Saturday, February 10, 2018


બિમારી- નીંદરમા ઘોરવાની આદત
                                                                     ઉંઘમા ઘોરવાની આદતે લોકો માટે ઘણી મુશ્કેલીઓ ઉભી કરે છે. ઍનાથી તમારા જીવન સાથીની ઉંઘ અને તબિયત પર પણ અસર થઈ શકે છે અને ઘણીવાર ઍ ઘોરનાર માટે મુસીબત પણ ઉભી કેરી શકે છે. ઍના માટે ઘણા સાધનો શોધવા પ્રયત્ન કર્યા છે પણ ઍ બિમારીને ધદમૂળથી નાબૂદ કરવાના પ્રયત્નો સફળ થયા નથી. શોધાયેલા સાધનોથી ઍ બિમારીની અસર તદ્દન  નાબૂદ કરવી મુશ્કેલ બની રહ્યુ છે.
                                                                      આ બિમારીનુ કારણ નાકના માર્ગોમા અવરોધો અથવા તો કેટલીક વાર ઍ બિમારી કુટુંબિક વારસામા મળી હોય છે. પહેલા જીવન સાથિઓમા ઍ બિમારીને સહન કરી લેવાની સહન શક્તિ કેળવી લેવાતી હતી પરંતુ હવે જ્યારે જીવન ઍકદમ ગતિશીલ બૅની ગયુ છે ત્યારે ઘણુકરીને  પશ્ચિમના દેશોમા  ઍ બિમારીને લીધે  છુ ટા છેડા નુ પ્રમાણ પણ વધ્યુ છે.

                                                                         ઍ બિમારીનો સામનો કરવા માટે થોડા સહેલા ઉપાયો પણ છે. જેવાકે-
૧)વજન ઘટાડો
૨)  સિગેરેટ પીવાનુ છોડવુ
૩) સુવાના ૨ કલાક પહેલા દારૂ ન પીવો
૪) ઉંઘની ગોળીનો ઉપયોગ ઑછો કરી નાખવો
૫) તમારી બાજુઍ સુવાનુ રાખવુ
૬)  વચમા તકિયાઓને રાખીને સૂવુ
૭) નાકને સાફ કરીને સૂવુ અન જરૂર પડે તો નેસલ સ્પ્રે નો ઉપયોગ કરવો.
૮) નેસલ સ્ટ્રિપ અથવા આંતરિક  ડાઈલેટોરનો ઉપયોગ કરવો
૯) જરૂરી લાગે તો બેડશીટને પણ બદલાવી દેવી.
૧૦) જરૂર પડે તો ઉંઘના નિષ્ણાતોની પણ મદદ લેવી
૧૧) રૂમની હવા શુધ્ધ કરવા હવાના ફિલ્ટર નો પણ ઉપયોગ કરવો જોઇઍ.
                                      આ કેટલાક સહેલા ઉપાયો છે જેનાથી આ બિમારીનો સામનો થઈ શકે છે.
                                   *****************************************
                                            

No comments:

Post a Comment