પિરામિડની અજાયબીઓ
મિસર ઍટલેકે ઇજીપ્તની સંસ્કૃતી હજારો વર્ષ જૂની છે. ત્યાના પિરામિડો જગતની અજાયબી ગણાય છે. જેમ જેમ ખોદકામ કરીને પિરામિડોની અંદર હજારો વર્ષો જૂની મિસરના રાજાઑ ફેરોની સંસ્કૃતિઓ બહાર આવતી જાય છે. મુખ્ય અજાયબીતો હજારો વર્ષો સુધી ફેરોસ ના અને ઍમના કુટુંબીજનોના શરીરો કલામય રીતે વસ્તુઓના લેપો લગાવી સાચવી રાખવામા આવેલા તે બાબત છે.
બીજી અજાયબી તો આવા તોતીંગ પિરામિડો બનાવવામા આવ્યા તેની ઇજનેરી કળાની છે. ગમે તેટલા મજૂરો હોય તો પણ ઉપ્પર સુધી વજન વાળા પથ્થરો આટલી ઉચાઈ પર ચઢાવવા ઍ ઈજેનરી કલાની અનોખી સિદ્ધિ છે.
પિરામિડનુ આખ્ખુ વજ્ન નિષ્ણાતોનુ માનવા પ્રમાણે ૬ મિલિયન ટન્સ જેટલુ હોઇશકે છે. અને ઍની ઉંચાઈ ૪૮૧ ફીટ હોય છે. ચારેબાજુ ૭૬૦ ફીટ જેટલા ફેલાયેલા હોય છે. ઍમા ૨.૫ મિલિયન પથ્થરોના બ્લૉકો વાપરેલા છે. ઍ પથ્થરોના ઍક બ્લૉકનૂ વજન ૨.૫ ટન્સનુ છે. જે ૪૮૦ ફુટ ઉપ્પર સુધી લઈ જવામા આવ્યા છે. આમ ઍ ઈજેનરી કલાનો ઍક ઉત્તંમ નમૂનો છે.
૧૩ ઍકર જમીનમા ફેલાયેલ પિરામિડની બાંધણીને પૃથ્વીના ડાયા મીટરને નજરમા રાખીને રચાવામા આવી છે ઍમ માનવામા આવી છે.
***************************
No comments:
Post a Comment