Wednesday, February 14, 2018


શિવરાત્રી
                                                                                    ભારતભરમા અને આખા વિશ્વમા હિન્દુઑઍ ગઈકાલે ઍટલે ૧૩મી ફેબ્રુઆરી ૨૦૧૮ ઉજવી. શિવરાત્રી ઍ કરોડો જનોની ઍક અનંત શ્રધ્ધાનુ પ્રતીક છે.  હિન્દુ  ધર્મમા શિવ ઍવી શક્તિ છે જે જરૂર પડે તો ખરાબ તત્વોનો નાશ પણ નોતરી શકે છે. શીવને આમ તો ઘણા ભોળા માનવામા આવે છે, પરંતુ ક્રોધિત થાય તો સર્વત્ર નાશ ફેલાવી શકે છે. કહેવાય છેકે  આસુરી શક્તિઓ ભોળાનાથ શીવને ઍમની ભક્તિ દ્વારા વશ કરી શકે છે. ઍનો હિન્દુ પુરાણમા રાવણ ઍક અજોડ દાખલો છે.  જ્યારે ઍવી આસુરી શક્તિઓના નાશ માટે અને વિશ્વને બચાવવા માટે વિષ્ણુ જેવી વિશ્વનુ પાલન કરનારી શક્તિઍ મેદાનમા આવવુ પડે છે.

                                                                                      હિન્દુ ધર્મની વિચાર ધારા આમતો  વિજ્ઞાનિક  સીધ્ધાંતો પર જ આધારિત છે. સૃષ્ટિની રચના ત્રણ પ્રકૃતિઓ પર આધારિત છે જેવી કે રચનાત્મક, પાલનકાત્મક અને નાશક. શિવની શક્તિ ત્રીજી પ્રાકૃતિમા સમાયેલી છે. પરંતુ ઍમા ભારોભાર નિર્દોષતા અને ત્યાગની ભાવના છે. આથી ઍ  શક્તિનો ઉપયોગ વિશ્વના ભલા માટે જ થાય છે. વિજ્ઞાન હવે જેને સાબિત કરવા જઈ રહયુ છે ઍને હિન્દુ વિચારધારાઓે ઍ હજારો વર્ષો પહેલા ઘોષિત  કરેલુ છે.
                                                                                        ઍવી શિવ શક્તિ વિષે  કહેવાય છેકે-

શિવ ઍટલે-
શિવ ઍટલે ત્યાગ, શિવ ઍટલે સુંદર
શિવ  ઍટલે  સત્ય, શિવ ઍટલે શક્તિ
શિવ ઍટલે સાદાઈ,શિવઍટલે તાંડવ
શિવ ઍટલે દુનિયાનુ  જહેર  પીનાર
 તાંડવ દ્વારા બુરાઈનો નાશ  અને
 જહેર પીને   વિશ્વને શુધ્ધ કરનાર
 શિવ ઍટલે-
                                                                                               શિવ વિચારધારાનો મુખ્ય પ્રવાહ છે, ઍટલા માટે ભારતમા ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમમા  શિવના પવિત્ર ૧૨ જ્યોર્તિ લિંગો આવેલા છે. તે ઉપરાંત અંબર નાથ અને કૈલાશ જેવા શિવમય યાત્રાના સ્થળો આવેલા છે. દરેક વર્ષે કરોડો ભારતીયો ઍ  સ્થળોની  મુલાકાતો લઈ પોતાને  ધન્ય માને છે.

                                                                                                   તિબેતમા આવેલા કૈલાસને શીવનુ પવિત્રમા પવિત્ર સ્થળ મનાય છે.  હવે  હાઇટેક ના  જમાનામા  ગૂગલ અર્થે કૈલાસના ફોટાઓ લીધા છે જેમા કૈલાસ  પર્વત પરશીવની   ધ્યાનમય મૂર્તિના  દર્શન થાય છે.  જેનુ ચિત્ર ઉપ્પર ટૉંચ પર દર્શાવેલુ છે.  આનાથી અમેરિકાની સ્પેસ રિસર્ચ સંસ્થા 'નાસા' ને આશ્ચર્ય થયુ છે. ઍજ  હિન્દુ વિચારધારાનુ  વિજ્ઞાનિક પુરાવો છે.
                                            ******************************************

No comments:

Post a Comment