા
પૈસોમા મળવા  વાળી મગફલિયા ક્યા છે
આ  સિમેન્ટના જંગલોમા રમવાની જગ્યા નથી
હવે ઍ શહેર ન રહ્યુ-
સડકપર ચાલવાની  જગ્યા નથી
જ્યા લહેરથી સાઇકલો ફેરવતા  હતા
 રેલવે સ્ટેશન જે કદી વેરાન રહેતુ હતુ
ત્યા  ઉભા રહેવાની જગ્યા નથી.
હવે .ઍ શહેર ન રહ્યુ-
ઍક  સિનેમા ઘર હ્તુ ત્યા  સિનિમા જોયા કરતા
 ઍ આજે ખંડેર  બનીને ઉભુ છે
  હૂ  પાગલની જેમ મારુ બચપણ  શોધું છુ
  જેને વર્તમાને મિટાવી દીધુ છે.
  હવે ઍ શહેર ન રહયુ-
  બધુ મારી પાસે છે પણ મારૂ બચપણ નથી રહ્યુ
   શહેર તો ઍજ છૅ પણ હવે ઍ . શહેર ન રહ્યુ
   હવે ઍ  શહેર ન  રહ્યુ-
                                                        **************************************

No comments:

Post a Comment